કાચનદીને પેલે કાંઠે – સંદીપ ભાટિયા (Sandip Bhatiya)

કાચનદીને પેલે કાંઠે

કાચનદીને પેલે કાંઠે શબ્દ ઊભો અજવાળાં લઈને
થરથરતા હિમયુગોને છેડે સપનાંઓ હૂંફાળાં લઈને
કાચનદીને પેલે કાંઠે કોઈ આપણી રાહ જુએ છે
ચાલ આંખમાં ભીનાશ લઈને
છાતીમાં ગરમાળા લઈને
કાચનદીને પેલે કાંઠે નામ ધૂંધળું ચહેરા ઝાંખા
આ કાંઠે ચૂપચાપ ઊભો છું
શ્વાસોની જપમાળા લઈને
કાચનદીને પેલે કાંઠે કોની પહેલી તરસ પહોંચશે
જલપરીઓની રાણી ઊભી હાથોમાં વરમાળા લઈને
કાચનદીને પેલે કાંઠે ગણિત બધાંયે સાવ નકામાં
તરી ગયા એ શૂન્ય ઊંચકી ડૂબી ગયા સરવાળા લઈને
કાચનદીને પેલે કાંઠે પાગલ પંખી માળો બાંધે
ડાહ્યા લોકો ભેટ આપવા આવે કૂંચીતાળાં લઈને
સંદીપ ભાટિયા
દિવ્ય ભાસ્કરમાંથી સાભાર.
” દિવ્ય ભાસ્કર માં આજે જ સુરેશ દલાલની કોલમમાં કવિ સંદીપ ભાટિયાનું એક સરસ કાવ્ય છે. ગમી ગયું એટલે તમને મોકલું છું” – હરસુખભાઈ થાનકી
દિવ્ય ભાસ્કરની  http://www.divyabhaskar.co.in/literature/gazal-kavita/ લિંક પર ક્લિક કરીને ઘીના દીવાનું અજવાળું   પર જઈ મુરબ્બી શ્રી સુરેશભાઈ દલાલનું આ કાવ્યનું રસદર્શન અને એના કવિ શ્રી સંદીપ ભાટિયા વિશેની વિશેષ માહિતી મેળવો. દિવ્ય ભાસ્કરની સાઈટ પર કવિતાઓનો ખજાનો ભરેલો જોઈ અનહદ આનંદ અનુભવ્યો.  આ રીતે કાવ્યોની દુનિયા પર પણ પ્રકાશ પાથરી રહ્યું છે જાણી સંતોષ અનુભવાય છે.
આ કાવ્ય મોકલવા બદલ મુરબ્બીશ્રી હરસુખભાઈ થાનકીનો હાર્દિક આભાર. ગુજરાતી બ્લોગજગતનો નવોસવો અને  આજની સાંપ્રત સમસ્યાઓ તેમજ ઘટનાઓમાં ડોકિયું મરાવતો, અને એમની રોચક કલમની લિજ્જત માણતાં લટાર માર્યાનો આહ્લાદ ઉપજાવતો એવો એમનો બ્લોગ માણવા આ લિંક પર http://thankibabu.wordpress.com/ ક્લિક કરવાનું રખે ચૂકતા.
Advertisements

2 Comments

  1. ‘કાચનદીને પેલે કાંઠે’ આ ગઝલને આપણા ગમતીલા ગઝલકાર ને વેબ-વિશ્વના વિરલ વિવેચક એવા તબીબ મિત્ર વિવેકભાઈ ટેઈલરના રસદર્શન સાથે માણવા આ લિંક http://layastaro.com/?p=1179 પર ક્લિક અચૂક કરશો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s