નથી હું કવિ, નથી હું કાલિદાસ – ડો.ચંદ્રવદન મિસ્ત્રી

નથી હું કવિ, નથી હું કાલિદાસ,

બસ, લખું છુ, અને, જરૂર હું પ્રભુનો દાસ !…(ટેક)

 

શબ્દો ચુંટ્યા મેં ગુજરાતી ભાષાના બાગમાંથી,

નથી માળી હું, કરી ભુલો અનેક અજ્ઞાનતાથી,

                              નથી હું કવિ…. (૧)

 

શબ્દો લખ્યા, કિંન્તુ વાક્ય રચનાની આવડત હતી ક્યાં ?

શબ્દે શબ્દે ભુલો, તો બરાબર વાક્ય બન્યુ કહેવાય ના !

                              નથી હું કવિ…. (૨)

 

છતાં, કંઈક લખ્યુ, અને, ફરી લખતો રહું હું,

અરે ! જાણે, કંઈક પ્રભુ પ્રેરણાનો કેદી બન્યો હું,

                               નથી હું કવિ… (૩)

 

આવા લખાણને કાવ્ય નથી કહી લોક ટીકા કરે,

ખરેખર ! કાવ્ય નથી એ જ સત્ય એવું ચંદ્ર સહુને કહે,

                                નથી હું કવિ…. (૪)

 

હવે, ભુલ ભરેલ લખાણ સ્વરૂપે ચંદ્ર કંઈક લખતો રહે,

જેમાં, ભાવનાઓ એના હ્રદયની પીરસી, પ્રભુભજન કરતો રહે !

                                 નથી હું કવિ…. (૫)

 ડો.ચંદ્રવદન મિસ્ત્રી

કાવ્ય રચના:

તારીખ: મે ૩૦, ૨૦૦૧   

To enjoy more such poems please visit Dr Chandravadanbhai Mistri’s blog http://chandrapukar.wordpress.com/home/        

 

 

 

Advertisements

3 Comments

  1. .તમારા જ બ્લોગ પર ત્રણેક મહીના પહેલા આ રચના માણી હતી.
    તમારી આ સરળતા ગમી
    હવે, ભુલ ભરેલ લખાણ સ્વરૂપે ચંદ્ર કંઈક લખતો રહે,
    જેમાં, ભાવનાઓ એના હ્રદયની પીરસી, પ્રભુભજન કરતો રહે !
    બાકી- શિપ્રા, રેવા જેવી સરિતાઓ,આમ્રકૂટ, ચિત્રકૂટ, ઉદયગિરિ જેવા પહાડો,અવંતી, વિદિશા, ઉજ્જયિની જેવી નગરીઓ, તેમની અટારીઓ એ બધાં ઉપર ડોળો રાખી, વિરહ-બિરહની વાતો સમજાવનાર યક્ષ અને યક્ષકન્યા વચ્ચે મેઘને લાવીને કાલીદાસને પણ છેતરી જાય!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s