…..ચાહને ગૂંજાવતું રમે
હોય અંધારી રાત પણ સામે મનગમતો ચાંદો ખીલે
રાતરાણી થઇ મ્હેંકી ઊઠું ને આકાશ નાનું પડે
સાગર કિનારે અટૂલો એકલો હું ને આવી મોંજાં ઉછળે
પામું સ્નેહ કુંભ ને મન મંથને અમી સીચું બધે
વિટંબણાના ચક્રવ્યૂહે પથ્થર દિલે હું નીશદિન ઘૂમું
આવું ઘરે ને શીરે માયાળું માવડીના હાથું ફરે
પાનખરે નીરખું સુકી ડાળ ને એક કૂંપળ ફૂટે
જીવન પુષ્પો એવાં ખીલે કે પ્રભુનું શરણું મળે
પ્રગટાવું દીપ ગોખલે ને સાથે જલાવું ધૂપસળી
હૃદયના ભાવ છલકે અશ્રુથી ને હરિ વૈકુંઠડું ભૂલે
કોઈ એવું સામું મળે કે ભાવથી ભેટી પડે
હસી હસાવી માંહ્યલાને ચાહથી ગૂંજાવતું રમે
કરતાલ આવે હાથ ને છેડું મલ્હાર આભલે
ઝીલું ઝીલું મેઘો એવો કે યૌવન હરખડું જલે
રમેશ પટેલ ‘આકાશદીપ’
Advertisements
it is really very nice poem.
પાનખરમાં નીરખું સૂકી ડાળ ને એક કૂંપળ ફૂટે
જીવન પૂષ્પો એવા ખીલે કે પ્રભુનું શરણું મળે
સુંદર ભાવ સાથે પરમ તત્વનો અહેસાસ આપતી આકાશદીપની ઉત્કૃષ્ટ કૃતિ.
ચંદ્ર પટેલI like to read again and again.
દરેક પંક્તિ ના પોતા ના વિચારો એવીરીતે વહ્યા છે જાણે ઝરણાં નદી બનાવવા નીકળ્યાં.સુંદર સંકલન અને ભાવ.વાહ..વાહ
સ્નેહલ પટેલ
સુંદર ભાવમય શબ્દ ગૂંથણી. લય-કાવ્ય રમતું લાગે.nice poem to read and enjoy.
આકાશદીપ ની એક આગવી શૈલી મનને ગમી જાય તેવી છે.
વિતલ પટેલ
very nice and feel good.
Keyur Patel
કોઇ એવું સામે મળે કે ભાવથી ભેટી પડે
હસી હસાવી માંહ્યલાને ચાહથી ગૂમ્જાવતું રમે
અનોખી રીતે દિલની વાતો, પ્રેમની વિણા વગાડી આકાશદીપે કહી દિધી.
પ્રભુ પ્રેમ, માતૃ પ્રેમ્,કુદરત નો લગાવઅને યૌવનનો થનગનાટ ખૂબજ મનનિય રીતે
માણવા મળ્યો.
ચંદ્ર પટેલ