પ્રેમને રે પંથ- રમેશ પટેલ ‘આકાશદીપ’

પ્રેમને રે પંથ

એકવાર ભૂરા આકાશ નીચે,
એકાંતમાં ઘૂઘવ્યુંતું પૂર

ભૂરી આંખોમાં ભાળીને હેત
ઉમટ્યાતા વાદળના નૂર

પ્રથમ નજરે બંધાણી પ્રીતડીને,
ભાગ્યે દીધી અણમોલ ભેટ

પગલામાં માણ્યા મીઠા રણકારને
નયનોમાં ચમક્યા રે હેત

વસંતને બોલાવવા ગોત્યાં રે ગીતડાં
મન મંદિરમાં વાગ્યા રે ઘંટ

દુનિયાને સજાવી લઈ રંગોળીને
અમે દોડ્યા રે પ્રેમને રે પંથ

આંખોમાં નાચ્યો કળાયેલ મોરલો
વિના મેઘે ગાજ્યા ગગન

ઉરના ગોખેથી બોલી કોયલડી
ને ભાન ભૂલ્યા પ્રેમે સજન

આવ્યા શ્રાવણ આભલે હરખતા
ભીંજાયા જોડવા રે નાતો

સાત જનમનો શોધ્યો સથવારો
તોય લોકમુખે વહી ભૂંડી વાતો

રમેશ પટેલ ‘આકાશદીપ’

Advertisements

3 Comments

 1. A poem to read and enjoy.
  આવ્યા શ્રાવણ આભલે હરખતા
  ભીંજાયા જોડવા રે નાતો

  સાત જનમનો શોધ્યો સથવારો
  તોય લોકમુખે વહી ભૂંડી વાતો

  Chandra Patel

 2. વસંતને બોલાવવા ગોત્યાં રે ગીતડાં
  મન મંદિરમાં વાગ્યા રે ઘંટ

  દુનિયાને સજાવી લઈ રંગોળીને
  અમે દોડ્યા રે પ્રેમને રે પંથ

  enjoyed poem.
  Chirag patel

 3. આવ્યા શ્રાવણ આભલે હરખતા
  ભીંજાયા જોડવા રે નાતો

  સાત જનમનો શોધ્યો સથવારો
  તોય લોકમુખે વહી ભૂંડી વાતો

  મજા આવી ગઈ. ગમી ગયું પ્રેમ ભર્યુ કવન

  નીલ પટેલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s