પ્રભુતા પમાડી જોઈએ- રમેશ પટેલ ‘આકાશદીપ’

પ્રભુતા પમાડી જોઈએ

ઊગ્યું છે પ્રભાત સુંદર થોડી શ્રધ્ધા જગાવી જોઈએ
અંતરમાં અજવાળા પાથરી થોડી પ્રભુતા પમાડી જોઈએ

સંસાર સાગરે ઉઠતા તોફાને હોડી હંકારી જોઈએ
સાહસને યુવાનીના અશ્વપર જોશે પલાણી જોઈએ

જિંદગીને જગતે , ભરી આત્મ વિશ્વાસ નાણી જોઈએ
નાથી ઘૂઘવતી સરીતા લીલીછમ વાડી લહેરાવી જોઈએ

મારૂતારૂ ગણી ગણી વિખવાદમાં ડૂબી મર્યા આપણે
આવો વિશ્વને માનવતાના સદગુણોથી સજાવી જોઈએ

ઊર્મી ઉછાળી ઉરની, સંબધના સરવાળા કરી જોઈએ
સંસારના વેરઝેરને ધરબાવી સૌના મુખ મલકાવી જોઈએ

ફૂલ જેવા થાઓ તો માનવ શું પ્રભુ પણ રીઝી જાયછે
દેવ જેવા થવા માટે ષટ રીપુ હરાવી જોઈએ

થઈ સિકંદર જગતમાં ખાલી હાથે જવાનું જાણીએ
હૃદયમાં ભરી પ્યાર “આકાશદીપ” મરણ દીપાવી જોઈએ

રમેશ પટેલ ‘આકાશદીપ’

Advertisements

4 Comments

 1. ઊગ્યું છે પ્રભાત સુંદર થોડી શ્રધ્ધા જગાવી જોઈએ
  અંતરમાં અજવાળા પાથરી થોડી પ્રભુતા પમાડી જોઈએ

  ઊર્મી ઉછાળી ઉરની, સંબધના સરવાળા કરી જોઈએ
  સંસારના વેરઝેરને ધરબાવી સૌના મુખ મલકાવી જોઈએ

  Aakashdeep,you are at very high level.Lovely.
  I enjoyed a gazal which leaves some impression.

  Vital Patel

 2. થઈ સિકંદર જગતમાં ખાલી હાથે જવાનું જાણીએ
  હૃદયમાં ભરી પ્યાર “આકાશદીપ” મરણ દીપાવી જોઈએ
  સુંદર્
  એતો સિકંદર હતો જે ખાલી હાથે ગયો
  અમે તો જઈશું તમારી યાદો સાથે લઈનૅ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s