સ્નેહ સંદેશ – રમેશ પટેલ ‘આકાશદીપ’

સ્નેહ  સંદેશ   દિવાળી  પર્વે  ઝીલું
ઊજાશ આંગણીએ પાથરી હર્ષ વેરું
આંખોમાં આંજી અમી દિવાળી ઊજાળું
હૃદયમાં ભરી ઉષ્મા જ્યોતિ પ્રગટાવું

ગોખલે ગોખલે પ્રગટાવું દીવા માયાળું
આચાર વિચાર શુધ્ધિથી ઘર શણગારું
ત્યાગી વેરઝેર શુભ સંકલ્પે વિચારું
ભૂલી અહંકાર સર્વને સ્નેહથી આવકારું

જ્યોતથીજ જગ વિસ્તર્યું ખીલ્યું સત્ત્વે
નિર્ગુણ શોભ્યું સગુણે છાયી વિશ્વે
દિપમાલાથી જેવા શોભે ઝરુખા પ્રકાશે
વિધ્યા ઉપાસનાથી સંસાર ખીલશે ઊજાશે

વદે બુધ્ધ આત્માના અજવાળે વિહરજો
ગ્યાન અજવાળે ચીંતવી આયખું ઊજાળજો

રમેશ પટેલ ‘આકાશદીપ’

Advertisements

6 Comments

  1. રમેશભાઈ…..આ તમારી રચના મને ગમી….અને,એના નીચેના શબ્દો>>>.

    ગોખલે ગોખલે પ્રગટાવું દીવા માયાળું,

    આચાર વિચાર શુધ્ધિથી ઘર શણગારં,

    ત્યાગી વેરઝેર શુભ સકલ્પે વિચારૂં,

    ભુલી અહંકાર સર્વને સ્નેહથી આવકારૂં

    ઘણું જ કહી જાય છે…અને મને બહું જ ગમ્યા !

  2. શ્રી રમેશભાઈ પટેલ(આકાશદીપ)

    પરેશભાઈ ના ટેક્શાસથી નવા વરસના નૂતન વર્ષાભિનંદન

    કવિલોક એસવી બ્લોગ અને ગુજરાતી માં અમેરીકા ખાતે ગુજરાતને નજીક રાખનાર દિવ્યભાસ્કર અને ગુજરાત ટાઈમ્સ માં આપની દીવાળી

    વિષે ખૂબજ ઘણી કૃતિઓની શીરમોર જેવી કવિતા વાંચી ,હૃદયમાં એક અનેરો ભાવ જાગવાથી દેવદીવાળીએ મારી શુભેછા સ્વીકારશો.

    મારા વાંચનમાં આવી ઉત્તમ વિચારોથી દીવાળીની વધામણી આપથકી મળી અને ખૂબ ખૂબ આનંદ થયો.

    પરેશ પટેલ

  3. WELCOME..HAPPY HAPPY NEW YEAR…
    ગોખલે ગોખલે પ્રગટાવું દીવા માયાળું
    આચાર વિચાર શુધ્ધિથી ઘર શણગારું
    ત્યાગી વેરઝેર શુભ સંકલ્પે વિચારું
    ભૂલી અહંકાર સર્વને સ્નેહથી આવકારું

    Chandra Patel

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s