ઓ ભાભી તમે.. – રમેશ પટેલ ‘આકાશદીપ’

લગ્ન ગાળાની છલકતી મોસમમાં ,આ ગીત તમે ..થોડા થોડા થાજો વરણાગી ની આજની પરિસ્થિતિ માટે ગાવાનું મન થયું.
બન્ને ગીતને સાથે માણશો તો તમને મજા આવશે.

ઓ ભાભી તમે….

ઓ ભાભી તમે(૨)
થોડા થોડા થાજો ગામડાના ગોરી

આ ફેશનની દુનિયા દીઠી નઠારી
નિત નવા નખરાથી લોભાવે નારી
એના સંગમાં(૨)
જોજો ના જાઓ લપેટાઇ, ઓ ભાભી તમે(૨)

દૂર દર્શને ચમકીલી ફેશન ગાજશે
ભપકાથી ભોળવી હળવે ખંખેરશે
દેખાદેખીના જમાને(૨)
ભૂલી ઉમ્મર ના જાશો જોતરાઇ, ઓ ભાભી તમે(૨)

થોડાં થોડાં રહેજો ગામડાનાં ગોરી
જાહેરાતનો જમાનો જગને ભરમાવશે
જલસા બતાવી જીવડાને બાળશે
ભોળા ભાઈને(૨)
આંખે રમાડી દેજો ના ભરમાવી, ઓ ભાભી તમે(૨)

નિત નવા સ્વાદોના ચટકાથી ચેતજો
દવાનાં બિલોના ઢગલા ના ઢાળજો
ઘરની રસોઇની માયા(૨)
જોજો ભૂલી ના જાય મારા ભાઈ, ઓ ભાભી તમે(૨)

થોડાં થોડાં રહેજો ગામડાનાં ગોરી
ભાઈ મારા છે ભોળા ભાભલડી
દેશે પગારની હાથમાં થોકલડી
સંભાળજો સાચવીને(૨)
ઉધારના શોખે દોડે ના ખોટે પાટે ગાડી, ઓ ભાભી તમે(૨)

થોડાં થોડાં થાજો..રહેજો ગામનાં રે ગોરી

રમેશ પટેલ ‘આકાશદીપ’

Advertisements

4 Comments

  1. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
    આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
    વિભાગમાં સમાવેશ કરેલ છે…
    (Last updated on: November 27, 2008 By Kantilal Karshala)

    http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s