હે પ્રીત પ્રતીક તાજ – દિલીપ ર. પટેલ (Dilip R Patel)

મુંબાઈનગરીની માણેક સમી તાજ મહાલ હોટલમાં ધર્માંધ થઈ કપિ શા માનવોએ ખેલેલો ખૂનખાર ખેલ જ્યાં પૂરો થયો છે ત્યાં હજુયે રડી રહેલી મુમતાજ પ્રીતના પ્રતીક શા તાજને પૂછી રહી છે.. 

હે પ્રીત પ્રતીક તાજ
તારા જ જન કાશ!  મંડ્યા તને કરવા તારાજ
આતંક આણીને આજ કીધાં જગ જન નારાજ
જોઉં આ શું મિરાજ? આંસુ રેલી રહી મુમતાજ   
 
રે મીત રસિક ધામ
હતી જહીં ફૂલ સુગંધ વહી રહી આનલ દુર્ગંધ 
ડાધુની કકળતી કાંધ જ્યાં નીકળતી બારાત 
જોઉં આ શું મિરાજ? આંસુ રેલી રહી મુમતાજ  
 
જે નિત પથિક થાન 
પર્વ પ્રેમ પ્રસંગ સમાય  નિત્ય આનંદ છવાય
ટુકડી ઘેલી ધર્માંધ મેલી મુરાદે મારે બેસહાય      
જોઉં આ શું મિરાજ? આંસુ રેલી રહી મુમતાજ  
 
શેં અરિ વાદ વિવાદ
અત્ર સર્વત્ર આઘાત ખુદા નામ કરે આપઘાત
કાં ન સૂઝે દૂજું કાજ કરવા રહીમને રળિયાત
જોઉં આ શું મિરાજ? આંસુ રેલી રહી મુમતાજ

છે કપિ કુત્સિત કાજ
લઈ નિર્દોષ જાન છો મથે નિર્જન જોવા જહાન
માનવ ના થશે મહાત માનવતા જ્યહીં મહાન  
જોઉં આ શું મિરાજ ? આંસુ રેલી રહી મુમતાજ

દિલીપ ર. પટેલ
ઓરેંજ, કેલિફોર્નીયા

Advertisements

5 Comments

 1. Dilipbhai you wrote such a touching poem, we mumbaikar really feel ashamed of ourselves that we witness such long dirty drama of deaths but now it’s high time to react, but one should not retaliate by fighting communal way as I know many muslims who never indulge in any such ill process so why we should fight with our own brother & sisters , as per my opinion now people knows the main culprit for terror attack which is none other then our RESPECTED POLITICIANS who roam around with Z+ security & blowing our hard earn money so first we should teach them a lesson all other things will get automatically streamline. Keep writing such inspiring poems.

 2. They donot understand love,must be treated
  with strong manner.

  જે નિત પથિક થાન
  પર્વ પ્રેમ પ્રસંગ સમાય નિત્ય આનંદ છવાય
  ટુકડી ઘેલી ધર્માંધ મેલી મુરાદે મારે બેસહાય
  જોઉં આ શું મિરાજ? આંસુ રેલી રહી મુમતાજ
  Ramesh Patel(Aakashdeep)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s