રવ – ડૉ. રાજેન્દ્ર ત્રિવેદી

રવ

કલરવ કરતો રવ પંખીનો,
આવ્યો હિમાળે થી આજ.
શાંત સરોવરમાં બેઠેલા,
મનને કરતો આજ અશાંત.

પુછતો મુજને આજ પરોઢે,
નિકટ કર્ણની આવી પાસ.
શાને તું આ નાદબ્ર્હમાં,
ડુબકા ખાવા માંડ્યો આજ.

શાન્તાશાન્ત ના ભેદ સમજવા,
મનને રવ કરતો રણકાર.
રઘુપતી રાઘવ રાજા રામ,
પતીત પાવન સિતારામ.

નાદબ્ર્હમના રવની સાથે,
રાજ તું કરવા માંગે આજ.
રટને રઘુપતી રાજારામ
એજ જરુરી નિશદિન કામ.

રાજેન્દ્ર ત્રિવેદી


TULSIDAL
rmtrivedi@comcast.net
dhavalrajgeera

2 Comments

  1. કલરવ કરતો રવ પંખીનો,
    આવ્યો હિમાળે થી આજ.
    શાંત સરોવરમાં બેઠેલા,
    મનને કરતો આજ અશાંત.
    આ ચિત્ર અંદરની આંખથી ઉકેલવા જેવું છે. ભૂખરી ભોમ પર મુગ્ધ પથરાયેલા વાયરા એ પણ શાંત છે. કલરવ કરતા પંખીઓ પણ પોતાના માળામાં સુપ્ત અને શાંત છે. હૂંફાળવાં સ્વપ્નોનો પણ કયાંય કોલાહલ નથી. પૃથ્વીનું આ દૃશ્ય. પછી આ આકાશ તરફ નજર. આકાશ સ્નિગ્ધ છે. ચંદ્ર એકલો છે. એકલતાની કોઇ ફરિયાદ નથી. એ પણ શાંત છે. જળમાં પડેલાં વૃક્ષોમાં પ્રતિબિંબ પણ પ્રશાંત છે. પ્રકૃતિ આટલી બધી શાંતિમય. પ્રકૃતિ સ્નેહઝરતી, સ્નિગ્ધ, મુગ્ધ, વૃક્ષના વર્તુળ આકાર ખરા પણ કયાંય વમળ નહીં.
    નાદબ્ર્હમના રવની સાથે,
    રાજ તું કરવા માંગે આજ.
    રટને રઘુપતી રાજારામ
    એજ જરુરી નિશદિન કામ.
    ખૂબ સરસ
    શબ્દોથી ગઝલ તો સૌ કોઈ માણે,
    ચાલ ની રવ ગઝલ માણી લઈએ.

Leave a comment