આકાશ દર્શન – રમેશ પટેલ ‘આકાશદીપ’

આકાશ દર્શન

અમેરિકાના જ્યોર્જીઆ રાજ્યના બ્રુન્સવિક ટાઉનમાં,નાના સુંદર જળાશયોના કિનારે
નિવૃત લોક સમુદાય માટે ગોળ ફરતા રમણીય આવાસો છે.પાછળ કોરીડોરમાં
લોન ઉપર.ખુલ્લા આકાશ નીચે,ફુવારાના રવ અને ઊંચા વૃક્ષોની ઘટાઓ
સાથે સાંજના ચાર વાગે આકાશ મનભરીને ખીલે છે.આ અમી પ્રસાદને
આ કવનમાં ઝીલી માણ્યો છે.

આકાશ દર્શન

રુપ નીતરતું આભ અનેરું,છલકી મનમાં છલકાતું હતું
શ્વેત શ્યામલ ઘટા ઉપહારે, નભ ભૂરું મલકાતું હતું

દૂર ગગનની ધૂપ છાવમાં,લીલા ડુંગર લહેરાતા હતા
પંખ પસારી વ્યોમ પંખીડાં,મસ્ત મસ્તીથી વિહરતાં હતાં

અધ ખૂલ્લા આકાશને સૂરજ, ભૂરા રંગે ભરતો હતો
દિવ્ય ઘૂમ્મટના દર્શન પામી, પૃથ્વીવાસી હરખાતો હતો

પગ હલેશે નીર પટમાં,જળચર પથ પ્રગટાવતા હતા
જળ તરંગો અનંગ સપાટે, સરોવરને લહેરાવતા હતા

ઉડતા આવી પંખી ટોળા, વૃક્ષે કલરવ ભરતા હતા
ભરી છાબ ઉમંગના પુષ્પે,વિધાતા આજ હરખાતા હતા

દોડી આવી નાનો આદી,દાદા દાદાનો બોલ રટતો હતો
ધન્ય એ મંગલ ક્ષણોએ,પ્રભુ પ્રસાદ પ્રગટતો હતો

નયન રમ્ય ચિત્રણ ચીત્તે, કોઈ આવી ચીતરતું હતું
પુનીત પળે મનોહર ઉજાશે,દર્શન સંતોષનું ખીલતું હતું

રમેશ પટેલ ‘આકાશદીપ’

Advertisements

2 Comments

 1. દૂર ગગનની ધૂપ છાવમાં,લીલા ડુંગર લહેરાતા હતા
  પંખ પસારી વ્યોમ પંખીડાં,મસ્ત મસ્તીથી વિહરતાં હતાં

  અધ ખૂલ્લા આકાશને સૂરજ, ભૂરા રંગે ભરતો હતો
  દિવ્ય ઘૂમ્મટના દર્શન પામી, પૃથ્વીવાસી હરખાતો હતો

  Enjoyed.You are lucky and we all are too lucky,
  to read it.
  Sweta Patel

 2. ભરી છાબ ઉમંગના પુષ્પે,વિધાતા આજ હરખાતા હતા

  પુનીત પળે મનોહર ઉજાશે,દર્શન સંતોષનું ખીલતું હતું

  આકાશ દર્શનનું સુરેખ ચિત્ર. કવિતા દ્વારા સાનિધ્યમાં બેસી ગયા તેવી લાગણી અનુભવી.

  આ બંને પંક્તિઓ સુવર્ણ મહોર જેવી લાગી.

  ધન્યવાદ

  ચીરાગ પટેલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s