પ્રજાસત્તાક દિન પ્રસંગે – ડૉ. જગદીપ નાણાવટી

देख लहरता है तीन रंगा
कोई ना लेना हमसे पंगा

द्वंस करेगा चक्र सुदर्शन
एक जगह जो होगा दंगा

लाल है सरहद पर, दो आंखे
रंग हरा रखता मन चंगा

पंख सफेदीके फेलाएं
आज सभी देशोके संगा

अंत समय आया आतंकी
सत्य समझलो है ये नंगा

HAPPY REPUBLIC
DAY
TO
ALL
MY
READERS
DR.JAGDIP
HINA
_____________________________________

આ દેશનો તિરંગો ભગવો જ કરવો પડશે
સરહદને તોડી ફોડી નક્શો બદલવો પડશે

બાઈબલ, કુરાન, ગીતા, કહેતા નથી કશું, પણ
આ માનવીનો આતમ, સરખો સમજવો પડશે

આગળ ધર્યા’તાં કાયમ બંધુત્વ કર કમળને
જે હાથ કાલ ઝાલ્યો, આજે મરડવો પડશે

નિયતને નામે આંતક, નેતા તમે કરો છો
સમજી જજો સમયસર, રસ્તો પકડવો પડશે

પ્રગટાવી મીણ બત્તી, દેશું સલામી કિંતુ
વળતો જવાબ આપી, ઉત્સવ ઉજવવો પડશે

ડૉ. જગદીપ નાણાવટી

1 Comment

  1. કદાચ આપ જાણતા હશો તેમ, ‘દિવ્ય ભાસ્કર’માં છેલ્લાં એક વર્ષથી, ઇન્ટરનેટની વિવિધ ઉપયોગી સર્વિસીઝ વિશે સરળ ભાષામાં સમજ આપતી એક કૉલમ ચાલે છે. હવે તે વેબસાઇટ (www.cybersafar.com) સ્વરૂપે પણ ઉપલબ્ધ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટના નવાસવા પરિચયમાં આવેલા લોકોને તેની ઉપયોગીતા દર્શાવવાનો અને ગુજરાતી બ્લોગજગતનો નજીકનો પરિચય કરાવવાનો છે.

    સાઈટ પર ગુજરાતી બ્લોગજગતની માત્ર લિંક મૂકવાને બદલે, આરએસએસ ફીડની મદદથી મુલાકાતીઓ વિવિધ બ્લોગ પર મુકાતી તાજી કૃતિઓની ઝલક મેળવી શકે અને પસંદગીની પોસ્ટ પરથી જે તે બ્લોગ પર જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

    ‘ઝલક ગુર્જરી’ નામના આ વિભાગનું કામ હજી ચાલુ છે. આપને ખાસ વિનંતી કે આપના બ્લોગની ફીડલિંક તેમાં ન હોય કે તેમાં કંઈ ભૂલ હોય અથવા આપ બ્લોગની લિંક તેમાંથી દૂર કરવા માગતા હો તો himanshu@cybersafar.com પર જણાવશો.

    આભાર,

    હિમાંશુ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s