વેરાયાં વ્હાલ – રમેશ પટેલ ‘આકાશદીપ’

વેરાયાં વહાલ

અહો વેરાયાં વહાલ શું વસુંધરાએ!
માવતરની મમતા બની જગે રમે

પ્રેમ રસ ઉરે ઝરે ઝરે,
ને વાત્સલ્યથી `નયનનાં નેહ ભીંજવે

વસતે ખીલ્યું વૃક્ષ ઝૂમતું
જાણે ગુલાબી શ્વેત સુમનથી મઢ્યું

પુષ્પ પતંગિયાની દીઠી રમતું,
શું આ જ છે યૌવનની રસિક પ્રીત્યું?

છલકાવી પ્રેમ પ્રકૃતિ સઘળે હસી
વર્ષા ભીંજવે ઝણઝણાવી પ્યારથી

પ્રેમની વાત છે ગહન ઊંડી
ઝીલે સજન હૈયે પ્રીતિ મસ્તીથી

પ્રેમ છે અનુભુતિ, વાતોમાં કેમ જડે?
પ્રેમ છે ધૂપસળી, જલે તો સુગંધી મળે

સાકરનો સ્વાદ વર્ણનથી ના ખીલે
પ્રેમમય ઈશ્વરથી જ આ જગત નભે

રમેશ પટેલ ‘આકાશદીપ’

Advertisements

4 Comments

 1. અહો વેરાયાં વહાલ શું વસુંધરાએ!
  માવતરની મમતા બની જગે રમે

  પ્રેમ રસ ઉરે ઝરે ઝરે,
  ને વાત્સલ્યથી `નયનનાં નેહ ભીંજવે
  આપની આ રચના જાણે “વર્ષા” નું પહેલું આગમન!!!!!!!!!

 2. કેટલી સુંદર કવિતા.

  જાણે સાહિત્ય સાગરમાંથી મોતી મળ્યું.

  એકએક પંક્તિ ચોટદાર લાગી.

  હૃદયથી અભિનંદન્.

  ચીરાગ પટેલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s