હરિના ઉત્સવ – રમેશ પટેલ ‘આકાશદીપ’

હરિના ઉત્સવ

રઢિયાળી રાત સજતી શણગાર, ટમટમે તારલાની ભાત
ધુમ્મર ચાલે મહાલતી વહાલે, વરઘોડાની વરણાગી ચાલ
ઓવરણાંએ હરખ્યું પ્રભાત અંતર મંદિરીએ
હરિ નિત ભાળું ઉત્સવ તારા આંગણીયે

ચાંદનીના ચંદરવે સાગરનાં શમણાંએ, ઊછળતો નૃત્યોનો નાદ
મોંઘેરાં મોતીનો થાળ ભરીને , ગજવો રે શંખોના સાદ
અવની અંબરના મધુરા મેળ અમે માણીએ
હરિ નિત ભાળું ઉત્સવ તારા આંગણીયે

વીજના હાર હીરલે વાદળ દંદુભીએ, આછેરા દેવ તમે ઝૂમજો
ઘેરા નાદે વગડો વંઠાળીને છાતીએ સુસવાટા ના તણાવજો
આવડા હરખે હરજી તાંડવ ના પલાણીએ
હરિ નિત ભાળું ઉત્સવ તારા આંગણીયે

ઝરમર ઝરમર ઝીલીએ અમીને, વ્યોમેથી વરસે રે વહાલ
ખળખળ સાદે સંગીતના તાલે , કુદરત છેડે રે સાજ
પથ્થરમાંથી પ્રગટતા સંગીતે અમે ડોલીએ
હરિ નિત ભાળું ઉત્સવ તારા આંગણીયે

સુમન શણગારે રેશમ ગાલીચે મહેંકતું મઘમઘી જંગલ
ચૈતન્ય ઝીલે આનંદ મંગલ ને ઊછાળે ઉમંગ અનંગ
ભાવ નજરિયે અંતરમાં આશરો ઝીલીએ
હરિ નિત ભાળું ઉત્સવ તારા આંગણીયે

રમેશ પટેલ ‘આકાશદીપ’

4 Comments

  1. વીજના હાર હીરલે વાદળ દંદુભીએ, આછેરા દેવ તમે ઝૂમજો
    ઘેરા નાદે વગડો વંઠાળીને છાતીએ સુસવાટા ના તણાવજો
    આવડા હરખે હરજી તાંડવ ના પલાણીએ
    હરિ નિત ભાળું ઉત્સવ તારા આંગણીયે

    Thanks to share in holy month.
    Enjoyed deeply with heart.
    Vital Patel

  2. ઓવરણાંએ હરખ્યું પ્રભાત અંતર મંદિરીએ
    હરિ નિત ભાળું ઉત્સવ તારા આંગણીયે

    શ્રાવણ માસ એટલે ભક્તિના ઉત્સવ.

    હરિ દર્શનની ઉત્કંઠા આકાશદીપ ભાવભરીને

    છલકાવી ગયા.

    Very nice, thanks to share.

    ચીરાગ પટેલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s