ગલીયે ગલીયે ચૌકે ચૌકે,
રાવણ મળ્યા મોકે મોકે.
કોને વીંધુ કોને તારુ,
રામ મુંજાણા કેટલા મારું.
ન માન માં નું ન આદર પિતાનો,
વાંક દેખાય છે આજની સિતાનો.
સિતા જો ના રોકે તેના કામણ ને,
રોકે કેમ મંદોદરી રાવણને.
ઉપરનું મળે નોકરી એમ કરવી,
ઘરની માંગણીઓ પુરી કેમ કરવી.
સિતા જો ના મુકે રટણ સોનાનું,
લાવે કયાંથી રામ આજ હરણ સોનાનું,
હું ધારું તો એને બધું મળે,
વિચારે સુગ્રીવ એમાં મને શૂં મળે.
હદ ધરતીની લંકાને સીમા છે આસમાનની,
ટુંકી પડે છે બાળવા પુંછ હનુંમાનની.
એની જ કાલ હતી,
એની જ આજ છે.
લવ કુશ રહેજો ચેતતા,
આ રાવણરાજ છે,
આ રાવણરાજ છે.
વિપુલ જાંબુચા
હતું કેટલું ખાલી આ હૃદય, તે ભર્યું ભાવના ઓ થી,
સૂના મારા ચિંતન ભરાયા , પ્રેમ ની કલ્પનાઓ થી,
હતી કેવી શૂન્ય માં પથરાયેલી રાતો એ મારી,
અધૂરા સપનાઓ મારા સજાયા સંભાવનાઓ થી,
વધુ માં શું કહું કે, ના રહેવા દીધુ તે કઈ કહેવા ને બાકી,
જીવન પુસ્તક મારુ તે ભર્યું પ્રસ્તાવના ઓ થી,
કરજ તારો ઉતરશે કોણ જાણે કેમ અને કે’દી,
જીવન થયું છે જીવવાલાયક, ફક્ત તારી ચાહનાઓ થી,
હતું કેટલું ખાલી આ હૃદય, તે ભર્યું ભાવના ઓ થી,
સૂના મારા ચિંતન ભરાયા , પ્રેમ ની કલ્પનાઓ થી,
– વિપુલ જાંબુચા (05.05.2020)
easy life
તું ના થયો તું, મને હું થવા તો દે,
તોફાન ના દે તો ના ભલે, થોડી હવા તો દે.
આવી ના સરળ આપ મને ઝીંદગી ઐ ખુદા,
તકલીફો થી ક્યારેક ગુજરવાતો દે.
જીવનના મારગ પર ભટકવું ગમશે મને,
ચાલતા ચાલતા થાકીયે જવું ગમશે મને.
પહેલા કદમ પર ન આપ મંઝિલો,
સફર પર થોડો દૂર જવા તો દે.
તું ના થયો તું, મને હું થવા તો દે,
દિવસનાં તડકાઓ સહવા છે મારે,
રાતો ના અંધકાર ચીરવા છે મારે
ઠોકરો શીખવાડે છે રીત ચાલવાની,
કડવા અનુભવો કદી અનુભવવા તો દે.
તું ના થયો તું, મને હું થવા તો દે,
લાગણીઓને પ્રેમની રફ્તાર આપી જોઉં,
સૂના પડ્યા હૃદયને ફરી ધબકાર આપી જોઉં.
ભરી દે નવી તાજગી ફરી જીવન માં,
થોડા ઘણા એવા શ્વાસો નવા તો દે.
તું ના થયો તું, મને હું થવા તો દે,
આવી ના સરળ આપ મને ઝીંદગી ઐ ખુદા,
તકલીફો થી ક્યારેક ગુજરવાતો દે.
તોફાન ના દે તો ના ભલે, થોડી હવા તો દે.
તું ના થયો તું, મને હું થવા તો દે,
– ‘વિપુલ’ જાંબુચા ( 13/08/2016 )
અમથું અમથું હસતા હસતા આંખો ભીંજાઈ જાતી’તી,
તારી યાદો ની ઝાકળમાં, પાંપણ પલળી જાતી’તી.
દિવસો ને તો માનવી લેતી હું, થોડી ઘણી બેચૈનીથી,
ઊડતી નીંદરો ને જોઈને, રાતો રિસાઈ જાતી’તી.
તારી યાદો ની ઝાકળમાં, પાંપણ પલળી જાતી’તી.
તારી હાલત પણ આ જ હશે, હતી એની ખાતરી મને,
તારા કોરા પત્રો માં પણ, વ્યથાઓ વંચાઈ જાતી’તી.
તારી યાદો ની ઝાકળમાં, પાંપણ પલળી જાતી’તી.
હૃદયની આ વેદના એ પ્રીત ની રીત સમજાવી છે,
વ્યથા વિરહની સહતાં સહતાં, મિલન ની કિંમત સમજાતી’તી.
તારી યાદો ની ઝાકળમાં, પાંપણ પલળી જાતી’તી.
અમથું અમથું હસતા હસતા આંખો ભીંજાઈ જાતી’તી,
તારી યાદો ની ઝાકળમાં, પાંપણ પલળી જાતી’તી.
– વિપુલ જાંબુચા (09/08/2016)
મળતા નથી ગ્રહો,
તો શું કરીયે કહો.
ચાલો ના સાથે તો કાંઈ નહીં,
ઉભા તો ના રહો.
મળી જશે કારણ કંઈક,
સમયસર આ સંબંધનું.
સહાય જો અસમંજસ થોડી,
થોડો સમયતો સહો.
મળતા નથી ગ્રહો
અમથું તો આ હૃદયને,
લાગી નાં આવે આમ,
વહેતી આ લાગણીઓમાં,
વહી શકો વહો.
મળતા નથી ગ્રહો
ચાલો ના સાથે તો કાંઈ નહીં,
ઉભા તો ના રહો.
મળતા નથી ગ્રહો,
તો શું કરીયે કહો.
– વિપુલ જાંબુચા (06/08/2016)
Read More At :- http://www.thewayilivemylife.com
VERY GOOD,
GO AHEAD
wah bhai wah shu kavita lakho chho. haju vadhare lakhvanu ne
gandhidham avo to malvanu rakhjo
Please send me mail id
thanks