કોલંબસની કલ્પેલી ભારત ભોમકા – દિલીપ ર. પટેલ (Dilip R Patel)

ક્રિસ્ટોફર કોલમ્બસ ભડવીર થઈને ભારતભૂમિની તલાશમાં નીકળીને શું ભુલથી જ કે પછી સમૃધ્ધિથી લલચાઈને અમેરિકાને તીર આવ્યો? ભારતની ભોમકાને શોધવાના એ સાગરખેડુના સોનલ શમણાં જ્યારે સાકાર નથી થયા ત્યારે ભારતથી આવતા ને આવીને અમેરિકામાં વસવાટી થયેલા ભારતીયજનો જ અહીં સનાતની સંસ્કૃતિ સેવીને, સદાચારી સંસ્કાર સજીને તેમજ અમેરિકાની અનુકરણીય નીતિ-રીતિને અપનાવીને ભારત ભોમને અમેરિકાલોકમાં ઉતારી શકે તો કેવું ! આ રીતે જ કોલમ્બસને એની યાદગીરીમાં ઉજવાતા કોલમ્બસ ડે (ઓક્ટોબરનો બીજો સોમવાર)ના દિવસે ભવ્ય અંજલિ આપી શકાશે. આજના અહીં આવતા ને વસતા બધા ભારતીય અમેરિકન કોલમ્બસ દ્વારા કોલમ્બસની એ કલ્પનાને કંડારવા મથતું, સાગરખેડુના શમણાંને સાકાર કરવા મથતું ‘દિલ’ આમ ગૂંજે છે…કોલંબસની કલ્પેલી ભારત ભોમકા (બે વર્ષ બાદ નવા રૂપમાં)

કોલંબસની કલ્પેલી ભારત ભોમકા, હાલો રે ઉતારીએ યુએસ લોકમાં
એનઆરઆઈ પીઆઈઓ બાઈ ભાઈઓ જે વખણાઈ વેદોના શ્લોકમાં
પશ્ચિમી પરદેશમાં આવ્યા સારું સઘળું લેવા સત્વ સાચું આપણું દેવા
હિન્દ સંસ્કૃતિ કેરી સનાતન સોનેરી હારમાળા સજાવીએ ઉન્નત ડોકમાં

ભણ્યો કોલંબસ વહાણવટીની લકીર માણવા ભારત નીર
શીદ એ આવ્યો યુએસ તીર? ચાલો વિચારીએ ધરી ધીર
ચુંબક શું સમૃધ્ધિ સલિલ કે બદલાયો સંસ્કૃતિનો સમીર?
ભૂલથી જ શું ભૂલીને દિશ યુએસ લાંગર્યો કોલંબસ વીર?
કોલંબસની કલ્પેલી..

ભારતવર્ષ આ વિશ્વને દેવા યુએસએ લાંગર્યો એ ભડવીર
ગ્લોબલ ગામ સાગર ગીર વસુધા કુટુમ્બે એક જ હો પીર
ઈતિહાસ પાને જે ગાથા ગવાઈ બસ એને કરીએ સવાઈ
હાલો રે ભેરુ હિન્દ કેરું હીર ઉમંગે ઉતારીએ યુએસને તીર
કોલંબસની કલ્પેલી..

ભોગ વાસના વિવેકથી સેવી, યોગ સાધના વિશ્વને દેવી
અહિંસા પરમો ધર્મ કેરી એ વાત શાકાહારી રહીને કહેવી
કુટુમ્બભાવના રક્તમાં વણી સ્મરીએ એ સદા ભણી ગણી
સત્યમેવ જયતે જાણી ગાંધીવાદ માણી વિકૃતિ ન સહેવી
કોલંબસની કલ્પેલી..

યુએસના અજોડ ઉત્તમ કાયદા સ્નેહે સેવી લભીએ ફાયદા
સમય પાલન અભિવાદન આભાર વદી પાળીએ વાયદા
વ્યસન રાગ તજી વાઈન સંસાર સજવા ડીવાઈન સંસ્કાર
હિન્દના પારસી જેમ ભળી પરદેશમાં ન રહીએ અલાયદા
કોલંબસની કલ્પેલી..

ધંધા રોજગાર વિજ્ઞાન રીતને ગુણીએ ગણી પૂર્વનું ગણિત
પ્રેમ રહેમ ને નીતિનેમથી નગર વાતાવરણ કરીએ લલિત
નિવૃત્તિ મહીં પ્રવૃત્તિમય રહી નિરામય રહીએ પરસેવા સહી
નિસર્ગ પ્રેમ ઉર ભરી સ્વચ્છ પર્યાવરણ કરી જીવીએ હરિત
કોલંબસની કલ્પેલી..

સાગરખેડુનો જે સુવર્ણ ઉન્મેષ સંસ્કૃતિ સજી પુરીએ ઉદ્દેશ
ભૂલી ભજન ભોજન ભાષા ભેખ જીવનરીતિને ન દૈએ ઠેસ
સીંચી સત્ સદાચાર સેવા ભવરણ કરીએ વનરાવન જેવા
ક્રિસ્ટોફરનો ક્રિસ્ટલ ભારત દેશ આવો કંડારીએ રહી યુએસ
કોલંબસની કલ્પેલી..

દિલીપ ર. પટેલ
ઓરેંજ, કેલીફોર્નિયા

Advertisements

1 Comment

 1. ભારતવર્ષ આ વિશ્વને દેવા યુએસએ લાંગર્યો એ ભડવીર
  ગ્લોબલ ગામ સાગર ગીર વસુધા કુટુમ્બે એક જ હો પીર
  ઈતિહાસ પાને જે ગાથા ગવાઈ બસ એને કરીએ સવાઈ
  હાલો રે ભેરુ હિન્દ કેરું હીર ઉમંગે ઉતારીએ યુએસને તીર
  કોલંબસની કલ્પેલી..

  એકબીજાનું કલ્યાણકારી આદાન પ્રદાન વસુધાને અમૃતથી સીંચશે,

  સૌના યોગદાનને આવ્હાન આપતી કૃતિ.

  કોલમ્બસ ડે પર સરસ વૈચારિક રચના.

  અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s