દિવાળી – રમેશ પટેલ ‘આકાશદીપ’

દિવાળી

મારું નાનકડું ગામ ,જાણે ગોકુલિયું ધામ
રુડી સરોવરની પાળ,ઝૂલે વડલાની ડાળ
હસે પનઘટના ઘાટ, ગાગર છલકે રે વાટ
દોડી કરીએ દિવાળીએ સ્નેહે સન્માન
કે મારા …આંગણાના થાજો મહેમાન

લાલી છાઈ આકાશ, વરતાય હૈયે ભીંનાશ
માવતરનાં મીઠાં છે ગાન,,ધરે જીવન પ્રસાદ
આદરનાં ઉભરાયે પૂર,મલકે વડીલોનાં ઉર
પ્રકાશ પર્વના છલકે છે પ્રેમ ભર્યા પૂર
ઝીલો ઝીલો હૈયે દોડી આજ ઉમંગી નૂર

શુભ સંકલ્પની જ્યોતી, ભાઈબીજની રે ખુશી
હૈયાને હરખે હીંચોળી, પૂરીએ રુડી રંગોળી
ફટાકડાએ દેજો નવરંગોથી દિવાળી ઉજાળી
ને વધાવીએ નવલ વર્ષને વેરઝેર ડુબોડી
કે આજ મીઠી લાગે મારી રુપલી દિવાળી

રમેશ પટેલ ‘આકાશદીપ’

Advertisements

3 Comments

 1. લાલી છાઈ આકાશ, વરતાય હૈયે ભીંનાશ
  માવતરનાં મીઠાં છે ગાન,,ધરે જીવન પ્રસાદ

  ને વધાવીએ નવલ વર્ષને વેરઝેર ડુબોડી
  કે આજ મીઠી લાગે મારી રુપલી દિવાળી
  Very Nice,
  Shri Dr Dilipbhai..Best Wishes for prosperous New Year.

  Chandra Patel

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s