માનુષી માઉસ – દિલીપ ર. પટેલ (Dilip R Patel)

માનુષી માઉસ

કેવું સુપર કમ્પ્યુટર જાણે જગ શું સુંદર આયુષી હાઉસ
પ્રભો પ્રો પ્રોગ્રામર આઉચ કરતો અંદર માનુષી માઉસ

રવિશશીનો પકડદાવ કોટિકલ્પે નવ કોઈ થાયે આઉટ
લખચોરાશીમહીં ચકરાવા મારી પડતો માનુષી માઉસ

વર્લ્ડ વાઈડ વેબ શી વિશાળ વળી દિવ્ય દીધી દ્રષ્ટિ
વંશવેલામાં મોહાંધ ગાંડોઘેલો ફરતો માનુષી માઉસ

ભૂતળ ન થાયે ઓવરહીટ માંહી છો દાવાનળની હસ્તિ
વાસના જળમાં આસુરી દવથી બળતો માનુષી માઉસ

સાગર ધારે સઘળુ સલિલ આવે ભલે ઓટ કે ભરતી
દુ:ખમાં ડાઉન સુખે ઓવરલોડ થતો માનુષી માઉસ

પંચમહાભૂતના આવેગ આક્રોશે સંતુલિત રહેતી સૃષ્ટિ
વિચાર શા બાઈટથી હાર્ટ ફેઈલ જતો માનુષી માઉસ

અખિલ આંગણે અનંતને ઓજસવાની પરમ કેરી વૃત્તિ
ન અહંશૂન્ય ને શૂન્ય એકનો મુનિમ થતો માનુષી માઉસ

વોલપેપર વસુંધરાએ વન સમંદર પર્વત કેરી ગૂંથણી
સ્વાર્થ નેપ્થયે મન વિંડો શટડાઉન કરતો માનુષી માઉસ

આયખુ આખું આનંદ અર્પવા બક્ષી છે મહામૂલી પૃથ્વી
મામૂલી પરપંચાતી દોટમહીં ડૉટ થતો માનુષી માઉસ

આભ છત્ર અવનિ શૈયા એક પરિવાર વસુધાની વસ્તી
હાઉસ નામે ટુકડા કાજે મ્યાઉં થૈ ફરતો માનુષી માઉસ

દિલીપ ર. પટેલ
ઓરેંજ, કેલિફોર્નિયા

3 Comments

 1. Dear Dilipbhai,

  Nice Poem… ” પંચમહાભૂતના આવેગ આક્રોશે સંતુલિત રહેતી સૃષ્ટિ
  વિચાર શા બાઈટથી હાર્ટ ફેઈલ જતો માનુષી માઉસ

  અખિલ આંગણે અનંતને ઓજસવાની પરમ કેરી વૃત્તિ,
  ન અહંશૂન્ય ને શૂન્ય એકનો મુનિમ થતો માનુષી માઉસ.

  Rajendra

  http://www.bpaindia.org

 2. આભ છત્ર અવનિ શૈયા એક પરિવાર વસુધાની વસ્તી
  હાઉસ નામે ટુકડા કાજે મ્યાઉં થૈ ફરતો માનુષી માઉસ

  દિલીપ ર. પટેલ
  science has given many advantages and one more
  you have added by this poem.

  Nicely knitted feelings.
  Ramesh Patel(Aakashdeep)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s