ભારતની ગૌરવગાથા – સ્વપ્ન જેસરવાકાર

ભારતની ગૌરવગાથા

(રાગ— આંધળી મા નો કાગળ )

ભારત છે દેવતાઓની ભૂમિ , થયા ઋષિ મુની ને સંત
એવી આધ્ય્ત્મીક્તાની ધરતી પરથી, દીપેશ લખે ખત
ભાઈ મારો નોર્વોક ગામે
બ્રિજેશ જેસરવાકર નામે
રામ -કૃષ્ણ -બુદ્ધ -નાનક ને થયા મહાવીર સ્વામી
હનુમાનજી-જલાબાપા-કબીર ને સહજાનંદ સ્વામી
સવાર-સાંજ આરતી કીર્તન થાયે
ભક્તિ ભાવમાં સૌ તરબોળ દેખાયે
સૂર્ય -ચંદ્ર – અગ્નિ – ધરતી- પવન ને ગૌમાતા
મહેનત પ્રમાણે આપે છે સૌને ઉપરવાળો અન્નદાતા
ગંગા-જમના- ગોદાવરી ને સરસ્વતી
તાપી- નર્મદા- મહી ને સાબરમતી
આ ધરતી પર માનવતા છે એક રૂડી ચીજ
આવેલા ને આવકાર આપે ઈજ્જતની છે બીક
ભૂખ્યાને એ ભોજન કરાવે
મુસીબત ટાણે દોડી રે આવે
સંસ્કૃત છે ધર્મની ભાષા અંગ્રેજી વેપારે વપરાય
હાંડી તો છે રાષ્ટ્ર ભાષા , ગુજરાતીએ વિવેક દેખાય
તમારે ત્યાં પાણીના પૈસા લેવાય
અહી તો મફત પરબો મંડાય
ઝાંસીની રાની- તાત્યાટોપે ને થયા બહાદુરસા ઝફર
સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓએ કરી કુરબાનીની સફર
થયો વિક્રમ પરદુઃખભંજન રાજા
રાણા પ્રતાપ ને શિવાજી મહારાજા
આ દેસની ધરતી પર થઇ ગયો એક ફકીર
આફ્રિકાની ભૂમિ પર ફેક્યું સત્યાગ્રહ નું તીર
સાબરમતીનો સંત એ કહેવાયો
અહિંસાના રસ્તે આઝાદી લાવ્યો
ભગતસિંહ -આઝાદ-મોલાના -લાલ-બાલ ને પાલ
શાસ્ત્રી-સુભાષ -નહેરુ ને સરદારે કરી છે કમાલ
અંગ્રેજી હકુમત ને ધ્રુજાવી
અખંડીતતા ની ધૂણી ધખાવી
ગેટ વે ઓફ ઇન્ડિયા મુંબઈમાં ને કલકત્તામાં બ્રીજ હાવરા
કુતુબ ,લાલકીલો દિલ્હીમાં ને તાજમહાલ છે આગ્રા
આણંદ માં છે અમુલ દેરી
રથયાત્રા માટે અમદાવાદ કે પૂરી
ગ્વાલિયર ને વડોદરા શ્રીમંત રાજવી ના શહેર
અજન્તા-ઈલોરા ની ગુફાઓ ને લખનઉંની છે લહેર
જયપુર તો છે ગુલાબી નગર
પટના મદ્રાસ ને અમૃતસર
અમેરિકા -રશિયા-ઇન્ગ્લંદ-દુબઈ ને પાકિસ્તાન
ભારતને જ માતા કહેવાય ના ચીન કે જાપાન
સમર્પણ ની ભાવના શિખાએ
પડોસી રાષ્ટ્રો ની મદદે જાયે
હવે વિગતવાર જણાવો ,મનડું હજુ ના ધરાય
અહીના લોકો કલ્પના કરે ,અમેરિકા કેવું દેખાય
ભારતની ગાથા દુનિયામાં ગવાય
‘સ્વપ્ન’ ની પાખે જો બેસવાનું થાય

સ્વપ્ન જેસરવાકાર

(૧૯૯૨ ના ફેબ્રુઆરીમાં લખેલું)

Advertisements

3 Comments

 1. મુરબ્બી શ્રી,
  આપે મારી ” ભારતની ગૌરવ ગાથા ” આપના કવી લોકમાં પ્રસિદ્ધ કરી
  તે બદલ આભાર. અમેરિકાની ઝાંખી – અમારા ચૂટેલા અમને નડે છે –
  દુનિયાના દેશોનો સમન્વય- ભારતના સપૂતો ને શ્રદ્ધાંજલિ – ભજનો-
  માં ગુર્જરીની આરતી- બાર માસ -પ્રમુખ સ્વામી- મોરારી બાપુ
  આવા અને પ્રકારના કાવ્યો ” પરાર્થે સમર્પણ” માંથી મેળવી લેશો.

  “સંસ્કૃત તો ધર્મની ભાષા, વળી અંગ્રેજી વેપારે વપરાય,
  હિન્દી તો છે રાષ્ટ્ર ભાષા પણ ગુજરાતીએ વિવેક દેખાય .”

  સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s