પ્રસંગ
ગઝલને આંગણે શબ્દો વરે છે
રદીફ ને કાફીઆ ફેરા ફરે છે
પ્રથમ, શરણાયુને મત્લા વગાડે
પછી વસમી વિદા મક્તા કરે છે
લગાગા ગાલગાને શામિયાણે
વિવિધ અશઆરની વાની ધરે છે
વડીલોની જગ્યાએ મહેફિલે સૌ
મરીઝ, ગાલિબ, ને ઘાયલને સ્મરે છે
તમારી વાહ વાહી થી ભર્યો એ
હજુ માહોલ અમને સાંભરે છે
ડૉ. જગદીપ નાણાવટી
Advertisements
ડૉકટર સાહેબ, વાહ… ગઝલનો એક આખેઆખો અવસર મણાવી દીધો.
લગાગા ગાલગાને શામિયાણે
વિવિધ અશઆરની વાની ધરે છે
+
અર્થ ઘોળ્યાં શબ્દમાં તો પણ એ બહુ જામી નહીં,
ભાવ ને લયથી સજાવી તો ઘણી ઝૂમી ગઝલ.
કૈંક પીડા પીગળે, ત્યારે ગઝલ સર્જાય છે,
આંસુ જ્યારે ઓગળે, ત્યારે ગઝલ સર્જાય છે.
આહ દીલથી નીકળે, ત્યારે ગઝલ સર્જાય છે.
જામ ચીસોના ઢળે, ત્યારે ગઝલ સર્જાય છે.
જખ્મ જુના સળવળે, ત્યારે ગઝલ સર્જાય છે.
ભીતર કૈંક ખળભળે, ત્યારે ગઝલ સર્જાય છે.
વેદના ટોળે વળે, ત્યારે ગઝલ સર્જાય છે.
સેંકડો સપનાં બળે, ત્યારે ગઝલ સર્જાય છે.
ડુસકાં સૌ ટળવળે, ત્યારે ગઝલ સર્જાય છે.
હોય કાં ડુમો ગળે, ત્યારે ગઝલ સર્જાય છે.
ઠોકરો જ્યારે મળે, ત્યારે ગઝલ સર્જાય છે.
શબ્દમાં લોહી ભળે, ત્યારે ગઝલ સર્જાય છે.
જીન્દગી ખુદને છળે, ત્યારે ગઝલ સર્જાય છે.
મોત આવે અટકળે, ત્યારે ગઝલ સર્જાય છે.
wahhhhhhhhhhhhhhhh