જિંદગી – પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’

જિંદગી

આવતી કદી જો રીમઝીમ વર્ષાની હેલી,
જાણે સોહામણા ભવિષની કરતી આગાહી,
તો ક્યારેક વળી ગમની શ્યામલ વાદળી.
રહેતું નથી કાંઈ પણ હંમેશા સમૂળ,
સર્વે કંઈ ક્ષણિક ને ક્ષણભંગુર,
શ્યામલ વાદળી માંહીજ વર્ષા,
ને વળી વર્ષા માંહીજ મેઘધનૂષ,
ઝટ સરી જતી પળો ખુશીની,
આનંદે તે ભોગવી રહેવું પ્રભુ નાં આભારી.
ક્યારેક જો વળી આવે આપત્તિ,
આસ્તિક કદી નવ થાજો આશાહીન,
એજ તો છે આપણી આસમાની સુલતાની.
ક્યારેક જો વળી સુખ થતું દુઃખ ને આધીન,
જાણજો જુક્તિ એ તો સર્જનહારની,
જાતક ને જે આપી જિજીવિષા પ્રબળ ઘણી,
તેજ થકી તો રહેતી અખંડિત અમર આશા ઘણી,
ઉદ્વિગ્ન ઉરમાં તે ભરતી ઉત્સાહનો ઉછરંગ,
ખમીખમી ને પછડાટ વળી અડીખમ રહેતી જિંદગી,
પ્રસારી ને સોનેરી પાંખો વળી ઉડવાને તૈયાર જિંદગી !
વળી થઇ સાહસિક વહેવાને બોજ તૈયાર જિંદગી !
થતી કદીના આશાહીન જિંદગી !
ધૈર્ય અને શૌર્યથી વિજયાંકિત જિંદગી.

પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’http://piyuninopamrat.wordpress.com/
http://gujaratikavitaanegazal.ning.com/profile/ParuKrishnakant

3 Comments

Leave a reply to Gajendra Gor જવાબ રદ કરો