આજ દીકરીને અઢારમું બેઠું – દિલીપ ર. પટેલ

આજ દીકરીને અઢારમું બેઠું એની રે વ્યથા હું તો આઠે પહોર વેઠું
હાં ખેલતી અમથી હુતુતુતુ કે દિલમાં એના ભૂત બોયફ્રેન્ડનું પેઠું

પરણેતર એને બસ ગુજ્જુ ડૉક્ટર જોઈએ ને પંડે બનવું છે નર્સ
રાજ્જા થકે વાઢકાપ કરાવી ગજવા કપાવી ભરવી રે એને પર્સ
હાં રે સોચે ક્યારે ટળશે વિધિનો કર્સ કે ના રહે રાજકુમારથી છેટું
આજ દીકરીને અઢારમું બેઠું કે દિલમાં એના ભૂત બોયફ્રેંડનું પેઠું

દાણો એક ખિલનો પાંગરે કે ચહેરો એનો અખિલ થૈ જાય વિહ્વળ
હરી વાળ રુંવાટી કરી ચામ સુંવાળી કલેવરે રે ખીલવવા કમળ
યુ ટ્યુબ દર્પણ સમક્ષ સર્પણ થઈને નાચે એ પ્યારું પાલતું ઘેટું
આજ દીકરીને અઢારમું બેઠું કે દિલમાં એના ભૂત બોયફ્રેંડનું પેઠું

ના દિશાભાન કઈ મંઝિલ લેવી પણ શૉફર ઝંખે સ્પોર્ટ કાર લેવી
જાણી ખુદને રૂપરૂપની દેવી ગિફ્ટ તો જોઈએ હિરા માણેક જેવી
યુએસ પરદેશ પેલે પાર જાવા શમણાંમાંયે એ તો હાં શોધે સેતુ
આજ દીકરીને અઢારમું બેઠું કે દિલમાં એના ભૂત બોયફ્રેંડનું પેઠું

રસોઈ ને ઘરકામ ના જાણે થોડું અને શિખામણ દેતાં ફેરવે મોઢું
બેડરૂમ કે બાથરૂમમાં બસ એતો જીવતી ને શોપીસ જાણે રસોડું
ફોન બિલ મોટું લાવે ઘેર રાતે મોડું આવે ના રે થાતું હું તો ચેતું
આજ દીકરીને અઢારમું બેઠું કે દિલમાં એના ભૂત બોયફ્રેંડનું પેઠું

બેખર્ચાળ બ્રાંડ લઈ પાર્ટીઓ ગ્રાંડ દઈ એ ગુંજતી ડૉન્ટ વરી ડૅડ
મોજશોખ જ ગમે રોકટોક ન ખમે બહુ રે બોલતી ડૉન્ટ ગેટ મૅડ
ચેનચાળામાં રે વદે આઈ લવ યુ ડૅડ મનમાં થતું વારંવાર ભેટું
આજ દીકરીને અઢારમું બેઠું કે દિલમાં એના ભૂત બોયફ્રેંડનું પેઠું

‘દીકરી તો છે પારકી થાપણ’ એહ વિચારે આજ ભિંજાઈ પાંપણ
જળ જેણે ન કદીયે પાયું હાથ એ ટીસ્યુ લાયું શું આયુનું ડહાપણ
બાલમંદિર બાળા મેલી દિલ સ્મૃતિમાળા માંજજે સાસરીયે બેડું
આજ દીકરીને અઢારમું બેઠું કે દિલમાં એના ભૂત બોયફ્રેંડનું પેઠું

આજ દીકરીને અઢારમું બેઠું એની રે વ્યથા હું તો આઠે પહોર વેઠું
હાં ખેલતી અમથી હુતુતુતુ કે દિલમાં એના ભૂત બોયફ્રેન્ડનું પેઠું

દિલીપ ર. પટેલ
ઓરેન્જ, કેલિફોર્નીયા
સપ્ટેમ્બર 28, 2010

Advertisements

12 Comments

 1. દીકરી તો છે પારકી થાપણ’ એહ વિચારે આજ ભિંજાઈ પાંપણ
  જળ જેણે ન કદીયે પાયું હાથ એ ટીસ્યુ લાયું શું આયુનું ડહાપણ
  બાલમંદિર બાળા મેલી દિલ સ્મૃતિમાળા માંજજે સાસરીયે બેડું
  Saras Rachana,,,talking of the Realities in Life.
  Every Parent has that “BHUT” of the worries within.
  ABHINANDAN to your Daughter for the Birthday/
  Ahinandan to you for this nice Rachana.
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Dilipbhai..Hope to see you on Chandrapukar !

 2. આજની પરિસ્થિતિને આપે માપી શબ્દ દેહે સંપૂર્ણ રીતે નીખારી દીધી. વ્યથા અને જાગૃતિ બંને
  એકી સાથે વ્યક્ત થયા છે. સરસ બોધદાયક રચના માટે અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

 3. સુંદર કાવ્યરચના કરી છે આપે. દીકરી ની વ્યથા જે રીતે વર્ણવી છે તે અત્યાર ની દીકરીઓ ને મળતી છૂટછાટ નો થતો દુરુપયોગ અને તેના થકી તેમના બનતા સ્વછંદી સ્વભાવ ની ઝલક બતાવે છે. ખુબજ સુંદર રચના છે.

 4. આદરણીયશ્રી. ડૉ. દિલિપભાઈ

  ખબજ સરસ રસપાન આપ આપના બ્લોગ દ્વારા કરવો છો,

  મારા મતે દીકરી એટલે…………..!

  દી…..દીપ પ્રગટાવે તે,

  ક…..કર્તવ્ય બજાવે તે,

  રી…..રીતિ,પ્રિતી અને નીતિનો સંગમ………!

  ભાઈ દીકરી તો પ્રીતનો મહાસાગર છે.

  અભિનંદનમ

  ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

  સમયની અનુકુળતા હોય તો મારા બ્લોગ પર આપના પાવન પગલાં પાડશો.

 5. રસોઈ ને ઘરકામ ના જાણે થોડું અને શિખામણ દેતાં ફેરવે મોઢું
  બેડરૂમ કે બાથરૂમમાં બસ એતો જીવતી ને શોપીસ જાણે રસોડું…… ! so very true!

  ના દિશાભાન કઈ મંઝિલ લેવી પણ શૉફર ઝંખે સ્પોર્ટ કાર લેવી
  જાણી ખુદને રૂપરૂપની દેવી ગિફ્ટ તો જોઈએ હિરા માણેક જેવી …! really nice….Dilipbhai, you’ve really created wonder… enjoyed each and every line.

 6. આદરણીય શ્રી ડો. દિલીપભાઈ.

  દરેક માતા પિતાને દીકરીના યૌવન સમયે ઉભરતી વેદના એક ડોક્ટર કવિશ્રી

  કલમમાં ઉતરી એક માબાપ માટે સંદેશ દેતું કાવ્ય સર્જન થયું છે તે કાબીલેદાદ

  છે. કસાયેલ કલમના કસબીને ધન્યવાદ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s