ગઝલ – મનોજ શુક્લ

અનાહત મનોમન હવે દ્વાર ખોલો,
કહે દ્રશ્ય પલકો હવે દ્વાર ખોલો.

હતી શર્દ ઋત ને તુષારે પલળતા
નિશા થરથરે છે હવે દ્વાર ખોલો.

કસોટી કરી ઝાંઝવાની ઝડીથી,
કરી ઝરમરો કૈ હવે દ્વાર ખોલો.

પ્રતિક્ષા કદી તીવ્રતમ થૈ સતવે,
અજંપો ધકેલે અને દ્વાર ખોલો.

ઘણું યે અડકશે, બતાવી કહેશે,
હ્ર્દય, મન, ત્વચા, કાન રે દ્વાર ખોલો.

સનમ શું અપેક્ષા ચમનની કરે હેં !
ન ફોરમ કહે ફૂલને દ્વાર ખોલો.

-મનોજ શુક્લજન્મ તારીખઃ ૨૦-૪-૧૯૫૯
અભ્યાસઃ બી.કોમ.
જન્મ સ્થળ-વતનઃ જામનગર
વ્યવસાયઃ રાજકોટ જીલ્લાન્યાયતંત્રમાં ન્યાયાધીશના અંગત મદદનિશ તથા અંગ્રેજી લઘુલિપિજ્ઞ.

Advertisements

7 Comments

 1. ભાઈ શ્રી મનોજભાઈ,
  સુંદર ગઝલ…
  આપનુ નામ ઘણું સાંભળ્યું છે…
  હું જેતપુર ખાતે ફીઝીશીયન છું …જુનાગઢનાં
  કવિ શ્રી પ્રફુલ્લભાઈનો ભત્રીજો અને ડો. ઉર્વીશનો
  મિત્ર…..આપણી મુલાકત થઈ નથી, પણ ત્યાં સુધી
  બ્લોગ દ્વારા મળીશું…..મારો બ્લોગ નિચે મુજબ છે…
  જેમા મારી સ્વરચિત લગભગ ૫૪૦ રચનાઓ
  છે…..સમય કઢી ને મુલાકાત લેજો…..
  અભિપ્રાય પણ આપજો…
  ડો. જગદીપ નાણાવટી

  http://www.jkshabdasoor.blogspot.com
  ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s