કેટલીક ગઝલ – અકબર મામદાની

મારા મહી તારા મહી ખામી હતી,
કેમે કરીને વાત ના જામી હતી.

તેના થકી જીવી જવાશે આયખું,
તારી છબીતો આંખના સામી હતી.

મારા બઘાયે ફેસલા તારા હતાં,
તારી બઘી એ વાતમાં હામી હતી.

શોઘો નહી તે ઘાવના માટે મલમ,
પીડા અમે તો કાળજે ડામી હતી.

છોડો હવે તે વાતને “અકબર” તમે,
ચોમેર તેના કાજ બદનામી હતી.

– અકબર મામદાની
_________________________________________

નજર તો હતી તે નજારો જુદો છે,
હશે ભાવ તો ૫ણ ઇશારો જુદો છે.

બદલશે પ્રવાહો નદીના ૫છીથી.
વહે એજ પાણી કિનારો જુદો છે.

હજુ ૫ણ ખુદાને બંદાઓ પુકારે,
અઝાનો જુદીને મિનારો જુદો છે.

ગગન ને દજનડી ગયો એક તારો,
ફલકતો હશે તે તિખારો જુદો છે.

હજુ ૫ણ બદલશે ન તકદીર મારી?
લકીરો રહી તે સિતારો જુદો છે.

તુ ખીલે કુસુમ ૫ણ સુવાસો નથી તે,
ચમન છે જુદાને ઇજારો જુદો છે.

ન શોઘો ફરીવાર “અકબર” તમે તે,
નજર ૫ણ નથી તે નજારો જુદો છે.

– અકબર મામદાની
_____________________________________________________

કાં લાગણી, કે વિરહ,કાં હોય છે વેદના,
મે તો ગઝલમાં મુકી છે. માત્ર સંવેદના.

થાતો નથી તે થકી ના હક ૫સ્તારવો મને,
જો કે હતાં તે સબંઘ ઉડી ગયેલ છેદના.

છોડી જરા જો, તું માયા આ દર્પણની ૫છી,
જાણી જશે ચેહરા છે કેટલા ભેદના.

આજે અહી આવ કાં પુછવા ખબર મુજ તણી,
તારી કને હોય છે કારણ ઘણા ખેદના.

છોડી શકો ના તમે “અકબર” રજડતી બઘે,
દિલને દુ:ખાવે ભલેને દિલ તણી વેદના.

– અકબર મામદાની
______________________________________________

જો વેદના સૂરની વાચા મળે,
તો જગતમા સગ૫ણો સાચા મળે.

એક પોતીકા તણી બસ ખોટ છે,
લાગણીના કેટલા ઢાંચા મળે.

તે શરત ૫ર આજ તે જાતા ભલે,
એક ૫ળ માટે મને પાછા મળે.

પ્રેમની ભાષા પછી બોલે કુસુમ
લાગણીને જો જરા વાચા મળે.

તે છતાં અકબર વફાની ખેવના,
એક ૫ણ સગ૫ણ નહી સાચા મળે.

– અકબર મામદાની
_________________________________________

દિલમાં રહેલા નામને ઘૂંટી શકોતો ઘૂંટજો,
ડાળી વગરના ફુલને ચૂંટી શકો તો ચૂંટજો.

આ કાફલોતો છે ખુદાનો, રાહબર ૫ણ છે ખુદા,
આ કાફલાને રાહમાં, લૂંટી શકો તો લૂંટજો.

તેના વગરની જિંદગી,બે નામ ને બરબાદ છે.
આજે ખુદાને કરગરી જૂંકી શકો તો જૂંકજો.

જગની હજારો વેદનાનો ભાર માથા ૫ર મૂકી,
આ લાગણીના ભારથી તૂટી શકો તો ટૂટજો.

કોને કહે છે પ્રેમ તે કાંટા તને સમજાવશે,
તેને કુસુમના સાથમાં ચૂંટી શકો તો ચૂંટજો.

તારી ખરી પીછાન તો અકબર હશે તારી ગઝલ.
આજે ગઝલમાં વેદના મુકી શકો તો મુકજો.

– અકબર મામદાની
_____________________________________

જળભરેલા કેટલા વાદળ હશે,
તે છતા ખાલી૫ડી ગાગર હશે.

રોજ પામે છે મરણ તે જળ બની,
કેટલી લાચાર આ ઝાકળ હશે.

પ્યાીસના છીપી શકે તેના થકી,
ગાજતાં જોકે ઘણા સાગર હશે.

તે ભલે બદનામ કરતા હો મને,
તેમના માટે મને આદર હશે.

આજના વરસો તમે તો ચાલશો,
આજ અકબર ચો તરફ વાદળ હશે

– અકબર મામદાની

સૌજન્ય:
હિતેશ ઝાલા
http://www.nagar-setu.com
હિતેશ કમલ
ગુજરાત કો-ઓર્ડીનેટર, એસોસિએશન ઓફ લેફ્ટ-હેંડર્સ, ઈંડીયા
http://www.lefthanders.org


______________________________________________

સિતમ થોડા થવા દેશે,
જખમની ૫ણ દવા દેશે.

ઠરે જો આગ દિલની તો,
સમય જાતો હવા દેશે.

હશે જો એક જૂઠો તો,
ઘણા જુઠા ગવા દેશે.

કુસુમને ખિલવા માટે,
ચમન “અકબર” નવા દેશે.

બઘાના દિલ અહી તોડી,
તને “અકબર” જવા દેશે.?

– અકબર મામદાની

સૌજન્ય:
હિતેશ ઝાલા
http://www.nagar-setu.com
હિતેશ કમલ
ગુજરાત કો-ઓર્ડીનેટર, એસોસિએશન ઓફ લેફ્ટ-હેંડર્સ, ઈંડીયા
http://www.lefthanders.org

Advertisements

1 Comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s