બે કૃતિઓ – લક્ષ્મીકાંત એમ. ઠક્કર

પરેશ મેહતા“પરમ”વિપુલ પંડ્યા “સહજ”–ઉપનામો ગમ્યા ,મારા પ્રિય શબ્દો..
,+અન્ય ત્રણેક “પરેશ’ની રચનાઓ વાંચી પ્રેરાયો…. }
આ લ્યો મારે બે કૃતિઓ રસિકડાઓને માણવા માટે…
===================================

સફર

જોવું,વાંચવું,સાંભળવું ને, લખવું શબ્દોની સફર ,
કુદરતે દીધી જે ઇન્દ્રિયો,માણવી શબ્દોની સફર.

સુરજ આવતો નથી,જતો નથી તોય થાતી સફર,
“હો” એવો ભ્રમ માત્ર તો છે,નથી કશું,કોઈ સફર!

એ આપણા માટે રસ્તો કરે?કરી શકે ? થાય સફર,
ચાલવાને ચરણ તો ખુદનાજ જોઈએ,થાય સફર!

‘લાશને જલસો?’ એ તો જોનારની આંખની સફર,
ફૂલો રીઝવે આંખો રંગે, નાક સુગંધે,હળવી સફર!

જલસાની મ્હાણ જોનારની દૃષ્ટિ,મનને એક સફર!
એક-એક ડગ માંડતો ફરે,છાપ સુંઘતો ફરે,એક સફર

“પ્રભુ પડછાયો બની પીછો મારો કરે!”થાય સફર!
જ્યારે,હું ચાલું ઉગમણી દિશા તરફ,થતી એક સફર!

ચાલતો ચળકતી આંખો ઉંચી લઇ એ તરફ થતી સફર!
કારણ બસ એટલુંજ કે,’એ છે સાથે’ એટલે થતી સફર.
***
– જાણી લઈએ
***
– નો એહસાસ રહે.

મોક્ષે કોઈ લઇ જાય,એ વાત મને મંજૂર નથી!
ખમીર અને ખુમારી ખોવાનું, મને મજૂર નથી.

‘હું જ પીગળતી ક્ષણ છું,’નો બસ એહસાસ રહે!
ને,“બસ થાઓ,હવે કાંઈ ના ખપે”નો પાશ રહે,

મતલબ,“ હું નથી કંઈ જ”નો જીવંત એહસાસ રહે,
ઈશ્વર જેવું“કંઈ”છે,તત્વ”,’કંઈક’ની આસપાસ રહે,

કોઈ કે’:‘ઈશ્વર,આત્મા,પરમાત્મા જેવું કંઈ નથી’,
‘સાચું’એમ,કેમ કહું? નો એહસાસ રહે.

રૂપાંતરણ,પરિવર્તન ક્રિયા-પ્રક્રિયાના પ્રાસ રહે!
“હું છું,માત્ર હું જ છું”નો રોકડો બસ એહસાસ રહે.

“આનંદ,સિર્ફ પરમ આનંદ”ના શ્વાસ રહે,’કંઈક’-
સર્વ-કાળ એટલે ”ક્ષણક્ષણમાં હું”નો વિશ્વાસ રહે!

લય અને તાલ ક્યાં તૂટે છે?જાણી લઈએ,
છાલ સંગતની જે ક્ષણો છે,માણી લઈએ.

ચાલ ધડકનોના સૂર-તાલ મેળવી જોઈએ,
પછે કેવી આવે છે લિજ્જત, માણી લઈએ.

ચાલ.વિચલિત થવાનું કારણ જાણી લઈએ,
સમય તો છે શાશ્વત, રે’શે! ચાલ્યા જઈએ.

દલીલ પૂરી પહેલાં તારી સમજી લઈએ,
પછીજ રીતિ નીતિ મારા, સમજી લઈએ,

સ્નેહ મારું નામ છે,લીસ્સોપોચો છે સ્વભાવ!
મખમલી રેશમી નર્મદિલ તારું લઈને આવ,

માહોલ તો રહેશે સાવ આકાશી દરિયાવ!
તો જીરવી નહિ શકે પછી મુજથી અલગાવ*.

– લક્ષ્મીકાંત એમ. ઠક્કર 

Advertisements

3 Comments

 1. ડો.સુરેશ દલાલે ક્યાંક કહ્યું હોવાનું બરોબર યાદ છે.-” આપણા રક્તમાંસ કઈ કેવા રંગની ગાય-ભેંસના દૂધથી,કે કઈ ને કેવી ભૂમિ-માટીની વનસ્પતિ-ધાન્યોથી પોષાયાં બંધાયાં છે? આપણને ક્યાં કંઈ ખબર હોતી હોય છે?” ને, સબ ભૂમિ ગોપાલકીની રૂએ પણ બધ્ધુંએ, ” એ “નુંજ.ઈશ્વરનુંજ, ‘સુપરપાવર’–કુદરતનું જ ને? આ તો બન્યું , ઘટ્યું,મળ્યું એની મ્હાણ-લ્હાણ.! વધુ શું? આ,-આવું વાંચીને ,જે કંઈ મળે / પમાય ,તેનુંજ વજૂદ ને ? અને વળી, આ એક નિજાનંદનીજ વાત છે -,જે સ્વકીયજ. ભલે તે લખનાર,વાંચનાર, ભાવકના સંસ્કાર,તત્કાલીન મન:સ્થિતિ પર ,તેની ગ્રાહ્ય ક્ષમતા પર,ને પાત્રતા પર,પણ, એટલુંજ નિર્ભર કરે છે.હકીકતમાં, વિશાળ ફલક પર સમગ્રતાપૂર્ણ નઝર રાખી ઊંચા આકાશે કોઈગ્રહ,ઉપગ્રહ,’સેટેલાઈટ’ પર આસન ગોઠવી સૂક્ષ્મ દૃષ્ટિથી જોવાય તો,પેલી હળુહળુ ચાલતી હૃદયધબક, જે શ્વાસની આવનજાવન, હરફર, ચકરાવાને વશવર્તીને ચાલે છે, સમજાય.વળી, અદૃષ્ટ તાર-તંતુઓથી જોડાયેલા કંઈ કેટલાયે ચુંબકીય વીજતરંગોને આધારે ગતિમાન છે ,તે પણ સમજી શકાય.આ બધાય અસ્તિત્વો એક મસમોટી જાળ [નેટવર્ક]થી પરસ્પર ગૂંથાયેલા-બદ્ધ છે.પ્રાણ-તત્વને આધારે સજીવ વિચારો અત્ર-તત્ર-સર્વત્ર, ઉપર-નીચે,આસપાસ ફર્યાકરે છે, સમાન ગોત્ર, જાતના વિચારો પારસ્પરિક ખેંચાણ વશ [ જૂથવાદ= ‘ લાઈક એટ્રેકસ લાઈક ‘] ના વૈજ્ઞાનિક કુદરતી નિયમો ને આધીન આકર્ષાય છે.સમગ્રમાં વિદ્યમાન અદૃશ્ય અકળ ચેતના-શક્તિ સંજીવની-અમીવર્ષા કર્યા કરે છે,કર્યા કરે છે, કર્યાજ કરે છે.આ સતત થયાજ કરે છે,આ જગતનું સ્વયં-સંચાલિતપણું સિદ્ધ થાયછે.સર્વત્ર ગતિ છે.લોકો બોલ્યા કરે છે,ચાલ્યા કરે છે, ડોલ્યા કરે છે, નાચ્યાકરે છે.કંઈ ને કંઈ કર્યા કરે છે.કોઈ સંગીત કે રામધૂન-આઝાન કે, એવાકોઈ નાદ-બ્રહ્મનેઆધારે ગાય છે.કો’ક વળી મૌન થઇ યોગ સંયોજન સાધીને માણ્યા કરે છે.યૌન-મૈથુન ની સર્જન પ્રક્રિયા ચાલ્યા કરે છે.અનહદના નાદના લય-તાલમાં ઝીણી સિતાર રણઝણ શું બાજ્યા કરે છે. નિરંતર એવું ઘણું ચાલ્યા કરે છે,ભીતર-બહાર.એમાંના કંઈ સૂર-રાગ-આલાપ જેમ જેવા શબ્દોમાં ઝીલાયા તેવા ચીતર્યા છે એમ ને એમ ક્યાંક રેલો આવ્યા જેવુંયે લાગે, શાહી ઢોળાયા જેવું પણ લાગે , નદીમાં પૂર આવે,સમંદર માં તૂફાન ઉઠે તેમ મારા માટે આ એક નશા-વ્યસન શું છે. ચેતનાની કેફ-સમાધિ છે. કઈંક શારીરિક કે માનસિક જન્મ-જાત સંસ્કાર હશે.કે, કેળવાતું રહ્યું હશે, જે ટાળી કે ખાળી ના શકાય તેવા હેવા-ટેવ કે આદત (સહજ સ્વભાવગત ગુણ)જેવી અંગત નબળાઈ પણ કહી શકાય,- ‘આ “લખવું” તે!, સમગ્ર દૃષ્ટિને અનુલક્ષીને, અસ્તિત્વનું એક સ્વકીય અંગ/ભાગ ગણી શકાય.વળી, કો’ક અકળ કારણોસર નથી લખાતું હોતું ત્યારે પંગુતાભાવ-અવશતા જેવુંયે મેહસૂસ થયું છે.છેવટે, આવી વાતો-શબ્દો-ભાવોજ આપણી જાતને ઘડે છે,સંવારે છે,બનાવે છે,ઉજાગર કરે છે.આ પ્રક્રિયા જીવનને રસાયન આપે છે.આ એક મજા છે,સજાયે છે,ને મોજ પણ છે , ને ખોજ પણ! લાઘવતા એ મારો સ્વભાવ નથી. લાંબા (કયારેક અતિદીર્ઘ પણ) લખાણો ને સદા સરળ પ્રતીકોનો ઉપયોગ મારી સહજ્સ્ફૂર્ત શૈલી બની ગઈ છે. ઘણીવાર તો જાણીબૂઝીને પાળતો –પોષતો હોઉં છું, આત્મ-રતિ ખાતર,એમજ. અને, છેલ્લે,‘જે છે તે’ ભીતરમાંજ અનુભવાયું છે,અહીં સમાવાયું છે…તે બધુંજ, ખાસ વિશેષ-વિશિષ્ટ ન પણ લાગે,વાંચનાર-ભાવકને,પણ, એનાથી મને અંતર-સુખની પ્રાપ્તિ તો થઈજ છે, આત્મ-સંતોષને પણ ઉપલબ્ધ થયો છું. આમાં ” હું, કઈંક અલગ=[હટકે છું”] એવો સૂક્ષ્મ ‘અહં’ છેકજ નથી એમ તો કેમ કહેવાય? આ વાંચનાર-ભાવકને કશું મળે-પમાય ને, પુલક્ભાવ જાગે અંતરમાં,તો તેની પાત્રતા,ગ્રાહ્ય-ક્ષમતા, યોગ્ય ભૂમિકા -સ્તર-તેનાજ વિચાર-સંસ્કારને કારણેજ, એમજ કહેવાય . ભયો-ભયો!!! સ્વ.મીનાકુમારી ના શબ્દો યાદ આવે છે :
  “टुकड़े टुकड़े दिन बीता , धज्जी धज्जी रात मिली,
  जिसका जितना आँचल था,उतनी ही सौगात*मिली!”*
  જે લતા મંગેશકરે એક ગીતમાં ગાયું પણ છે. *’ઝીંદગી પ્યારકા ગીત…. હૈ..’
  કવિતા વિષે થોડુંક! મારી માન્યતા બાબત . ‘કવિતા કુદરતી છે,વૃક્ષ ની જેમ
  એટલે તેને ઊગવાના કોઈ ક્રમ-નિયમ ન જ હોય. એટલે, હમેશાં બદ્ધ આકાર-રૂપ-કદમાં હોય એમ તો નજ કહી શકાય.’કવિતા સાત કે સત્તર અક્ષરોની અથવા અગિયાર કે સત્તાવીશ લીટીઓની પણ હોઈ શકે’ (સુ.દ.),( લખનારના મનમાં ભાવ આવ્યો અને પ્રકટ થયો ,બસ એટલુંજ ! ને, આમ કવિતા ‘સર-રિયલ’ સતત છે જ, જે, કુદરતમાં સહજ ચાલ્યા કરે છે.અદૃશ્ય સંગીતની જેમ અનંતમાં વિસ્તરતી ઘટના છે! કુદરતની દેન જે છે, આપણ ને ને આસપાસ જે કંઈ દેખાય છે તે નિસર્ગ-ઈશ્વરની ઉત્તમ કવિતાજ છેને? તેને કાયમના કદ-રૂપઘાટ ક્યાં હોય છે? એ વાત જુદી કે,સાક્ષરતા-કેળવણી-બદ્ધ છંદ,સ્વરૂપ,માત્રા વિ.ના ચોકઠામાં ગોઠવીએ, એ તો વિદ્વતાપૂર્ણ કળા-કારીગરી ની વાત થઇ. ક્યારેક તો, એમ કરવાથી, ‘મારીને મુસલમાન બનાવવા જેવો ઘાટ ઘડાય છે?’- એમ લાગે. ક્યારેક શબ્દ-ગોઠવણી, પ્રાસ શણગાર ખાતર અર્થ-મર્મ ,લય-તાલ ચૂકી જવાતા હોય, એવુંયે લાગે! સહજ એ બધું આવે તે વધુ સારું-ઉત્તમ,ખરું કે નહીં? ક્યારેક વળી એવી રચના-કૃતિ દુર્બોધ કે અગમ્ય બની જતી લાગે, લોકભોગ્ય ન પણ હોય! વિદ્વતા પણ અભિવ્યક્તિ તો માગેજ,[ મર્યાદિત જ્ઞાન ક્યારેક બોજ બને? ] પણ, એ પછી ખાસ-વિશિષ્ટ સર્જન કળા-પ્રદર્શનની વાત થઇ.ને, એમાંયે ખોટું કંઈ નથી જ. એવીજ રીતે,અછાંદસ કૃતિઓની જે ભરમાર જોવા મળે છે,તેમાંયે આવું તો બનેજ. ‘રીમિક્સ’ના આ ‘મોડર્ન’ યુગમાં દિશાહીનતા, સ્વચ્છંદી હોવાનો આવી કૃતિઓ પર આક્ષેપ-દોષારોપણ થાયજ છે.બેધારી તલવાર જેવી વાત છે આ લખનાર લખવા પ્રેરાય …ત્યારે મનને સંયત સ્થિર કરી, ઉક્સાવનાર સબળ કેન્દ્રિય વિચાર -ભાવ ઝીલી પકડી રાખે, પેનની કાગળ પર સવારી ચાલે,તત્કાલીન ભાવ શબ્દ-દેહે સાકાર થાય,-જે સમગ્ર કુદરતી ઘટના વ્યવસ્થાના ભાગરૂપે સ્વયં-સહજ કેટલી ચાલે છે,તેના પર અને લખનાર કેટલો સજ્જ છે, ઓછામાં ઓછો વહેંચાયેલો છે,તેની વિવિધ વૃતિ-પ્રવૃત્તિ અને ઘટનાક્રમની અસરો હેઠળ ,તેના પર આધાર તો રહેવાનો જ! તેમુજબ કૃતિનું કાઠું સ્વરૂપ,ગુણાત્મકતા બંધાવાના. અલબત્ત , કલમની પરિપક્વતા શૈલી ,રીતિનીતિ વિ.પણ …એમાં ભાગ ભજવેજ છે.

  એટલે “કવિતા’-કૃતિ” માત્ર એક સમયની દેન” હોય તે હોય .પછી તેમાં સુધારા વધારા-‘એડીટિંગ’ એ કળા કારીગરીની વાત થઇ.મૂલવણી તો માણનાર વાચક-ભાવકના અનુભવ-સમૃદ્ધિ-કક્ષા-સ્તર પરજ અવલંબે છે. પૂરતા સમય-ધ્યાન-રસ જો હોય તો જ મૂળ લખનારનો ભાવ બરોબર પકડાય ને સહી મૂલવણી શક્ય બને, અંગત પૂર્વગ્રહો પણ એટલાજ અગત્યના ! અગાઉ કદી એજ લખનારની કોઈ નબળી કૃતિ આવી હોય અને ન ગમી હોય તો નામ વાંચીનેજ અધકચરી મૂલવણી નવી-વંચાતી વર્તમાન કૃતિ વિષે સહજ થઇ જઈ શકે એય સ્વાભાવિક છે. મૂલવણીગત કૃતિ ના મૂળ આંક ને અર્ધાથી ગુણી તેનું મૂલ્ય અર્ધુંજ અંકાય.ને, ક્યારેક વિધાયક્તાત્મક યોગ્ય મૂલવણી પણ થઇ જાય,એય શક્ય છે જ. કુદરતનો વણલખ્યો સર્વસ્વીકૃત નિયમ છે,ભીતર જે જેવું હોય (અમુક-તમુક બદ્ધ માન્યતાઓ અનુસાર જેટલા ને જેવા તીવ્ર ભાવ ભર્યા હોય).તેનું બાહ્યમાં પ્રાકટ્ય-ઠોસ હકીકત રૂપે સામે આવવાનું ખાવાનું, સમજાય.બાહ્યથી, બાહ્યમાંથી, બાહ્ય દ્વારા (નિમિત્તે) મળે, “દૃષ્ટિ તેવી સૃષ્ટિ”’ને ભલા ઉવેખી નકારી શકાય? ભાવો – શબ્દો ક્યાંકથી વહી આવે છે,સુગંધની જેમ, ભીતર જો રંગીન મહેકતા ફૂલોની વસ્તી હોય તો, સ્પર્શે છે, ભળીને લય-તરંગોમાં ઓતપ્રોત-મય થાય છે. ભીતરમાંપ્રાસ-અનુપ્રાસ મળે છે. સ્પર્શ અને સ્પંદનોની છાયા-માયામાં, પ્રતિબિમ્બોમાં જીવાય છે,…ક્યારેક જીવનને અર્થ-સાર્થક્ય પ્રાપ્ત થાય છે, ધન્યતાનો અહેસાસ અંકે થાય છે . એટલે” કવિતા “એટલે” કવિતા”. પણ આપણું શું? કદાચ, કંઈ નહીં ! કોઈક જૂનું ગાણું નવા અંદાઝ, સ્ટાઈલમાં-શૈલીમાં આગવા રાગ -આલાપ ગાવાનો પ્રયત્ન માત્ર !મને અંદરમાં, અંતરતલમાં આસ્થા છે, એક અડગ પૂરી શ્રધ્ધા છે !
  “શબ્દમાં એક આગવી તાકાત છે” પ્રેરી શકવાની શક્તિ=ચૈતન્ય તત્વ છે,
  સંજીવની જેવી અસર પણ થતી હોય છે, એ કયારેક મનની ફળદ્રુપ ભૂમિમાં તુલસીના છોડ કે ગુલાબના ફૂલોની સુગંધ -મહેક રોપી ફેલાવી શકે!અભિરુચિ અને કઈંક યોગ્ય તે પુરુષાર્થ ની પૂર્વ-શરત તો ખરીજ!
  [જે હર ઉપલબ્ધિ માટે લાગૂ પાડી શકાય! ] ચાવ-લગાવે મને દ્રઢ મનોબળ પૂરું પાડ્યું છે. કયારેક વિષાદની નબળી ક્ષણોની કાળી ભીંતમાં છેદ પાડીનેમને અજવાસ પણ આપ્યો છે ! ભીતર પ્રવેશી આનંદની સરવાણી વહાવી છે, કવિતાનું સાચકલું અમી-તત્વ ઉપલબ્ધ કરાવી આપ્યું છે. આ સત્ય, મારી અંગત સમજણ-અનાવૃત કરતા હું મને સદ્દભાગી સમજુ છું. છંદોબધ્ધતા, લય-તાલરસિત યોજનાબદ્ધ માત્રામેળ ગણતરીપૂર્વકનું સપ્રયત્ને, સહેતુક લખવાનું ઓછું જ બનતું હોય છે. સહજને કિનારે ચાલતાં,ઉત્સ્ફૂર્ત શબ્દો ક્યાંકથી ટપકી પડે, લખાય કવચિત્ સુધારા-વધારા થાય સહજ ભાષા-શુદ્ધિ ,યોગ્ય શબ્દ-વપરાશ, પ્રભાવ અર્થે એવું બને પણ ખરું.- માત્ર વિચારબીજ કે ભાવ-તત્વનું પ્રાધાન્ય લાગે ત્યારે જંગલી ઘાસ જેવુંયે આડેધડ ઉગી નીકળે.*આ”કઈંક”- ” જે છે તે ” ,- ” “માં છે! –શૂન્યમાં, કેન્દ્ર ટપકું, -અસ્તિત્વનું. તેજ ઈશ્વર,તેજ સર્જન… જેમ “સૂર્ય” આકાશમાં સનાતન શાશ્વત છે.તેમ આવો શુભ ભાવ-ધ્રુવ ભાવ અંકિત છે. આજ સત્ય છે, અફર ; ન બદલાય તેવું સત્ય (રહસ્ય) છે આ જગતનું .આમાંજ બધું ઘટ્યા (બન્યા) કરેં છે. સર્જન,સંચાલન,સર્જન અર્થે વિસર્જન [વિશેષ રૂપે સર્જન]..આ ક્રિયા…પ્રક્રિયા… વિધિ સ્વયં થયા કરેં છે. આજ સમસ્ત જગત છે, જેમાં બધ્ધુંયે સમાહિત છે.સમસ્ત વૈશ્વિક,બૌધિક,-તાર્કિક સ્થૂળ અર્થોમાં, જ્ઞાન-માહીતિ ની દૃષ્ટિએ વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં ભલે પ્રમાણો પ્રયોગો સિદ્ધ કાર્ય-કારણ શ્રુંખલા શોધાતા રહે,આવિષ્કૃત થતા રહે,પણ વૈયક્તિક લેવલે તો આ સો ટકા સ્વકીય અંગત અનુભવ-અનુભૂતિનો વિષય-વાત-મુદો છે. શ્રદ્ધા-માન્યતાની વાત જે છે, એટલે દ્વૈત, જે દૃશ્યમાન જગત છે-આભાસી દુનિયા છે,ત્યાં વ્યવહારિક દૃષ્ટિએ જણ જણ નું સત્ય, સ્થળ કાળની પરિસીમામાં બદલાતું દેખાવાનું. એટલેજ કો’કે કહ્યું છે “જણ જણ ને ક્ષણક્ષણ નું સત્ય જૂદુંજ હોવાનું”. : કારણ ,આ વર્તુળાકારે સમય-કાલ સંદર્ભે ચલિતભાવ,-ગતિની સતત-તા સિદ્ધ કરે છે. એટલે જ કહેછે. “પરિવર્તન કાયમી છે” [ધ ચેન્જ ઈઝ પરમેનન્ટ], જે દ્વૈતપણું સિદ્ધ કરે છે.
  કદાચ, બીજી રીતે કહીએ તો, -તેની બદલાતી પ્રતિચ્છાયા રૂપજ આ સઘળું છે. વિશ્વરમણા, મહારાસ- આભાસનો મહાખેલ ચાલી રહ્યો છે. ! જ્યારે જ્યારે આ અદૃશ્ય, અકળ ઈશ-તત્વને બાહ્યમાં, વ્યક્ત થવું હોય છે ” કોઈને કોઈ નિમિત માધ્યમ દ્વારા સ્વયં અભિવ્યક્ત
  થતું રહે છે. આ સ્વયંસંચાલિતપણાનું જે ચાલકબળ છે, તે અંતર-નિહિત
  શક્તિજ છે, જે સતત પ્રેર્યા કરે છે. કંપ, આંદોલનો, હલચલ રૂપે દેખાયા કરે છે.
  આ જગતમાં, આ જ એક પ્રકારે સર્જન શક્તિ છે, જે મુખરિત થઇ કળા,
  કારીગરી, હુન્નર રૂપે દૃશ્યમાન થાય છે. આ લખાવું, શબ્દ રૂપે , કે વાણી રૂપે
  બોલાવું , સંગીતના માધ્યમ દ્વારા ગવાવું, ચિત્ર કે શિલ્પ-સ્થાપત્યનું બનવું..
  ને, એમાં અનેક ક્રિયા-પરિમાણો દ્વારા વ્યક્ત થવું તેની પાછળ જે કંઈ
  પ્રેરણા શક્તિ કામ કરી રહી છે, તે જ સર્જનાત્મકતા…જીવન…અસ્તિત્વ…
  ને,મૂલત: આ સર્જન, સંચાલન, વિસર્જનની (પ્રકટ=વ્યક્ત થવાનું ચાલતું
  રહે તે અર્થે, સૂર્ય-પૌરૂષ (પુરુષ, નર, પ્રાણી જીવ જે પ્રતીક ગણીએ) અને
  પૃથ્વી-ધરતી -ધરિત્રી-ધારણ-વહનકરનાર(પોષણની જવાબદારીઓનિભાવનાર) સ્ત્રૈણ-માદાતત્વ–(માતૃત્વધારક) જે અન્ય સાયોન્ગિકતત્વો, -જળ, અગ્નિ,આકાશના સંયોજન-સહાય દ્વારાઆશક્ય બનાવેછે. આમ જ સર્વ જીવો,વનસ્પતિ,સમગ્ર અસ્તિત્વ (હયાતી ) જીવન પમર્યા કરે છે.એક મનોહારી સુગંધની જેમ, જેને હવાની જેમ,માત્ર ત્વચા-સ્પર્શ
  સાથેના આનંદ-આહ્ લાદની જેમ, માત્ર..,માત્ર મહેસૂસ કરી શકાય છે….!

  [ લક્ષ્મીકાંત મોહનલાલ ઠક્કર, ‘કઈંક’]

 2. હું તો જાણે છું,પુષ્કળ પ્રકાશનો પૂંજપૂંજ, તેજવર્તૂળ વ્યાપ છું , શૂન્યનો અનંત વિસ્તાર છું, ચોફેર ચળકતો ચેતનાનો ચાપ છું . *** પરમ આનંદ! *** છેલ્લી વિદાય અને છેક પહોંચી ગયાનો પરમ આનંદ! કારણ, મને ના કોઈ દીવાલ,દ્વાર, ખિડકી પરમ આનંદ! વિસ્તરું, એક પ્રવાહે,નિરભ્ર આભ,ઉજાશ પરમ આનંદ! સઘળું અહીં છલોછલ, તરબતર, સભર પરમ આનંદ! મેહસૂસ અસીમને કરું, કણકણમાં સર્વત્ર પરમ આનંદ! હકીકતમાં,આ કોચલું-કવચ છે,બધો આભાસ “કઇંક” ‘સ્પર્શ અને સ્પંદન’ – ‘ભીતર હી ભીતર’ – ‘સ્વયમ.’અંગત અનુભૂતિની વાત *સ્વગત. સદાય ગતિમાન એક વહન, ભીતરનું આકાશ , કશાકનો સ્પર્શ. કશીક આવન-જાવન કઈંક આપ-લે,ચન્દરની અસર સમંદર પર. . [પુષ્પા લક્ષ્મીકાંત ઠક્કર ] + [ લક્ષ્મીકાંત મોહનલાલ ઠક્કર, ‘કઈંક’] ( બી-૧૧, ઓમ ત્રિશૂલ, બી॰જોશી પથ,ફડકે ક્રોસ રોડ, ડોમ્બીવલી,[પૂર્વ],પિનકોડ:૪૨૧૨૦૧) ફોન [ઘર]: -૦૨૫૧ ૨૪૫૦૮૮૮, મોબાઈલ: -૦૯૩૨૦૭૭૩૬૦૬ સંપાદન-સહકાર : નલિનભાઈ જે. ઉપાધ્યાય,અમરજ્યોતિ બિલ્ડીંગ,પહેલે માળે, ૧૩,સાન્નિધ્ય સોસાઇટી, ગાયત્રી શક્તિપીઠ સામે, ભુજ-(કચ્છ), પિનકોડ: ૩૭0 ૦૦૧. શુભેચ્છા : કવિ શ્રી મેઘજીભાઈ ખટાઉ ડોડેચા, “મેઘબિંદુ” ૪-એ, ઉમિયા ભુવન, પહેલે માળે, વર્ધમાન નગર સામે, ડો. રાજેન્દ્રપ્રસાદ રોંડ,મુલુંડ,(પશ્ચિમ),મુંબઈ-૪૦૦ ૦૮૦. …..અર્પણ….. એક ઋણ-સ્વીકાર ભાવસહ ,”કઈંક”નું, -‘કઈંક’ દ્વારા , કૈંક ૧. મારા માતૃ-તુલ્ય સ્વ. ગં. સ્વ. ગોદાવરીફુઈ [માંડવી-કચ્છના, સ્વ. શ્રી પરસોત્તમ હરીરામ કરસન સોમૈયા પરિવારના ] પોષક,પાલક મારા વડીલના સમગ્ર પરિવારને, જેમણે ઘણી બધી રીતે મને સાચવ્યો, સંભાળ લીધી , ટટ્ટાર ઊભો રહેવામાં મદદ કરી…….. ૨. મારા સંકટ સમયની સાંકળ જેવા, નિખાલસ, ન્યાયપૂર્ણ, નિ:સ્વાર્થ, સેવાભાવી જીગરી ‘યાર’ (૧૯૭૮ થી) શ્રી હિરેન હીરાલાલ શાહ , જે હંમેશા મારા નાનામોટા અનેક કામોને અંજામ આપવામાં સહાયરૂપ રહ્યો છે,તેના પરિવારને……… ૩. વડીલ મુરબ્બ્બી પત્ર-મિત્ર (૧૯૮૦ થી) શ્રી નવનીતલાલ રતનજી શાહ,- [૮૪ વર્ષના,-“આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડ.”ના સી .ઇ.ઓ. -ચેરમેન) ઉદાત્ત, ઉદારદિલ સાહિત્યિક જીવ ,આલા ઇન્સાન જેમણે મને અનેક અંગત પત્રો દ્વારા રસપૂર્વક,[પુસ્તકો.સી.ડી., ડી.વી.ડી. અને કાર્યક્રમોના આમંત્રણ દ્વારા] અધ્યાત્મ, ફિલોસોફી, કાવ્યસભર સાહિત્ય, મોકલતા રહી, મારા સમજ, દૃષ્ટિકોણ અને પરિપક્વતાને સમૃદ્ધ કરતા રહ્યા છે, તેમને …… ૪….. આ બધા ઉપરાંત, નેપથ્યમાં રહી, પડછાયાની જેમ સદા સહકારપૂર્વક ‘બાય ડીફોલ્ટ’, સાથે ને સાથે, (સહી અર્થમાં “અર્ધાંગિની” ) “પુષ્પા” [ સ્વ. જીવામાં તથા સ્વ. શ્રી અર્જુન રવજી આડઠક્કર , મૂળ ચીરઇ -કચ્છના, સંસ્કારી સુપુત્રી,] જેણે અમારા પરિવારના બધા સભ્યોને વડપણપૂર્વક સાચવી ૧૯૭૬ થી ઉજળા રાખ્યા તેમને……… રસજ્ઞ આત્મીય સ્નેહી શ્રી / શ્રીમતી , …………………………………………………. , ‘ જય હો ‘ તમને અચાનક યાદ કરવાના અવસર પ્રાપ્ત……તમે મારા જીવનમાં આવેલી અમુક વ્યક્તિઓમાંના એક છો,જેમણે મારી ભીતર એક કાયમની છાપ છોડી છે! કારણકે,તમારી સાથેના સહવાસ અને સંપર્કની કેટલીક આનંદમય ક્ષણો કંઇક ઊંડી અસર કોરી,કંડારી,આંકી ગઇ છે!તેના એક સૂક્ષ્મભાવી ઋણ-સ્વીકારના નાનકડા પ્રતીકસમી મારી ઉત્સ્ફૂર્ત લાગણીઓ સંદર્ભે જાગેલા ભાવોનું શબ્દ-દેહે પ્રકટીકરણ થયું છે,તેવા અમુક લખાણો “કંઇક”માં સમાવાયા છે! ધ્યાનથી રસપૂર્વક વાંચતી વખતે, શક્ય છે ; તમારી ભીતરની સંવેદનશીલ મનોભૂમિ પર જીવંત ક્ષણો ફરી પાછી ચિત્ર-પટ્ટીની છબીઓની જેમ સરકવા માંડે ! તેમાં એક વિશેષ દૃષ્ટિથી ઉપસેલા, જોવાયલા ચિત્રમાં ખુદની છાયા, પ્રતિચ્છાયા પડછાયાની માયા કદાચ, માણી શકો તો, માણી પણ શકો ! “તમે એકાંતમાં નિજી અંગત ક્ષણોની અનુભૂતિની રસલ્હાણને ઉપલભ્ધ થાઓ! ” એવી પ્રાર્થના સહ………….. -લક્ષ્મીકાન્તના સ્નેહ સુમન …… ============================================================== “પુષ્પા” ને ૬0 વર્ષ પૂરા થવાને અવસરે સપ્રેમ…… સર્વ હક્ક ઈશ્વર ને સમર્પિત……… સસ્મિત સઘન સજ્જડ *મૌન* “……………………………………………………………………………………….. ………………………………………………………………………………………… ………………………………………………………………………………………… ………………………………………………………………………………………… -[“પુષ્પા”] ક ઈં ક [ઋણ-સ્વીકૃતિ,આભાર ] *=સદ્દગત… # હું મારા જીવનમાં આવેલ, કોઈને કોઈ નિમિત્તે સંબંધાયેલા સર્વે લોકો દ્વારા જે અનુભવોમાંથી પસાર થયો છું….તે બધાંને કારણે મારામાં કઈંક અમૂલ્ય ઉમેરાયું છે। અમુક સારા તત્વો અને ગુણો મારા અસ્તિત્વમાં ભળી ઓતપ્રોત થયા છે, જેથી હું બેહતર માનવ બન્યો છું,જરીક ઊંચે ઉઠવા સક્ષમ બન્યો છું॰સર્વ પ્રથમ,હું પરમકૃપાળુ પરમાત્માનો, શ્રીકૃષ્ણ,શ્રીરામ, ક્રાઈસ્ટ, મહમદ પૈગંબર જેવા અવતારોનો/સર્વ દેવોનો,અમારા પૂજ્ય કુળદેવ ‘દાદા’-પૂર્વજ,[“પંડિતપૌત્રા”નુખ(ઓળખ)ના કુળના પ્રપિતામહ અને અન્ય બધાજ પૂર્વજો ,-જેના અમે વંશજ છીએ] ઋણી છું॰મારા દાદા ડુંગરશી ભાઈ મેઘજી*,-દાદી સાકરબાઇ*, પિતાશ્રી મોહનલાલ*,માતુશ્રી મંજુલાબેન*,નાની બહેનો શારદા સુભાષભાઈ રવાસિયા, રંજન પારસભાઈ શાહ,પ્રવીણા કમલેશભાઈ કોઠારી, તથા નાના ભાઈઓ પ્રવીણ,નયના , પ્રદીપ* ,શીલા, [ સપરિવાર ] સર્વેનો આભારી છુ, ઋણી છુ॰ # પછી, મારી ધર્મપત્ની [મારો વધુ સારો ને ઊંચો, અડધા કરતાં વધારે ભાગ]-“પુષ્પા”,-જે અનેક જવાબદારીઓ,કર્તવ્ય,ફરજ…મુશ્કેલીઓ, તકલીફો, સહીને પણ આત્મભોગથી,નિભાવી રહી છે, એટલે મારા જીવનમાં અત્ર,તત્ર,સર્વત્ર પ્રતિબિંબાય છે,એને કારણે બધું ઉજળું ઉજળું રહ્યું છે॰ મોટી દીકરી “નીલી [નીલમ]” અને જમાઈશ્રી પ્રતાપભાઈ [ શ્રી જમાનાદાસ એમ॰ લાધાણી અને મધુબેનના સુપુત્ર], પુત્ર તેજસ અને પુત્રવધૂ વિનિતા [શ્રી મહેશભાઈ જોશી અને નિર્મળાબેનની સુપુત્રી ]-સપરિવાર તેમનો સૌનો ઋણી અને આભારી છુ॰ # મારા પિતૃ અને માતૃ પક્ષના બધા સગાં-વ્હાલાં, જેમનો મારા જીવનમાં કોઈને કોઈ રીતે નાનો કે મોટો ફાળો રહ્યો છે, તેમનો પણ ઋણી છું જ ॰ખાસ કરીને ,મારા માતૃ-તુલ્ય ગોદાવરીફુઈ* પરસોત્તમ હરીરામ કરસન સોમૈયા*),જેમના પૂરા પારિવારે,જીવનભર મારા ભણતર,ઉછેર,તેમજ કારકિર્દીમાં દિલથી સાથ આપી ટેકો આપ્યો છે ,તેમનો સવિશેષ ઋણી છું॰ બીજા ચાર ફઈબા, દમયંતીમાશી*, ખીમજીમાશા* ( દૈયા ), કરસનમામા* તેમજ, # અન્યો,સૌ મામા-માશીઓનો મારી આજ સુધીની લાં….બી. જીવન યાત્રામાં ખાસ વિશેષ રીતે મદદરૂપ થયા છે તેવા મારા માતુશ્રીના સ્નેહી પરિવારો જેમકે,……શાંતામાશી* અને જમનાદાસમામા*, અરુણા માશી નારાણભાઈ*અને ભીમજી પટેલ (પડોશીઓ), બેન હીરા નો, પણ ઋણી છું॰ # આપણા અગ્રજ એવા ઋષિ મહાત્માઓ, સંશોધકો, વૈજ્ઞાનિકો, વિશેષજ્ઞોનો, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, એવા બધા જેમને કારણે આપણા જીવનમાં અનેક પ્રકારના વિચારો, સગવડ-સુખના સાધનોથી બેહતરતા આવી છે॰ તેવા હર પરમાર્થીનું ઋણ સદા હૈયે રહેશે॰” ‘ઓશો’-“ રજનીશજી*, [જેમના શબ્દો-વાણી દ્વારા મારા વિચાર સમજણ, માન્યતાઓની ક્ષિતિજો વિસ્તરી॰ અન્ય અધ્યાત્મ યાત્રીઓ-અગ્રેસરો,જે॰ કૃષ્ણમૂર્તિ,‘દાદા’-પાંડુરંગ શાસ્ત્રી, શ્રી અરવિંદ, માતાજી, દાદા ભગવાન,મા આનંદમયી,ગુરૂમા આનંદમુર્તિ , સુધાંશુ મહારાજ,મોરારીબાપુ, આસારામબાપુ,,જેવા વિચારકો ના સંદેશ દ્વારા મંથન , ચિંતન વિકસી શક્યા॰ કઇંક તત્વ-સત્વ મળ્યું॰ મારા,ચિંતન પ્રક્રિયા ને અભિવ્યક્તિના સ્તર સુધર્યા,તેમનું ઋણ કેમ ભૂલાય ? # દિલીપમાશા* અને તેમની સાથેના બચુભાઇ પટેલ, જેમણે મને સૌ પ્રથમ નોકરીએ [દાદર-વડાલા] રાખ્યો॰/// બીજી નોકરીએ જેમની સાથે રહ્યો,તે મહેરાસ્ [ઉષા પ્રોસેસર્સ પ્રા॰લિ॰,વિક્રોલી] ત્યાંના સહકાર્યકર્તાઓ, જે છાપ છોડી ગયા છે,-અમરનાથ શર્મા,સરસ્વતી બાલન,પુષ્પા (પુપુ) ફુતનાની, કે॰રામચંદ્રન, પિલ્લાઈ ઉર્ફ (‘પાર્ટનર’), કે॰ એસ॰ મણ્યમ, જે॰ એમ॰ મહેતા,ચ્ંદુલાલ દોશી,///મારી ત્રીજી – છેલ્લી- (૨૫ વર્ષની) નોકરીદાતા ડૉ॰ કેકી હોરમસજી ઘરડા,[ જે એક ઉમદા ગાંધીવાદી કર્મયોગી ન્યાયપૂર્ણ પ્રામાણિક સજ્જન વૈજ્ઞાનિક છે,]”ઘરડા કેમિકલ્સ લિ॰ ના ચેરમેન છે॰ ત્યાંના પ્રો॰ એમ॰એમ॰ શર્મા, શ્રી જીતેન્દ્ર સોમૈયા, ઉદયન મારૂ, પી॰ એ॰ પનિક્કર, લક્ષ્મીદાસ ભાનુશાલી, આર.જી.વ્યlસ, મહેરનોશ બી . કામદીન, રાજેન્દ્ર કે॰ભટ્ટ, રાજન બી॰નાયક, શિરીષ મણિયાર, પંકજ રાવલ, ઉમેશ શાહ, નરેશ શાહ, ચંદ્રકાંત રાચ્છ,પ્રવિંદ ઘરત, હિરેન શાહ, મંગલભાઈ પોપટ*,ગિરીશ રવાસિયા,વિ॰ નો આભારી છું॰ # મારા માંડવી [કચ્છ]ના હા॰ સે॰ શાળાકાળના શિક્ષકો,તેમજ મિત્રગણ જેમની મીઠી મધુરી રમતિયાળ યાદો આજે પણ ભીતર ઝબકી જાય છે, તેવા સુરેન્દ્ર સોમૈયા, ડૉ॰ દિલીપ વર્મા, કિશોર ચાવડા, નરેન્દ્ર પમાણી,રમણીક ઠક્કર,પ્રબોધ ગોહિલ,ભૂપેન્દ્ર જોશી,હસિત ધ્રુવ, જેમની સાથે કઇં કેટલાય આનંદો ,સહાધ્યાય ઉપરાંત, પિકનિક,ક્રિકેટ દ્વારા ઉમેરાયા છે॰ સ્મરણો ની સુવર્ણ સંદૂક માં સંઘરાયા છે, તેમને કેમ ભૂલી શકું ? # કૉલેજ-હોસ્ટેલકાળના સાથીઓ,શાંતિલાલ મિરાણી *,બી॰જી॰ચંદારાણા,અરવિંદ રૂખાના, વિરેન સોમૈયા, એ ઉપરાંત,”કે॰ જે॰ સોમૈયા કૉલેજ,વિદ્યાવિહાર-ઘાટકોપર” ના પ્રણેતા કરમશીભાઈ*,તેમના સુપુત્ર શાંતિલાલ*, ઈત્યાદી કેમ ભૂલી શકું ? પ્રો॰ ડૉ॰ સુરેશ દલાલ,(જેમના કાવ્ય-સાહિત્યે મને ઘાયલ ને કાયલ કર્યે રાખ્યો છે॰) અને જેમના સર્જન દ્વારા મારી સાહિત્ય, ફિલોસોફી,અધ્યાત્મની સાધનાયાત્રા કેળવાઈ ને પોષાઈ છે,તેવા રસજ્ઞ સાહિત્યકારો, શ્રી શિવકુમાર જોશી*,હરીન્દ્ર દવે*,મકરંદ દવે*,ડૉ॰ ગુણવંત શાહ,ચંદ્રકાંત બક્ષી*, કુંદનિકા કાપડિઆ,સર્વેશ વોરા,મહેન્દ્ર પુનાતર,વત્સલ વસાણી , મૈત્રેયીદેવી, ગુલશન નંદા*, અમૃતા પ્રીતમ*, કવિઓ જેવા કે, વિપિન પરીખ*, પન્ના નાયક, રમેશ પારેખ*,રાજેન્દ્ર શુક્લ, ગુલઝાર,આનંદ બક્ષી*,સાહિર લૂધ્યાનવી*,અને અન્ય ઘણા કલાકારો વિ॰ નો ઋણી છું॰ @ મારા દિલની બહુજ કરીબનો શોખ,-“ પત્રમિત્રતા”-જેને કારણે હું અઢળક ખુશી-પુલક -પ્રસન્નતા-આનંદને ઉપલબ્ધ થયો॰જેના દ્વારા,હું જ્યોતિ શાહ,જેવી ઉત્તમ દરજ્જાની બળકટ ભાષા-શબ્દોની માહિર ,સાહિત્યિક વ્યક્તિ સાથે સંપર્કમાં રહી અનહદ આનંદને પામ્યો,વળી નવનીતભાઈ જેવા દિલદાર,હોંશીલા રસજ્ઞ પણ મળ્યા, મને અનેક ચૂંટેલા પસંદીદા વાનાં [પુસ્તકો,સી॰ ડી॰,ડી॰ વી॰ ડી॰,સાહિત્યિક એવમ અન્ય કાર્યક્રમોનાં આમંત્રણો તેમજ રસપૂર્વક લખેલ / લખાવાયલા અંગત પત્રો વિ॰ ]મળ્યા॰ અન્ય ઉલ્લેખનીય : કઇંક સમયના પત્રમિત્રો , રમેશ શાહ “કમલ”, શ્રી દિલીપઠક્કર (ગાંધીધામ), પ્રદીપ સોની(ભરુચ ),વત્સલ વસાણી (અમદાવાદ),પુષ્પા ફુતનાની(પમેલા જાની(માખીજાની) [અમેરિકા], વિ॰ના સંપર્કથી હું વધુ સમૃધ્ધ થયો છું, તેમનો પણ ઋણી છું . @ ખાસ ઉલ્લેખ, મારા નિસ્વાર્થ સેવાભાવી અને સમતોલ વિચારધારાવાળા મિત્ર હિરેન શાહનો કરવોજ ઘટે,જેણે હમેશા,સંકટ સમયની સાંકળની જેમ મારા નાના મોટા બધા કામોને અંજામ આપવામાં મદદ કરી છે॰અન્ય પિકનિક મિત્ર સતીષ/ (ઉર્મિલ)ના સંપૂર્ણ પરિવાર નો સાથ સારો રહ્યો છે॰તેના ગુરુબંધુ-શ્રી રમેશ શાહ [કમલ],[તેમના સદગુરૂ કાનજી સ્વામી -{‘ક્રમબધ્ધ પર્યાય’ના પ્રણેતા}ના અને શ્રીમદ રાજચંદ્રના અઠંગ ભક્ત ],જેણે મને અધ્યાત્મનો એકડો ઘૂંટાવ્યો અને વૈચારિક પરિપક્વતામાં જેનો સિંહફાળો રહ્યો છે, તે અલગારી વણિક-મિત્રનો ખૂબ ઋણી છું ॰ @ છેલ્લે,ઇગતપુરી આશ્રમના વિપશ્યના ગુરુ શ્રી સત્યનારાયણ ગોએંકાજી,અન્યશિક્ષકો, તેમજ ‘રેકી માસ્ટર’ શ્રી રામચંદ્રન(અંધેરી) અને ડૉ॰શામલ દૂર્વે(કલવા) જેમણે તેમના જ્ઞાન અને અનુભવો દ્વારા મને જે કઇં શીખવ્યું॰ એનો મને ઘણોજ લાભ થયો,તેમનો સૌનો, તહે-દિલથી આભારી અને ઋણી રહીશ॰ ક ઈં ક- “ પરિચાયક સંપાદક નું મનોગત ” ‘ કઈંક’ એ વિશેષ રીતે કાંઇક અલગ પ્રકારના લખાણો, શુદ્ધ કાવ્ય-સંગ્રહ નહીં , તેવી નાનકડી પુસ્તિકા છે. મૂળે, મુખ્યતઃ વિચારવાના, લખવાના શોખીન વ્યક્તિના વિચાર-ભાવ પ્રાકટ્યની રજૂઆત પોતાની રીતે થઇ છે, એમ કહી શકાય.આમેજ કરાયેલા સાહિત્યના ભાષા શૈલી, શબ્દોની પસંદગી,ગોઠવણી કઈંક જુદી ને મૌલિક છે! ક્યાંક લાબું, તો ક્યાંક ભાષા અટપટી લાગે, ક્યાંક વૈચિત્ર્યપૂર્ણ ને પુનઃ ઉચ્ચારણ પણ એટલુંજ સહજ રીતે થયેલું છે.( તેમના ધર્મપત્ની ‘પુષ્પાબેને’ સહજ સ્વીકાર કર્યો જ છે.) મુખ્ય કરીને, ભાવ-વિચાર વિસ્તાર અને સહજ પ્રકટીકરણ માટે અછાન્દસ પ્રકાર વપરાયા છે. ક્યાંક વળી પ્રાસ-અનુપ્રાસ, શબ્દલયતા, અર્થ -મર્મ, તત્વ-બીજ આવિષ્કૃત થતા પણ દેખાય છે.ઘણે ઠેકાણે, લખાણો,કૃતિઓનો અંતરપ્રવાહ ઈશ્વરીય શક્તિમાં શ્રધ્ધા, -સમગ્ર અખિલાઈમાં -કુદરતી વ્યવસ્થાની સમ્પૂર્ણતા,ઋણાનુબંધમાં પૂરી આસ્થા, કર્મગત થીયરીને અનુસરતા વ્યક્તિત્વને ઉજાગર કરે છે. નિખાલસતા,પારદર્શિતા,સ્પષ્ટતા,સાચુકલાપણું…. પણ ઉભરાઈને મુખરિત થતા દેખાય છે. ધ્યાનમાં થતી અનુભૂતિની[આના ગેબી નાદના મોજાં…ધ્વનિ-આંદોલનો,/ઊછળ્યા કરે છે, ગૂંજ્યા કરે છે ભીતર,વારંવાર, લગાતાર].+( જાણે બરફની શ્વેત શીલા તે હુંજ !/શ્વેત નિર્મળ નિરામય બરફાચ્છાદિત સમગ્ર વાતાવરણની શીતળતા,તાઝગી વર્તાય છે!) + {હું ગૂંજુ બેફામ, અંતરતમ મન-ગગનમાં, /રણઝણ રણઝણ,ઝનઝન, ઝનઝન થાય/ઝબકયો અંગત એહસાસ! ગજબ આભાસ! } + નિજ એકાંતે સુખાનુભૂતિનો આનંદ માણી રહ્યા/તંતોતંત અમી છાંટણા, ઈશકૃપાના રણકારા, /આવી પૂગ્યા હરિ અમારે દ્વાર! બાજે ભણકારા, /શરણાઈ, ઘંટનાદ, મંજીરાના બજંત રે ઝણકારા/ મારું અસ્તિત્વ નીરવ એકાંતે ઝળહળે છે! / સર્વત્ર આનંદ! સ્વાનંદ-વર્ષા થઇ રહે છે!) માં ઝલક મળે છે. શૃંગાર-રસ કયા સંવેદનશીલ- “જીવંત” માનવીને ન આકર્ષે? ક્યાંક સહજ વીજ ચમકારા નજરે પડે છે [મિલનની ક્ષણને અજવાળે એહસાસ બનીને આવ્યો છું, બીજ ફળ્યાના ઠેlસ સજ્જડ પુરાવા લઈને આવ્યો છું,]+ {તારી કોમલ આળી ફળદ્રુપ ગુપ્ત-ભૂમિએ-,ચોક્કસ મારો કોઈ બીજ-અંશ ફળ્યો હશે!} + (ઝુમ્મર એવા બાંધ્યા તસ-તસ, છૂટેતો પય-કુંભ, ઝોલા ખાય!) + {તું તનની દોરી ઢીલી રાખજે,અંગ અંગ મસ્તી,મોર નાચશે!તું તારી છાતી ખૂલ્લી રાખજે,} / [પુષ્પધન્વા કંપની ઝનઝન તનમાં માણતી, /આહ્ લાદી રહી સ્વર્ગની સહેલ સલૂણી,જાણતી.}/સર્વ પ્રિય,પ્રેયસ્કર અને શ્રેયસ્કર પ્રેમ-સ્નેહ,,મિત્રતા, વિગેરે ભાવો દૃષ્ટિગત થાય. લખાણો/કૃતિઓ માટે નીચે પ્રમાણે ” બ્રોડ કેટેગરી ” કરાઈ છે : (૧) હું , સ્વ, નિજતા,પોતાપણું , મૂળ વજૂદ , અસ્તિત્વ, હયાતી,કવિ,કવિતા, તત્વ-સત્વ,દર્શન-ફિલોસોફી, ધર્મ-અધ્યાત્મલક્ષી ,ઈશ્વર,કુદરત,સ્વયં-સંચાલિત સમગ્રમાં પ્રવૃત છલકતી ઉભરાતી શક્તિ-પ્રવાહની વ્યાપકતા જે સ્વયં-સંપૂર્ણ ને પ્રભાવી છે. જેમાં સજીવ,નીર્જીવ, પદાર્થો,તત્વોમાં સૂક્ષ્મ રીતે-અદૃશ્ય રીતે રહેલા છે જ . (૨) “પ્રેમ” મૂળ સર્વ-શક્તિ સ્રોત છે.સહજ ગુણ લક્ષણ છે.સામાન્ય રીતે-જીવનનો સંજીવની અમૃત સરીખો પદાર્થ છે! અંતતઃ એ એવું તત્વ છે, જે મન-બુદ્ધિવાળા પ્રાણીને માટે સુચારુ સુખી જીવન માટે નિહાયત જરૂરી છે. (૩) સામાન્ય અનુભવો – પ્રસંગો, ઘટનાઓ, બનાવો, તેના આકાસ્મિક્તાના, વૈચિત્ર્ય – નાવીન્ય- વિવિધતાના તત્વો, તેના પ્રભાવો, અસરો સાથે સુસંગત એવા લખાણો – કૃતિઓ. (૪) વધેલી ઉમર , વૃદ્ધાવસ્થા, વાનપ્રસ્થતા, સાથે સંલગ્ન મનોભાવો, શારીરિક અને માનસિક અસહાયતા , નિર્બળતા, શક્તિક્ષીણતા , પરાધીનતા પરિપક્વતા અને છેલ્લે, દેહ – શરીર – સ્થૂળ અસ્તિત્વનો “અંત”-મૃત્યુ, જન્મ સાથે અબાધિત પણે જોડાયેલા તત્વો-ભાવો છે. આ સઘળું એકપણું, દ્વન્દ્વગતતા, ત્રીપરિમાણી,ચતુર્દીશામય, પંચતત્વગ્રસ્ત, ષષ્ટકારી, સપ્ત-રંગી, અષ્ટ-કોણીય ,નવગ્રહ-રસ વર્તુલિતા-વ્યાપકશીલતા, ગતિમાનતા, અંતર્ગત બદ્ધ છે. આ બધ્ધુંજ એકત્વ-અખિલાઈ સમગ્રતામાં સમાહિત છે, અને એ રૂએ સમગ્રની દૃષ્ટિએ, સમગ્રથી, સમગ્રમાં કઈં પણ થવું શક્ય છે! આપણે એનાજ એક ભાગ છીએ એટલે, “દૃઢ સંકલ્પશક્તિથી બધ્ધુંજ [કઈં પણ] થઈ શકે છે !!! એવું તારતમ્ય કઢાયું છે॰ લક્ષ્મીકાન્તભાઈનો સંગ, વિપશ્યના,રેકી, ધ્યાન,પ્રાર્થના ઈ.ના રંગ પુષ્પાબેનને લગાવી ગયો છે,એમ કહી શકાય.એમની કૃતિઓમાં શ્રદ્ધા-આસ્થા મુખરિત થતા અનુભવાય છે. દા.ત.: ।। નિર્ભાર મન ધવલ કમલ બને,તે વાત કરું! સ્વયં સુગંધ બની જાઉં, તરું, તેની વાત કરું! દેહ આ નિ:શેષ થઇ,હવા બને,તેની વાત કરું! ।। ।। પળ પળ મનમાં રમે રામનું નામ, શ્વાસે શ્વાસે ઝરે રામ, રામ ને રામ !…।। ભુજ-(કચ્છ), ૨૭-૧૧-૨0૧૦. -નલિનભાઈ જે. ઉપાધ્યાય . શુભેચ્છા વચન અનુભવોને વાચા ફૂટી…….. અનુભવોનો શબ્દ દેહ……. મનુષ્ય પોતાના હૃદયની લાગણીઓ શબ્દ,સ્પર્શ ,ભાવ, વાણી કે આંસુ દ્વારા પ્રકટ કરતો હોય છે . જીવન ઘણા અનુભવોથી ઘડાતું હોય છે.જીવનમાં બનતો પ્રત્યેક બનાવ જીવનને સુંદર બનાવવામાંમદદરૂપ બને છે. મનુષ્યને મળેલા વાતાવરણ,શિક્ષણ, મિત્રો,સંબંધો, પરિવાર તથા સામાજીક રીતિનીતિથી પોતાના જીવનનું ઘડતર કરતો હોય છે.સાહિત્ય, સંગીત,કળા સાથેનો નાતો,મનુષ્યને વિશિષ્ટ દૃષ્ટિઆપે છે,જે મનુષ્યને સાચો માનવ બનાવે છે.હૃદયના ભાવો , અનુભવોને શબ્દ દ્વારા વ્યક્ત કરવા એ ખુબજ કઠીન કામ છે. “વાવાઝોડાની આરતી ઉતારવા જેવું કામ છે” એવું કવિ અનિલ જોશી કહે છે. ભાઈ લક્ષ્મીકાંત ઠક્કર વર્ષોથી નિયમિત રીતે પોતાની ડાયરી લખતા રહ્યા છે. એમાંથી એમને લખવાની પ્રેરણા મળી. સાહિત્ય પ્રત્યેની રૂચિએ એમને લખતા રાખ્યા , પોતાના અનુભવોને તેઓ શબ્દ-આભૂષણો, દ્વારા શણગારી રહ્યા છે. એમણે પોતાની રીતે કાવ્યો,લેખો,અનુભવો-પ્રસંગોને આ પુસ્તિકામાં આલેખ્યા છે.એટલુંજ નહીં ,પુષ્પાબહેને પણ એમાં સાથઆપ્યો છે.પુસ્તિકામાંની કૃતિઓ નિજાનંદમાં અને માટે લખાઈ છે.એવું એમણે કબૂલ્યું છે.તેથી સાહિત્ય કે કાવ્ય-તત્વની ચર્ચા કરવી અસ્થાને છે. ઘાયલસાહેબ કહે છે તેમ ‘ જે આવે ગળામાં, તે ઉલટથી ગાઈ જવામાં લિજ્જત છે.’ એમ જે લક્ષ્મીકાન્તભાઈ તથા પુષ્પાબેનને જે ‘કંઇક’ સૂઝ્યું, જે ગમ્યું, તે એમણે લખ્યું છે . અધ્યાત્મ તરફના એમના વલણે એમને વિધાયક દૃષ્ટિ બક્ષી છે એટલે પોતે નિજાનંદમાં મસ્ત છે . ઈશ્વર પ્રત્યેનો એમનો અનુરાગ પણ એમની કૃતિઓમાં અનુભવાય છે. લક્ષ્મીકાંતભાઈએ તથા પુષ્પાબેને પોતાના મનોભાવો અહીં વ્યક્ત કર્યા છે, જે એમના સાહિત્ય-રસિક સ્નેહીઓ સુધી પહોંચાડવાની એમની ઈચ્છા છે. ઈશ્વર એમની ઈચ્છા પરિપૂર્ણ કરે એવી શુભેચ્છા. એમણે કરેલા પ્રયત્નને બિરદાવું છું .અભ્યાસપૂર્ણ લેખો,સુંદર કાવ્યો લખે એવી શુભેચ્છા,એમનું દામ્પત્ય જીવન સુરીલું બની રહે એવી શુભેચ્છા સાથે…. ૬-૧૨-૨૦૧૦, મુલુંડ, (મુંબઈ ) -‘મેઘબિંદુ’ના સ્નેહાભિનંદન. અનુક્રમણિકા [મુખ-પૃષ્ઠ-[ 1 ] ‘કઈંક’નોઆકૃતિ-પરિચય-(2) રસજ્ઞ આત્મીય સ્નેહી શ્રીને…… [ 3 ] અર્પણ –[4] [ ઋણ-સ્વીકૃતિ,આભાર=5->7 પરિચાયક સંપાદક નું મનોગત [8>9] શુભેચ્છા વચન -‘મેઘબિંદુ’ (10). [અનુક્રમ-1114] [આમુખ,અંગત…પુષ્પા”-15->17] [સ્વકથન- 18->23, ] [1] હું॰ / કવિ / સ્વ / . ॰ ॰. 01. અંતર-શોધ…..~! 24 02. હું અને એ 24 03. કવિતા અને પરમ-પદ 25 04. હું છું 25 05. એ અને કવિ 26 06. કવિકર્મ / કવિ 26 07. બસ, આમ કવિતા મ્હોરે છે ! 27 08. કવિનો શબ્દ 27 ‌09. કવિ 27 10. તુંજ/”સ્વ”સાથે એક શ્વાસ 28 11. હું ! ને, મારું કેન્દ્ર ! 28 12 ઉદાસીન 29 13. અમે તો ! મસ્ત… 29 14. એ ! 30 15. એકત્વનો એહસાસ! 30 16. “તું”-(સત્-ચિત્ત-આનંદ) 31 17. ખોજ 31 18. અલમ!-એક ધ્યાન! 32 19. ‘ધરી’એ, “હુંજ છું”-રટણ ફરે! 32 20 હું 33 21. “સ્વસ્થ છું. 33 22 “હરિ” ને પ્રશ્ન ? 33 23. ખુદમાં ખુદા 34 24. પરમ-પદ નો મારગ? 34 25. “સ્વધર્મ “ની સોગાત 35 26. તું, હું, કુદરત!/સ્વ”દૃષ્ટિ 35 27. એ તો એની જ કૃપા 36 28 કેમ ?…કેમ?… 36 .29. નડતર 36 30. સ્વાનંદ-વર્ષા! 37 31. આ આપણે ! 37 32. તટસ્થ 37 33. જીવનભર ! 38 34 અંતર્ઝરણ!.. 38 35. આનંદમંગલ મંગલ 39 36. કોચલું ફોડવાનું કૌવત! 39 37. જરૂરી છે! 40 38. ખોજ ને મોજ ! 40 ૨॰ પ્રેમ / હું,-તું / પ્યાર / પ્રિયા 39. …………….આવ્યો છું ! 41 40 પ્યારની ધડકનો 41 41. “પરંતુ, તું નિરુત્તર છે ! 42 42. એક કલ્પના – સ્ફૂરણ! 42 43. વાર્તાના અંતમાં. 43 44. ઝુમ્મર ઝોલા ખાય…! 43 45. શું કરવું?[‘ 44 46. એક પ્રિયાને…. 44 47. તમે ! 44 48 . એકબીજાના પૂરક … ‘આપણે 45 49. તે કોણ? 45 50. બારી ખૂલ્લી રાખજે! 46 51. તારી કથામાં ! 46 52. મહા અનલ / ‘બ્લેક હોલ’ 46 53. પ્રેમ , થાય ત્યારે ! 47 54. ??? આ સંસાર!!! 47 55. હોવી જોઈએ ! 47 56 ખબર તો પડી ! 48 57 ચાલ તને…..! 48 58. નારાજગી! ??? 49 59. ભ્રમ નો?મતલબ શું છે? 49 6૦. સન્નાટો! 50 61. કે, ગમતું નથી ! 50 62. મતલબ શું છે? 51 63. [‘ ધી સર્ચ\'[=ખોજ] 51 [ 3 ] અનુભવો-પ્રસંગો,ઘટનાઓ સુસંગત 64. એકાંતનું મેઘધનુષ ,શ્વાસતારા, 52 65. મારી કલમને ટેરવે છે 52 66. બા નો ચહેરો 52 67. અગાશી! 53 68. હું અને મન. 54 69. આદતથી મજબૂર 54 70. સ્વગત,……….કાન્તભાઈ ! 55 71. જોતા જ રહ્યા 55 72. જીવન “છે”,-સતત શાશ્વત! 56 73. કેમ થશે? 56 74. વૃક્ષ, હું 57 75. પછી શું? 57 76. ફોરાં વરસે 58 77. આપણા ! 58 78. અંતે શૂન્ય ! 59 79. મન, ને, પ્રશ્નો! 59 80. સ્પર્શની તાકાત 59 81. એકાંતે મારી મુલાકાત! 60 82. જીવન 60 83. અગાશી અને આકાશ 61 84. ‘અહં’નું છળ ! 61 85. સમયના વિષે…. 62 [4 ] [P] = પુષ્પાની કૃતિઓ 86. શ્રદ્ધાની તાકાત 63 87. પ્રાર્થના 63 88. સુખ….. સંતોષ…..આનંદ…..મસ્તી 64 89. અંદરની વાત કરું! 64 90. સાવનમેં….. 65 91॰ ભય 65 92॰ સ્વર્ગની સહેલ 66 93. શૂળ-બિંદુ 66 94. હું શું કરું ? 67 95. ” કંઈ! ” પ્રેમની અસર ! 67 96. એ …..રાત….! 68 97. તારા વિના 68 [ 5 ]. વૃદ્ધાવસ્થા સાથે સંલગ્ન મનોભાવો 98. ……મોસમ ગઈ હવે! 69 99. ભીતર હી ભીતર ! 69 [ 6 ] વિદાય- વચનો . 01 – 3. છેલ્લી સફર, સંતાનોમાટે વસિયત,બંધન 70 કલ્પનાગત શક્તિ=ચૈતન્ય તત્વ 71 ‘કઈંક’ નો સ્વ-પરિચય 72 નોંધ:- **આમાંથી અમુક કૃતિઓ જ્ઞાતિ-મુખપત્રો,-જેવાં કે,“લોહાણા સૌરભ”,મુંબઈ કચ્છી લોહાણા મહાજન; ’લોહાણા-જ્યોત (મુલુંડ), લોહાણા-પ્રકાશ, [અમદાવાદ], પાંજો પ્રતિબિંબ [કર્ણાવતી] વિ॰માં પ્રકાશિત થઈ છે. ***[“પુષ્પા”ને નામ, [ P ] MARK વાળી ‘કઈંક’ કૃતિઓ સમાહિત છે. ] [-15-] અંગત અનુભૂતિની એક વાત*સ્વગત [ સ્પર્શ અને સ્પંદન – ભીતર હી ભીતર – સ્વયમ્] [સદાય ગતિમાન એક વહન, ભીતરનું આકાશ..કશાકનો સ્પર્શ. કશીક આવન-જાવન ..કઈંક આપ-લે, ‘ચન્દરની અસર સમંદર પર’ જેવું] ====================================================== આમુખ :- [ ” લહર / લહેર આવે તો લખુ નહીં તો વહી જવા દઉં.” ]- સાંઈ કવિશ્રી મકરંદ દવે નો ‘સ્વ’મંત્ર ! ‘સહજ મિલે સો સોના’ ની રુએ આકસ્મિકતા-તેની સાથે જોડાયેલ આશ્ચર્યચકિત્-તાનું ‘થ્રિલ’ યાનેકિ, રોમાંચકતા, રણઝણ, ઊભરો -જે કહીએ તે, અંગત અનુભૂતિનીજ વાત! વળી,એમાં ચૂપ-શાંત બેસી રહેવાનું, જોયા કરવાનું, જે સહજ હોય તેજ અપ્રયત્ન કર્તુત્વ, જે માત્ર અને માત્ર “કર્માધીન યંત્રણા અંતર્ગત” આસપાસમાંથી ‘સ્વ’ માં ઉતરી આવેલી ઈશ કૃપાજ ! જે મૂળપણે અગત્યનો-ને, મહત્વનો ભાગ ભજવે છે.તેની પરિણતિ -ફલશ્રુતિ એટલે ‘ આનંદ’ -મૌજ, લિજ્જત- પુલકિતતા-લહેર, મૂડ-મિજાજ ખુશખુશાલ ચહેરે અસ્તિત્વમાં અંતરસુખના અમી છાંટણાંનું તેજવર્તૂળ -આભા { ઓરા- aura } ] અંગત અંગત …[“પુષ્પા “] ‘કઈંક’ – વિષે “કૈંક”! “કઈંક” વિષે,એમના ઇજનને માન આપી કંઈ કહેવુ પડે એમ છે ત્યારે, સભાનતાપૂર્વક શક્ય એટલું તટસ્થ રહી થાય એવી ઈચ્છા છે.એમની સૌથી નજદીકની -અંગત વ્યક્તિ -અર્ધાંગિની-, તરીકે, હું “પુષ્પા” જ,તેમના વિષે કઈંક વધુ સારી રીતે કહી શકું ! ખરું ? એમની નબળાઈ કહો, કે,આદતન થતું સહજ પુન:ઉચ્ચારણ,અમુક શબ્દો એમની “વીકનેસ”( અતિ ગમતી વાત)જ છે! એમના લખાણોની લગભગ સાક્ષી રહી છું, વારંવાર વપરાતા શબ્દો , “કઈંક”ના….જે પકડાયા છે ,ને, સ્મૃતિમાં આવે છે…તેમાંથી કઈંક……. [અકળ,સકળના સ્વામી, ‘એ’, “હરિ’ઈચ્છા, ઈશકૃપા,કર્માધીન, કુદરત, ઋણાનુબંધ, લેણાદેણી, ને,..મૂળે, ભીતર, બ્હાર, સ્વ, રણઝણ,સભર-સભર, હરફર, હલચલ, , હલાહલ,સ્પર્શ, સ્પંદન, કોલાહલ, ચળ, સળવળ,સખળ-ડખળ,શબ્દ,કવિ, કવિતા, સાહિત્ય-વસ્તુ,જીવન,ઝીંદગી,પ્રતીક્ષા, આનંદ, સુખ,તૃપ્ત,સંતુષ્ટ , ભ્રમ, સત્વ, તત્વ, તથ્ય,વજૂદ,અસ્તિત્વ, હયાતી,] અહીં તેમના શ્રદ્ધા-તત્વબળ ,નિસર્ગ-પ્રેમ,જીવન તરફ ચિંતન,ફીલોસોફીભર્યો ઝોક છતા થાય છે! કઈંક ખુલ્લાશભર્યો તેમનો ‘એપ્રોચ’ દરિયો, સાગર,સમંદર,પારાવાર,અનરાધાર, વિચાર, આચાર, અપાર, અંદર-બ્હાર, આરપાર , ચોફેર,ચોપાસ,આસપાસ.સમગ્ર.વિ॰ શબ્દોમાં વ્યક્ત થાય છે. દા.ત. તેમની કૃતિઓમાંથી (“શું?”) છતું થાય છે ? સંયોગ આ જે કંઈ છે. સમય સાથેનો સંભોગ છે! શબ્દો સાથેનો નિરંતર વિશેષ પ્રયોગ છે, પ્રકૃતિ-પ્રવાહ સંગે,શાશ્વત વિનિયોગ છે,-પ્રેમ છે,તપ છે,જપ છે! હમેશાંનો સંયોગ છે. ‘મારું મધ લાગે મને મીઠું રે!’ એનું સત્વ અમૃત સરીખું રે! સંજીવની-ચેતન છાંટ્યું રે, હોંશ,ઉમંગે ચમકી આંખ્યું રે.! અંતર-શોધ….~! ધાર્યું ન્હોતું ત્યાંથી સગડ મળ્યા,તત્વ નીકળ્યું, મહામૌન ખોદ્યું,તો શબ્દો મળ્યા,સત્વ નીકળ્યું, નગણ્ય કર્યું જે , એમાં અજબ મહત્વ નીકળ્યું, પકડી રાખેલું છોડવા લાયક, ‘મમત્વ’ નીકળ્યું, નડતું’તું બધો સમય અહંનું જડત્વ નીકળ્યું, બીજાની વાત કરતાં,તેમાંથી “સ્વત્વ” નીકળ્યું. મન નું વલોણું ચાલ્યું,મન્થનથી તથ્ય નીકળ્યું, ‘કઈંક’ની ખણખોદ રંગ લાવી, ને ,પથ્ય નીકળ્યું. *સ્વ-કથન [1] લક્ષ્મીકાન્તમ,કમલનયનમ,સરલમ નીર્મલમ! જાતને જાગૃત કરવા હું ‘કમલ’* પાસે ગયો, મને નિરાવૃત થતો જોયો, છેક અમલ થયો! ફંફોસતાં,ખોજતા ખુદને,સાવ નિર્મલ હું થયો! અતિશય આનંદે’કમલ-જલવત્’સાવ હું થયો! *[‘કમલ’]*- એક મિત્ર,જે મને વિચારોની ખેતી દ્વારા અધ્યાત્મ-તત્વ તરફ દોરી ગયો. [ (જે હતું) / થયું ] કર્માધીન ગતિ સાથે સઘનપણે પારસ્પરિકતાના ભાવે જોડાયેલ છે! ‘જે છે’ અને પરિણમશે, “સંયોગ” અન્યો,ને આધારેજ છે.આ સંકલ્પના-વિચારને કઈંક વધુ સ્પષ્ટ કરવા “આ લખાણ કેમ શક્ય બન્યું?”, તેની વાત લઇ સમજવા કોશીશ કરીએ! આ અગાઉ આ લખનારના મન માં સહજ એવો ભાવ આવ્યો,-આ “કઈંક “ઉપનામ શા માટે? તેનો અર્થ શું? હવે, આ આતુરતા – જિજ્ઞાસા (થોડું વધુ જાણવાની ઈચ્છા-ભાવ, ચિંતન, સંવેદના માનવસહજ સ્વભાવગુણ -લક્ષણ છે , તેની તીવ્રતા એવી અંકાઈ/જડાઈગઈ કે, “ઈશકૃપા”- નું તત્વ કામ કરી ગયું. સમયચક્રની ગતિને માર્ગે એક મુકામ ….લખનારનું બ્રાહ્મ-મુહૂર્તમાં [૪.૦૦-સવારે] ઊઠી જવાનું બન્યું,વિચાર-ધ્યાનની રમણા સહજ ઘટી–ચાલી,…નાહી -ધોઈ, સ્વચ્છ થઇ સ્વસ્થ થઇ સ્થિર બેઠક જામી, અન્ય સમવાયો-સાધનો,-ટેબલ પર હાજર હતાજ. [આ ડાયરી,શરીર-હાથ,આંગળા પેન,ફેન,-દીવા-બત્તી ]ને, સૌથી મોટી વાત, તે “મૂડ”,-સહજ લખવાની ચળ-મસ્તીનું હોવું તે, સ્વયં કો’ક કંપનલહરો અગોચર અકળમાંથી આવતી ગઈને,.”ઈશકૃપા”ના બળે શબ્દો સૂઝતા ગયા, ને ગોઠવાતા ગયા.સ્થૂળ જગતમાં,’લક્ષ્મીકાંત મોહનલાલ ઠક્કર’ને નામે જે,ઓળખાય છે,તેના મન-શરીર દ્વારા આ લખાણ શક્ય બન્યું…કાર્ય થયું ,કારણ તો હતુંજ.તેની પાછળ એક તીવ્ર ઈચ્છા,-ભાવકર્મ નું, સંકલ્પ બળનું મૂળ કારણ હતુંજ. [ ‘કઈંક’, આ કઈંક એટલે પ્રથમ”અહં”ભાવ ભીતરના હકારાત્મક “હું”કારનો બોલકો રણકો, બીજું (અસ્તિત્વ) સમગ્ર અસ્તિત્વની અપેક્ષાએ નગણ્ય ખુદના વજૂદ રજકણ અતિપવિત્ર અંશ ( ભાગ-અનુભાગ) [જેમ સૂરજ પાસે આગિયો ] ત્રીજું, ‘કઈંક’ શબ્દ પાછળ સમાયેલું છે,અનિશ્ચિતતાનું,-અચોક્કસતાનું તત્વ(“શું?”) તેની પૂરી જાણ ના હોવી તે. તે કદાચ સમયની ગતિ-સંયોગ સાપેક્ષતા સૂચવે છે—વાત,વસ્તુ,વ્યક્તિનું કશાક પર આધારિત રૂપ-સ્વરૂપ આકૃતિ, મૂડ-મિજાજલક્ષી સ્વભાવગુણ ની મર્યાદા સૂચવે છે.અહીં આ ત્રણ વિશેષ ભાવ જે કુદરતી રીતે વણાઈ ગયેલા લાગે છે, તે આ સમગ્ર “અસ્તિત્વ” આપણી ‘હસ્તિ’-હયાતી(હોવું તે)ને અનુલક્ષીનેજ છે,ફોડ પાડીને વાત કરીએ તો”આત્મા” [જે પરમ (મહા=સમગ્ર) તેજનો અંશ-“જ્યોતિબિંદુ”(અન્ગુષ્ટ-પ્રમાણ ), આપણા શરીર-મન(કે મન-શરીર)નું ચાલક-પાલક બળ છે,શક્તિ-સ્રોત છે,જે દીવા-દાંડીની સર્ચલાઈટનું કામ કરે છે.] ‘તે કેમ હતું?’ તે શોધવા વધુ અંતર-શોધ આદરવી પડે! અકળ રહસ્યભર્યા વાત-મુદ્દા લાગે છે,પણ તેનું મૂળ કારણ શોધવું અશક્ય તો નથીજ! કારણ,શોધશો તો ચોક્કસ મળી જશે.એ કુદરતી વ્યવસ્થાગત યંત્રણાનીજ વાત.બાકી,”કઈંક” ને એક વાત નો જબરો શોખ:” એના ફળદ્રુપ મનમાં વિચારોની ખેતી કરવાનું ગમે,પ્રશ્નોના જવાબ શોધતા રે’વું, અતલના ઊંડાણ નું મૂળ મળશે જ, કારણ,- એ આપણી ભીતરની જ વાત છેને? એક કવિજીવનું સ્વગુહામાં ઊંડું અવગાહન, જે તેને માટે મુખ્ય છે, ને સહજ પણ. ઊંડું અને સૂક્ષ્મ અભ્યાસુ દૃષ્ટિથી ભીતરની અંતર-જિજ્ઞાસા સંતોષવા કરાયેલું પૃથક્કરણ તેની શક્તિ છે….,જે ” ઈશકૃપા”ને જ ઇંગિત કરે છે! એટલેજ, ’કવિ’ને લોકો ‘મોસ્ટ બ્લેસ્સેડ’-કૃપા-પાત્ર, આશીર્વlદપ્રાપ્ત ગણતા હશે? કવિ લખે છે: ‘ મારી અંતર-આનંદની “તેજલ રેખ” વિસ્તરતી,લરજતી,ચોપાસ ફરીવળતી ,લહેકા-ટહૂકા….. ફૂલ-ગુલાલની જેમ છાંટતી ..’હળવાશ’ અને ‘આશાયેશ’ તેના” લાગણી-સંવેદના ના સિક્કાની બે બાજુની છાપ છે ! કવિની લાક્ષણિકતા તે તેનું કોમલ કોમલ હોવું તે..! નઝાકત…અલાયદાપણું.. ( સામાન્ય લોકોથી અલગ ઊફરા-જુદી રીતે જીવવામાં, માનવા અને કરવામાં આનંદ ઉઠાવનારા-માણવાવાળા અલ્પસંખ્યકોમાંના એક એવા હોતા હોય છે.ભીતરમાં..નરમદિલ લજામણી ના છોડ જેવા! ને, બIહ્યમાં શુષ્ક ભાસે, રુક્ષ ને અલિપ્ત લાગે..આ વિરોધાભાસ જ તેની તાકાત-ચાલક બળ॰ કવિ ચૂપ્પ-અબોલ હોય ત્યારેજ ખરેખર બોલતો હોય છે , ‘સ્વ’-સંવાદ દ્વારા…,કારણ કે, તે અંતર-ખાણમાંના નિજ-શુદ્ધ તત્વ [‘સબ-કોન્સિયસ’-અર્ધ જાગૃત ચેતન મન] સાથે તીવ્ર જીવંત ઘનિષ્ટતાથી જોડાયેલો હોય છે.આનંદલહેર પર સવાર ખુદમાંજ નિમગ્ન ‘મસ્ત’ હોતો હોય છે ! સ્થિરતા પ્રાપ્ત પોતાનાજ કેન્દ્રમાંજ અડોલ આસનમાં કવિને કશુંક અછૂતું અનોખું નિર્મળ પરિશુદ્ધ તત્વ દેખાડી દે છે, ને,પછી તેની કલમ સ્વયં સહજ ‘જીવંત’ કરાંગુલિઓ દ્વારા કારીગરી-કામણ કરે છે.એટલે સહજ સ્પન્દને રણઝણ રમણા ..જેવી ઘટના ઘટે છે ,ને આમ ક્યારેક, સ્વયં લખાઈ જતું હોય છે! એજ તેનું ઈનામ -શિરપાવ-અનમોલ ભેટ,ફલશ્રુતિ! આ એક, ” માં ” જેવી, બાળજન્મ સર્જન પ્રક્રિયા માંથી પસાર થવા જેવી, ગર્વપૂર્ણ ઘટના છે! આપણા જાણીતા લબ્ધપ્રતિષ્ઠ કવિશ્રી ડો.સ
 3. અંદાઝ-એ-બયાં’
  માત્ર લબ્ઝોંપે મત જાઓ, સિર્ફ મતલબ સમજો યાર,
  મતલબ સમજકર, મર્મકો પાઓ,ખુદાકા સંકેત સમજો।
  વૈસે બિના મતલબ કુછ હોતાહી નહીં,ખુદકો સમજો યાર,
  સિર્ફ કહેનેકે વાસ્તે અપની જુસ્તઝૂ હૈ,અપનીઆરઝૂ હૈ,યાર,
  મિલે સૂર-સાઝકે સહારે અપના ગાના સબ ગાતે હૈં,યાર,
  કુદરતકે કારોબારર્મે કર્મોકે સહારે સબકુછ પાતે હૈં યાર!
  બાત કહેનેકા અપના અંદાઝ-એ-બયાં સબ ગાતેહૈં,યાર.
  ખુદકા શુકૂન ભીતરકા સબ બાર બાર દોહરાતે હૈં, યાર!
  ‘જિસકા જીતના આંચલ હો, ઉતના હી સબ પાતે હૈં,યાર!’
  કોઈ ભટક કર કોઈ સીધા ,આખિર સબ પહૂંચ હી જાતે યાર।
  જિસકી જૈસી જુસ્તઝૂ ,જિસકી જૈસી આરઝૂ જો સહી હો યાર!
  તુમ કહેતે:’ખુદામિલ ગયા’,હમ માનતે:”વો પાસ હૈ હી” યાર!
  બાત એક હી હૈ,દાયેં ચલો કિ બાયેં,ગોલગોલ ઘૂમના હી હૈ!
  ખુદાને ખુલ્લા છોડા ચુનાવ,અપની જુસ્તઝૂ હૈ,અપનીઆરઝૂ હૈ.
  ઐસા મૌકા જીવનમેં નહીં આતા બારબાર,મેરે યાર,
  ઐસે આદમી આદમી સે દિલસે કહાં મિલતા હૈ યાર?
  મિલા હૈ ઉસે અચ્છી તરહ નિભાઓ, મઝે લે લો યાર.
  ‘એક્સિડેંટ’દુર્ઘટનાહી નહીં હોતી, ’ઘટના’ હી કહો,યાર!
  છત્ર જાતા હૈ તો,ખુલા આકાશ ઉડનેકો મિલતા હૈ યાર,
  અપની અપની જુસ્તઝૂ હૈ અપનીઅપની આરઝૂ હૈ,યાર!
  ***

  મુશ્કિલ
  દિલ લાગાનેકે બાદ ભૂલના કિતના હૈ મુશ્કિલ ,
  કિસી દુસરેકે લિયે પલટકર લૌટના હૈ મુશ્કિલ!
  ઉસકી ઈચ્છાસે તાલમેલ બિઠાના હૈ મુશ્કિલ,-
  ઉસકે ફૈંસલે કે ખિલાફ જાના,હૈ ઉતનાહી મુશ્કિલ.

  હૈ સ્વભાવ ઉસને હી દિયા,ઉસે જુઠલાના મુશ્કિલ,
  કરેં તો ક્યા કરેં? કૈસે?ચૂપ્પ રહેના કિતના મુશ્કિલ!
  બેગુનાહ હોકર માફી માંગના, કિતના હૈ મુશ્કિલ!
  ‘જિન્દા’હોકર ભી, ખુદકો ભૂલાના કિતના હૈ મુશ્કિલ!

  ઉસને હમેં જો કુછ ભી દેના ચાહા હૈ,દે હી દિયા હૈ!
  માલિકકી મર્ઝી કે ખિલાફ જાના ,કિતના હૈ મુશ્કિલ!
  જીવનમેં કુછ પડાવ-મુકામ, ઐસે ભી આતે હૈ,કભી,
  ઉન્હેં લાંઘકર પૂરી તરહ સાબૂત રહે પાના હૈ મુશ્કિલ.

  તુમ મેરી રાય જાનના ચાહતે હો, તો એ જાન લો-
  સબ જાનકર ભી,’કુછ ના કરના’, કિતના હૈ મુશ્કિલ !
  ***

  La’Kant / 24-5-12

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s