ગીત: મહાસફાઈ – વિજય ચલાદરી

મનની કરી લે સફાઈ મુસાફિર મનની કરી લે સફાઈ
પળમાં આવ્યા પળમાં જવાનું ગીત મજાનું ગાઈ
મુસાફિર મનની કરી લે સફાઈ

બારી, બારણાં હ્રદયનાં ખોલી પોતું પ્રેમનું લગાવો,
તણખે તણખું દુર્ગુણોનું વીણી વીણી સળગાવો.
મન ચોખ્ખું તો તન ચોખ્ખું થવાનું મારા ભાઈ,
મુસાફિર મનની કરી લે સફાઈ.

હાથમાં ઊભું ઝાડું પકડ્યું, સાવરણી કેવી સુવાળી,
શેતરંજી ખડખડાટ હસતી, કલ્પના મારી નિરાળી.
પ્રાર્થનાના શબ્દે શબ્દે થઈ સ્નેહની સગાઈ
મુસાફિર મનની કરી લે સફાઈ

શિક્ષણ સાથે કેળવણી આપે જીવન ઘડતર કરવા,
સમૂહ જીવન જીવતાં શીખવે એકબીજાને સમજવા.
વિદ્યાપીઠ કરાવે આજે કરી લે મહાસફાઈ
મુસાફિર મનની કરી લે સફાઈ

-વિજય ચલાદરી

કવિ પરિચય

નામ: વિજય ચલાદરી

જન્મ તારીખ: ૨૬/૦3/૧૯૮૨

અભ્યાસ: એમ.એ. (ગુજરાતી), એમ.ઍડ્. (શિક્ષણ)

પ્રાથમિક શિક્ષણ:
૧.ચલાદર પ્રાથમિક શાળા, ચલાદર (ધો. ૧ થી ૪)
૨. ચાત્રા પ્રાથમિક શાળા, ચાત્રા (ધો. ૫ થી ૭)

માધ્યમિક અને ઉચ્યતર માધ્યમિક શિક્ષણ:
શ્રી વી. કે. વાઘેલા હાઈસ્કુલ, દિયોદર, જિ. બનાસકાંઠા (ધો. ૮ થી ૧૨)

કૉલેજ શિક્ષણ:
૧. શ્રી ત્રિકમભાઈ ચતવાણી આર્ટ્સ ઍન્ડ જે. વી. ગોકળ કોમર્સ કૉલેજ, રાધનપુર, જિ. પાટણ (બી.એ.)
૨. શ્રી મહાદેવભાઈ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. (એમ.એ.)
૩. શિક્ષણ મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. (બી.ઍડ્. અને એમ. ઍડ્.)

વ્યવસાય: અધ્યાપક, શ્રી બી. જે. ગઢવી બી. ઍડ્. કૉલેજ, રાધનપુર જિ. પાટણ – ૩૮૫ ૩૪૦

સંપાદક: ‘છડીદાર’ સાપ્તાહિકમાં “કવિ અને કવિતા” કૉલમનું સંપાદન

કાવ્યસર્જન: ગીત, ગઝલ, સૉનેટ, મુક્તક, હાઇકુ અને અછાંદસ.

પ્રકાશન:
૧. વર્તમાનપત્ર: રખેવાળ, જયહિંદ, જનસત્તા લોકસત્તા, સંદેશ, ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર.

૨. સામયિક: શબ્દસર, ધબક, ગઝલ વિશ્વ, કવિ, શહિદે ગઝલ, સુવાસ અને નિર્ધાર.

બ્લોગ: http://www.chaladari.blogspot.com

ઈ-મેઇલ: vijaychaladari@gmail.com mailto:vijaychaladari@gmail.com

ફેસબુક: Vijay chaladari

સરનામું:
ગામ: ચલાદર પોસ્ટ: ચાત્રા તા. ભાભર જિ. બનાસકાંઠા- ૩૮૫ ૩૨૦

સંપર્ક નંબર: મો. +૯૧૯૦૧૬૬૮૬૮૪૪ અને +૯૧૯૯૧૩૩૬૩૦૮૬

Advertisements

2 Comments

 1. :- શેર :-

  ૧. મળી છે આ જિંદગી તો હસતી હ્સાવતી રાખો
  હશે આ જિંદગી હસતી તો કોઈ દર્દ નહી રહે

  ૨ .કા લોક પ્રેમ ને બહાર શોધે છે
  ને કા લોક અહીં તહીં ફરે છે
  બસ એક ડગ ભીતર માંહી જો
  ત્યાં અવિરત ગંગા વહે છે .

  ૩.આ ગુર્જર ધરા પર રાખ થવુંય મને ગમશે
  પૂછો મારા ઉર ને તો સૌના હદય્માં પ્રેમ
  બની રહેવુંય મને ગમશે .

  ૪. રાખથીય ભલા રાખ થવુંય પડે છે .
  કંઈક પામવું હોય તો ખાખ થવુંય પડે છે
  મંજીલ છે તો દુર ઘણી આ સપનને પણ
  આંખ થવુંય પડે છે .

  ૫ મારા બાળપણની યાદ હ્જુય મારી આંખો સામે તરવરે છે
  જીવવુ છે મારે તેની યાદમાં પણ સાચું કહુ હવે તેવું ક્યાં જીવાય છે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s