પ્રેરિત છે – કીસન સોસા

kisan sosa
પ્રેરિત છે ‘સલામ’ ને પ્રેરિત ‘રામ રામ’ છે,
ઘણુંક નામરૂપ ને ઘણું હજી અનામ છે !

અમુક લલિત તો અહીં દલિતના છે ‘વાઉચર’,
અમુક દલિત પણ અહીં લલિતના ગુલામ છે !

નિરાંતવા હરિત ‘ખેતરો’ ચરી જતા ‘પશુ’,
ને ચાડિયા તો ચીંથરે, એનો અલગ દમામ છે!

નગર ત્યજી વને ગયા, વને ય એ જ છે વરાળ,
યુગો જૂનો વિષાદ છે, વળાંક ક્યાં વિરામ છે !

શું મોહતાજ છે હજી કથિત એ ‘પ્રવાહ’નો ?
વિરાટ, તારો પથ અલગ ને આગવો મુકામ છે!

જો જીવતો હશે તો ચીસથી જવાબ આપશે,
આ શબ્દ કાળમીંઢને ડિલે દીધેલ ડામ છે !

એ ભેખનો ને ભીખનો ન ભેદ પારખી શકે,
છે નિમ્નતર હજુરિયા ને નાન્યતર ‘નિઝામ’ છે!

– કીસન સોસા
પ્રકાશિત સંગ્રહ: ક્ષુધિત સૂર્ય

3 Comments

 1. કાવ્ય

  હા તું માને

  જીવાડી
  હસાવી
  રડાવી
  રહ્યો છે
  ચલાવી
  દોડાવી
  ફરાવી
  રહ્યો છે
  ઉંઘાડી
  જગાડી
  રહ્યો છે
  જેને તું ઈસુ, બુદ્દ્ધ, મહાવીર,
  રામ, ક્રુષ્ણ ક હે છે
  તે જ એ જ છે
  તું માને તો સઘળુય છે
  અને
  ના માને તો ક્શુંજ નથી ..

  કવિ : જાન
  મલેક્પુર વડ
  મો.૯૯૨૪૬૧૦૧૨૪

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s