મારે માણસ બનવું જોઈએ ! – વિજય ચલાદરી

કવિતા: મારે માણસ બનવું જોઈએ !

“હું મુસલમાન છું
હું હિન્દુ છું”
એવું કહેનારો હું
ગોધરાકાંડ અને તે પછીના સમયે
ન્હોતો હું મુસલમાન
કે
ન્હોતો હું હિન્દુ.
હતો એક અધર્મી.
… નિર્દોષ માનવોની ક્રૂર હત્યાનો
એકમાત્ર સાક્ષી.
બધુ જ મેં જોયા કર્યું.
કોઈને રોક્યા પણ નહીં
અને
ટોક્યા પણ નહીં.
મૂંગા મોંએ જોયા કર્યું
માત્ર એનો હિસ્સો બનીને.
‘સાલ્લાઓને કાપ્પી નાખોમાં સહમત’
મારા જેવો
નીચ નરાધમ
બીજો કોણ હોઈ શકે ?
સમય જતાં સમજાયું
કે
પહેલાં માફી માંગવી
પછી
સદ્ભાવના તરફ વળવું.
મને ગળા સુધી વિશ્વાસ છે
હવે
હું માણસ બનીને જ રહીશ.

– વિજય ચલાદરી

Advertisements

17 Comments

 1. કાવ્ય

  હા તું માને

  જીવાડી
  હસાવી
  રડાવી
  રહ્યો છે
  ચલાવી
  દોડાવી
  ફરાવી
  રહ્યો છે
  ઉંઘાડી
  જગાડી
  રહ્યો છે
  જેને તું ઈસુ, બુદ્દ્ધ, મહાવીર,
  રામ, ક્રુષ્ણ ક હે છે
  તે જ એ જ છે
  તું માને તો સઘળુય છે
  અને
  ના માને તો ક્શુંજ નથી ..

  કવિ : જાન
  મલેક્પુર વડ
  મો.૯૯૨૪૬૧૦૧૨૪

 2. શેર
  ૧ છો કવિ ચલાદરી મારા વતનથીય તમો દુર
  ૫ણ્ છે આ૫ની યાદોનું મારા દિલમા્ં ૫ુર

  ૨. છુ ઇંતેજારીમાં આ૫ના આગમન ભયાઁ જવાબની
  જોવું કયારેક વાટ આ૫ની લાજવાબ કવિતાની

  આ૫નો સ્નેહી
  કવિ …. જાન

   • -શેર :-

    ૧. મળી છે આ જિંદગી તો હસતી હસાવતી રાખો
    હશે આ આ જિંદગી હસતી તો કોઈ દર્દ નહી રહે

    ૨.કા લોક પ્રેમને બહાર શોધે ને કા લોક અહીં તહીં ભટકે છે
    જરા આંખ મીંચી ભીતર માંહી જો અવિરત પ્રેમની ગંગા વહે છે .

    ૩.જિંદગીની સફ્રર ક્યાંક ટૂંકી અને લાંબી પણ હોય છે
    પણ આ જિંદગીની આ સફ્રરમાં કેવું જીવ્યા તેનો જ મર્મ ગવાય છે

    ૪.મેં તો માંગ્યું ન્હોતું ને મને પ્રેમનો ગુલદસ્તો મળ્યો
    પ્રેમ ક્યાં હોય છે આમ સસ્તો મને ગમતો તેવો જ રસ્તો મ્ળ્યો .

    ૫.અનુભવ દુનિયાના લઈને ઘડાયો છું ને
    ઘસાઈ ઘસાઈ ને ચંદન બન્યો છુ.

    કવિ : જાન
    મલેક્પુર વડ
    તા. વડનગર
    જી : મહેસાણા
    મો :૯૯૨૪૬૧૦૧૨૪

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s