કેમ કહું કે એનામાં કૈક કચાશ છે…..?

–રક્ષિત અરવિંદરાય દવે
કેમ કહું કે એનામાં કૈક કચાશ છે…..?
જે મને તો સાચવે જ છે …
સાથે સાથે અમારા પરિવારનું પણ જતન કરે છે ……….
બાધા આખડી રાખી માંગેલા અને
પેટે પાટા બાંધીને ઉછેરેલા પોતાના જ
સંતાનોની ઉપેક્ષાથી
જેનું હૈયું બળી જાય છે છતાંયે
“મ્હારો દીકરો” “મ્હારી દીકરી”
એમ કહેતાં કહેતાં સદાયે એનું હૈયું
મમતાથી ઉભરાઈ જાય છે……….
ગમતું પોતાનું અણગમતું કરી
ન ગમતાને પણ ગમાડે છે……….
સહુના જાગ્યાં પહેલા જ એ જાગી જાય છે
પાણી…નાસ્તો..કપડા…રસોઈ..સફાઈ..
બજાર..સાંજની રસોઈ…જેવા રોજીંદા કામોમાં વ્યસ્ત
રહીને અને જરાયે થાક્યા વગર
અને પોતાનું જરા પણ વિચાર્યા વગર
કેવળ પરિવારની પાછળ જ સમય વ્યતીત કરે છે
અને છેલ્લે
બધાં ઊંઘી જાય પછી
આવતીકાલનો વિચાર કરતી કરતી ઊંઘી જાય છે……….
નાની હોય કે મોટી
એવી તકરારની બાબતમાં ક્યારેક
કશો પણ વાંક ન હોય પોતાનો
અને સાંભળવું પડે ત્યારે પણ
મારા ગુસ્સાને જે હમેશા ગળી જાય છે
અને
સામો ઉત્તર આપવાને બદલે
કેવળ દડ દડ આંસુ વહાવીને જ
હમેશા પોતાનો પ્રતિકાર આપે છે……….
કેવળ આંખોના મનોભાવો
અને ઈશારાની પરીભાષા ઉપરથી જ
મ્હારા મનની વ્યથા–મૂંઝવણ..અને પરિસ્થિતિ
સમજીને જરાયે અકળાયા વગર
મ્હારી કચાશો જાણતી હોવા છતાં પણ
જે
સંજોગોનો સામનો કરવા કટીબધ્ધ રહે છે……….
ભલે મારા ચહેરા ઉપર વ્યક્ત થતા ના હોય
પરંતુ મ્હારું હ્રદય સદૈવ
જેના અમુલ્ય સાથ-સહકાર
ત્યાગ અને સહનશીલતા માટે આભારી છે
એવી મ્હારી પત્ની માટે
હું કેવી રીતે કહી શકું કે
એનામાં હજી પણ કૈક કચાશ છે..?

રક્ષિત અરવિંદરાય દવે
તા.૨૭.૧૨.૨૦૧૩

Advertisements

1 Comment

 1. વ્યથા પત્નિની…….!!!!
  પત્નિની વ્યથાની નાનકડી આ વાત છે
  જીવનભર રહે એ જેની સંગાથ છે,
  વળી નિભાવે છે જેનો એ સુખ-દુઃખમાં સાથ છે
  છતાં પણ એનો પતિ તો એમ જ કહે છે કે
  મારી પત્નિમાં હજી ક્યાંક થોડી કચાશ છે……………
  પોતાના ઘરથી ને આપ્તજનથી જે દુર આજ છે
  છતાં સંભાળે પ્રેમથી પોતાનો પરિવાર છે
  સંજોગોના અનેકવિધ રંગોથી એ રંગાય છે
  છતાં પણ એનો પતિ તો એમ જ કહે છે કે
  મારી પત્નિમાં હજી ક્યાંક થોડી કચાશ છે……………
  હરપળ એના આવવાની જુવે જે વાટ છે
  સંબંધોની સાંકળને સાચવે જે આજ છે
  જેનાથી જ બન્યો સુંદર આ સંસાર છે
  છતાં પણ એનો પતિ તો એમ જ કહે છે કે
  મારી પત્નિમાં હજી ક્યાંક થોડી કચાશ છે……………
  જગતમાં પતિ- પત્નીનો સંબંધ ખાસ છે,
  પતિ પણ ક્યાં એનાથી અજાણ છે?
  બંધુ ! આ તો ખાલી હસવાની વાત છે
  બાકી કોઈ પતિની મજાલ છે કે કહે ખુલ્લમ ખુલ્લા
  કે મારી પત્નીમાં કયાંય કોઈ કચાશ છે ?

  -માનાર્થ રક્ષિત દવે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s