બીપીન શાહ

ખૂબસૂરત ફૂલોની સોડ, આ કબર છે,
લથબથ સોડમથી સૌ કાં બેખબર છે…

ઘણાં સૂતા અહી રાતના દિદાર બદલી,
મોઢું ફેરવી લેનારાઓની આ કસર છે…

હતું કે જરૂર આવીશ મારી મઝાર પર,
જોઇલે આ આંખો હજી ટગર મગર છે…

આખરી ફૂલ તારું હાથોહાથ સ્વિકારત,
કિન્તુ,બંધ મુઠ્ઠીને પણ કાતિલ અસર છે…

સોડ છોડાવી હમણાં ઊભો થાઉં પણ,
મારી આ જાગીર પર સૌની નજર છે…

Bipin shah
9867224121
Mumbai

તમારી ‘ના’ માં ‘હા’નો જવાબ મળી ગયો,
ખબર નહિ શું અનુભવ ખરાબ મળી ગયો…

પોતાનેજ શણગારી મેં જાતે ,નવોઢાની જેમ,
જાણે મનમિત રાણીને નવાબ મળી ગયો…

ઢેલના વર્તનમાં અચાનક ફરક પડી ગયો,
જોબનવંતો મોર તે પણ બેતાબ મળી ગયો…

રેતીના ઢગલા પર ફરકાવી સાઠીકડાની ધજા,
દરિયો થાય આતુર જાણે ખિતાબ મળી ગયો…

વસંત બેસતાજ બાગે એક સરવૈયું કઢાવિયું,
વૃક્ષને ખૂટતાં પાન, બધો હિસાબ મળી ગયો….

Bipin shah
9867224121

આંખો  માં  થોડો  ગુમાન  ભરી દે , થોડો  જામ મૂકી  દે
એકપણ આંસુ  ના ટપકાવ ,પલક આમ ને આમ મૂકી દે.

નહિ  પૂછ  વજૂદ  નું  કારણ  ફક્ત  સરનામું  આપવું  છે,
મથાળું રાખું છું  કોરું જરા થામ,મનગમતું  નામ  મૂકી  દે.

ટપકા   જેવડી  જીંદગી નું  લખાણ  ક્યાં  લાંબુ  હોય છે,
વાક્ય અધુરુ ના મૂક, દરેક મૉડ પર તું પૂર્ણવિરામ મૂકી દે.

સંવેદના  આમ જ  લુટાઈ  જતી,  સરેઆમ  રસ્તા  પર ,
નસીબ ને બહાર ફેંક, હથેળી ખોલ ને ખુલ્લી આમ મૂકી દે

મોજુદગી ભલે મહેરાબ   કોઈની  જીંદગી  બદલી  શકે,
આહટ  આવતાં પેલા સૂફી   હાજરી નો  પૈગામ  મૂકી દે

Bipin shah
9867224121

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s