મજા આવે છે જે કામ માં….
મજા આવે છે જે કામ માં તેમા સમયનો બગાડ છે
ના, હું નથી કહેતો, કહે વડીલો સલાહકાર છે
આ કર અને આ ના કર, તે કરીશ તો ફાયદો શું?
તું કંઇ સમજતો જ નથી કેમ આટલો ગમાર છે?
લોકો ક્યાં નીકળી ગયા પણ તુ ત્યાં નો ત્યાં જ છે
તારે કંઇ કરવુ જ નથી ? આખરે શું વિચાર છે?
કંટાળી ગયો છુ સાંભળી સાંભળીને એક જ વાત
શું મન માં મારા આવે, તે બધુ જ બેકાર છે ?
હું બિચારો ફુટબોલ જેવો ને જુઓ સામે બે બે ટીમ
મન ફાવે તેમ મારે લાત, મે ખાધી કેટલીય વાર છે
બસ હવે તો ઘણુ થયુ, મક્કમ કર્યુ છે મારુ મન
મન આપ્યુ છે ઇશ્વરે જેમાં શ્રઘ્ઘા રાખવી અપાર છે
સાચુ જીવન જીવવુ છે મોઇઝ તો જાત પર વિશ્વાસ કર
લોકોને જોઇ જોઇ ને જીવવામાં શું સાર છે ?
મોઈઝ હિરાણી…
…..પાછો મળુ
સંભાવનાઓના મેળામાં ખોવાઇને પાછો મળુ
આગ લગાડી આગમાં બળીને પાછો મળુ
વાદળોમાં પથરાઇ જઇ હું આમતેમ ફરુ
ખૂબ વરસી વરસાદમાં, જળ ટીપાં મા મળુ
ઉપદેશો-સલાહ-સુચનોમાં જકડાઇ ખૂબ ચુકયો છુ
જો આવીને કરે તુ મુકત તો પાછો મુજને મળુ
ઘેરા ઘેરા જંગલો ને કેવા કેવા રસ્તા છે ! !
પણ પથદશૅક તુ મારો છે હું શીદને પાછો વળુ
ખુદા તારા પ્રેમની પરિભાષા કદાચ એ જ હશે
કે ખોવાઇ જઇ ને મુજમાં હું, તુજ માં પાછો મળુ
જીવનને ફકત ઘસડયા જ શુ કામ કરવુ મોઇઝ
કઇંક તો કરુ કે મયૉ પછી સિતારામાં ઝળહળુ
મોઈઝ હિરાણી…
ખૂબ સુંદર કવિતા…!
કંટાળી ગયો છુ સાંભળી સાંભળીને એક જ વાત
શું મન માં મારા આવે, તે બધુ જ બેકાર છે ?
હું બિચારો ફુટબોલ જેવો ને જુઓ સામે બે બે ટીમ
મન ફાવે તેમ મારે લાત, મે ખાધી કેટલીય વાર છે
I hear you are quite the expert, Edward! Unfortunately, even expertise would not have helped us in this situation. The next Frontrunner train home was Click https://twitter.com/moooker1
I am a author and poet want to share my literature please add me …
Happy New year
with thanks….pl. find time to visit….
રે કક્કો બારાખડી એમ નૈ રહેશે હેમખેમ ..(ડો દિલીપભાઈ પટેલ)
November 18, 2015 by nabhakashdeep
Khub saras crestion 6e..
Visit my blog also for gujarati poems…
http://chetanmsolanki.blogspot.in/
ખૂબ જ સરસ મર્મભરી ગઝલ….સરસ અભિવ્યક્તિ.
શ્રી ડૉદિલીપભાઈ
નવા વર્ષે આપને તથાશ્રી જયેશભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે જયશ્રી સ્વામિનારાયણ.
રમેશ પટેલ(આકાશદીપ)
A request to visit…
પ્રમુખ સ્વામી મહારાજ….ગુજરાતી પ્રતિભા પરિચય…શ્રી સુરેશભાઈ જાની.. સંકલન..રમેશ પટેલ(આકાશદીપ)
December 17, 2014 by nabhakashdeep
શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધાઓ
ગુજરાતી ભાષાને પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર અને ગુજરાતી ભાષાના પ્રચાર–પ્રસાર અને સંવર્ધનને પોતાની જિંદગીનું એક માત્ર ધ્યેય માનનાર હૃદયસ્થ શ્રી રતિલાલ ચંદરયાની 13 ઑક્ટોબરના રોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે. વિજયાદશમીને દિને જન્મેલા અને વિજયાદશમીના દિને જ ચિર વિદાય લેનારા રતિકાકા ગુજરાતીલેક્સિકન થકી લોકોના અંતરમનમાં સદાય જીવંત છે. રતિકાકાએ જીવનનો અમૂલ્ય – 25 વર્ષ કરતાં વધુ – સમય આ પ્રકલ્પ પાછળ આપ્યો છે. તેમની પ્રથમ પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં ગુજરાતીલેક્સિકન પરિવાર તથા સમગ્ર ભાષાપ્રેમીઓ ખૂબ જ આદર, સન્માન અને અહોભાવની ભાવના વહાવે છે.
તેમના સ્મૃતિપર્વ નિમિત્તે ગુજરાતીલેક્સિકન દ્વારા ગુજરાતી ભાષા સાહિત્યના પ્રચાર–પ્રસાર તથા ગુજરાતી ભાષાના પ્રતિભાશાળી સર્જકોને બિરદાવવા માટે બે પ્રકારની પ્રતિભાશોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
(1) નિબંધલેખન સ્પર્ધા
(2) નવલિકા (ટૂંકી વાર્તા).
આ સ્પર્ધાની વિગતો નીચે મુજબ છે :
પ્રતિભાશોધ સ્પર્ધા: 1
નિબંધલેખન : આશરે 1500થી 1700 શબ્દોમાં
નિબંધલેખનના વિષયો
ગુજરાતી ભાષાનું ભવિષ્ય ભાષાની આજ અને આવતી કાલચાલો, ભાષાનું ગૌરવ વધારીએ આપણી ભાષા – આપણી સંસ્કૃતિ આપણે અને આપણી માતૃભાષા ગૌરવવંતા ભાષાવીરો પ્રથમ ઇનામઃ 25,000 રૂપિયાદ્વિતીય ઇનામઃ 15,000 રૂપિયા
પ્રતિભાશોધ સ્પર્ધા : 2
નવલિકા (ટૂંકી વાર્તા) : આશરે 1700થી 2000 શબ્દોમાં
પ્રથમ ઇનામઃ 25,000 રૂપિયાદ્વિતીય ઇનામઃ 15,000 રૂપિયા
કૃતિ મોકલવાની અંતિમ તારીખ : 30 નવેમ્બર 2014
કૃતિ મોકલવાનું સ્થળ અને સરનામું :
303 – એ, આદિત્ય આર્કેડ,
ચોઇસ રેસ્ટોરાં પાસે, સ્વસ્તિક ચાર રસ્તા, નવરંગપુરા, અમદાવાદ–380 009 ગુજરાત, ભારત.
ફોન : +91-79-4004 9325
ઇ–મેઇલ : info@gujaratilexicon.com
પરિણામ જાહેર થવાની તારીખ : 13 જાન્યુઆરી 2015
સ્પર્ધાના સામાન્ય નિયમોઃ
આ સ્પર્ધાઓ માટે વયમર્યાદા નથી. રસ ધરાવતા દરેક ગુજરાતી સાહિત્યપ્રેમી મિત્ર ભાગ લઈ શકે છે. દરેક સ્પર્ધક એક જ કૃતિ મોકલી શકશે અને એ રચના ‘અગાઉ ક્યાંય પ્રકાશિત થઈ નથી’ તેવું લખાણ સાથે બીડવું જરૂરી રહેશે. રજૂ કરેલ કૃતિ મૌલિક હોવી જોઈએ. જો કૃતિ અન્ય કોઈની નકલ કરેલી માલૂમ પડશે તો તે કૃતિ સ્પર્ધામાંથી રદબાતલ કરવામાં આવશે.
કૃતિ – ‘સાર્થજોડણી’ના નિયમો પ્રમાણેની હોવી જોઈએ તથા નિશ્ચિત સમયમર્યાદામાં સૉફ્ટ કૉપીમાં કે હાર્ડકૉપીમાં મળેલી કૃતિઓ સ્પર્ધા માટે માન્ય ગણાશે. (જો રચના ઇમેઇલ દ્વારા મોકલવામાં આવે તો તે વર્ડ ફોર્મેટમાં જ મોકલવાની રહેશે)
કૃતિ મોકલનારે પોતાનું પૂરું નામ, પીનકોડ સાથેનું સરનામું, ઇમેઇલ આઈડી, સંપર્ક નંબર વગેરે લખીને, પોતાના પાસપોર્ટ સાઈઝના એક ફોટા સાથે કૃતિ મોકલવાની રહેશે. અધૂરી વિગત કે અપૂરતી માહિતીવાળી કૃતિ માન્ય ગણાશે નહીં.
સ્પર્ધાનાં પરિણામો અને વિજેતા અંગેનો આખરી નિર્ણય અમારી નિર્ણાયક સમિતિને હસ્તક રહેશે જેને દરેક સ્પર્ધકે માન્ય રાખવાનો રહેશે.
દરેક સ્પર્ધામાં બે વિજેતાઓ જાહેર કરવામાં આવશે.
કોઈ કારણસર જો સ્પર્ધાની મુદતમાં લંબાણ થાય કે કદાચ બંધ પણ રહે તો તેના સર્વ હક્કો આયોજકો પાસે અબાધિત રહેશે.
આપની કૃતિ ઓનલાઇન સબમીટ કરવા માટેની લિંક : http://www.gujaratilexicon.com/contest
Dr Shri Dilipbhai
jay shri svaminarayan bhagavaano rajipo rahe…
દીપ જેવી ઉજાશી થકી ,નૂતન વર્ષને દીપમાલાથી વધાવીએ..કઈંક સારી નવાજૂની સાથે નવું વર્ષ સૌને સુમંગલ હો..એવી શુભેચ્છા સાથે શુભ દીપાવલિ ને નૂતન વર્ષાભિનંદન.
સૌના અંતરે સદભાવ રમે ને વિશ્વ સુખના હિલોળા લે….
….રમેશ પટેલ(આકાશદીપ)
આપ સહુને જણાવતા ગર્વ અનુભવું છુ કે આખરે પ્રતિલિપિના Beta versionનું સફળ લૌંચ થઇ ચુક્યું છે. 1000 જેટલા ક્લાસિક તથા recently published પુસ્તકો, વાર્તાઓ અને કવિતાઓ ( હિન્દી તથા ગુજરાતી ભાષા ) તદ્દન નિઃશુલ્ક આપ વાંચી શકો છો. આપ આપના સાહિત્યને નિઃશુલ્ક પ્રકાશિત પણ કરાવી શકો છો. હાલમાં પ્રતિલિપિ સાથે 200થી વધુ બ્લોગર્સ અને 500+ auhtors જોડાઈ ચુક્યા છે. હું આપને જોડવા અને મુલાકાત લેવા આમંત્રિત કરું છુ.