ભલે પધાર્યા કવિલોકમાં / Welcome to Kavilok

કવિલોક એ ગરવા ગુર્જરજનોનો ગુજરાતી બ્લોગ છે. એનો એક્માત્ર આશય આપણી માતૃભાષા ગુજરાતીને ઇંટરનેટના માધ્યમ દ્વારા પ્રચલિત અને પ્રચારિત કરવાનો છે. આપણી ગુજરાતી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ દુનિયાની મહાન ભાષાઓમાંની એક છે. તમે જ્યારે પણ નરસિંહ મહેતા કે મીરાંબાઈના ભજનો સાંભળશો યા રમેશભાઇ પારેખ કે રાજેન્દ્રભાઇ શુકલની    કવિતાઓ વાંચશો તો તરત સમજાશે કે આપણી ગુજરાતીમાં જે અભિવ્યક્તી છે તે દુનિયાની બહુ જૂજ ભાષાઓમાં જોવા મળે છે.

સંસારના પીંજરામાં પુરાયેલા અને વ્યવહારની પળોજણમાં ખોવાયેલા આજના અદના આદમીના આખાય આયખામાં જ્યારે નવરાશની નવટાંક પળો જ બચી છે ત્યારે વિરાટને પ્રગટાવતી વામન કવિતા આહ્લાદક આરામનો અનુભવ કરાવે છે.

કવિ મકરંદ દવેની ” ગમતું મળે તો અલ્યા ગુંજે ના ભરીએ ને ગમતાનો કરીએ ગુલાલ” અનુસાર દિલને ગમતી અને મનમાં રમતી કાવ્યકૃતિઓને ગુર્જરજનોમાં વહેંચવાની ‘ કવિલોક’ ની ઉમદા ભાવના છે. અત્રેની કૃતિઓમાં અભિવ્યક્ત થયેલા વિચારો અને એના પરિણામો માટે ‘ કવિલોક’ જવાબદાર રહેશે નહીં.

આજના ગ્લોબલ ગામડે ગલીએ ગલીએ ઘુમતા ગુજરાતી ચાહકોને ‘ કવિલોક ‘ માં પધારવા અને એના સહિયારા વિકાસમાં ભાગીદાર થવા અમો અંતરભીનું આમંત્રણ પાઠવીએ છીએ. આપના પ્રિય કવિ, જાણીતા હોય કે ફ્કત તમારા પરિવાર કે મિત્રમંડળ સુધી સીમિત હોય, અમને તેમનો થોડો પરિચય અને બે-ચાર રચનાઓ જરૂર ઇ-મેલથી મોકલાવી આપવા કે આ બ્લોગ પર પોસ્ટ કરવા ‘કવિલોક’ ની નમ્ર અરજ છે.

If you are not familiar with typing Gujarati on your PC, we have tried to make it simple for you. Please visit these pages on kavilok by clicking here and it will take you on a quick tour on how to enable your PC for your favorite mother tounge. It is so easy to type in Gujarati on your desktop! Microsoft and Bill Gates have a done a great favor on India by creating http://www.bhashaindia.com Learn to Type in Gujarati or Hindi: http://www.kavilok.com/Typing_Gujarati1.htm

Please visit us on Facebook at http://www.facebook.com/kavilok to connect with other Gujarati kavita fans. You can share your own creations or creations of your favorite poets on our facebook page. If you also want to get involved with Kavilok and contribute towards promoting Gujrati poems/poets,  please let us know. Let us together give Gujrati poets/poems its due respect it deserves on the World Wide Web.

The publisher disclaims any liability, loss or damage incurred as a consequence, directly or indirectly, of the use and application of any of the contents.

Thank You.

Dilip R Patel / Jayesh R Patel

97 Comments

  1. સંભારણા
    કેટલીય વાર મેં
    મ્હારી કોમળ આંગળીઓથી પકડીને
    ખેંચી હતી
    એમની મૂંછો,
    નાના દાંતથી
    એમના નાકે
    ભર્યા હતા બચકાં,
    એમના બન્ને પગ પર બેસીને
    રમ્યો હતો ..’પાવલો…પા’
    પેટને મુલાયમ ગાલીચો સમજીને
    કુદયો હતો કેટલીય વાર ,
    અને બે કાન પકડીને
    માર્યા હતા નખ કેટલીય વાર,
    કેટલીય વાર કરતો રહ્યો આવું બધું
    છતાં પણ તેઓ
    બજારમાંથી
    ‘ચોકલેટ’ અને ‘મીઠાઈ’લાવતાં રહ્યા
    ખોળામાં બેસાડતા રહ્યા
    સાથે જ જમાડતા રહ્યા
    પાસે સુવાડતા રહ્યા,
    અને એક દિવસ એકલા જ
    વગર કંઈ બતાવ્યે ચાલ્યા ગયા
    ખબર નથી ક્યાં?
    હવે હું જાણું છું કે
    ત્યાંથી એ પાછા નહિ આવે,
    પરંતુ આંખો નથી માનતી
    રસ્તો જોયા કરે છે,
    પરંતુ આજે પણ મ્હારા પિતાજી
    જીવંત છે મ્હારા સ્મરણોમાં.

    મૂળ હિન્દી કાવ્યરચના: કેશવ મોહન પાંડેય
    (તેઓએ સને.૨૦૦૨માં લખેલ કાવ્ય આજે “પિતૃદિન’ અવસરે વિશેષ અર્પણ)
    ભાવાનુવાદ: રક્ષિત અરવિંદરાય દવે તા.૧૯.૦૬.૨૦૧૬ ( પિતૃદિન)

  2. ફળિયામાં

    તમે કહો છો સ્થળ એજ છે ચહેરા બદલાય છે,
    અહીં તો હું રહ્યો એ નો એ બાકી બધું બદલાય છે.

    એ અલ્હડ ટેવ, ફોલેલી, કાપેલી શાકભાજીની થાળીમાં,
    ફળિયામાંથી નીકળતા હાથ નાખી હવે ક્યાં ખવાય છે?

    એક પણ આંખમાં પ્રેમનો છાંટો નથી,
    ફળિયાના દરેક ઘરમાંથી સ્વાર્થનો શ્ર્વાસ ગંધાય છે.

    હવે કઇ પણ નવું લાવું છું એ નવું નથી લાગતું,
    કોઈ ફળિયામાંથી કયા કહે છે બતાવ સરસ દેખાય છે.

    માલ મિલકત વેચી તમે બધા ચાલ્યા ગયા,
    ધનના ઢગલા નીચે આપણાં સંબંધો દટાય છે.

    મૃતઃપ્રાય આ ફળિયામાં હવે દુર્ગંધ આવે છે,
    ઉત્સવો, તહેવારોની લાશો પગમાં અટવાય છે.

    હોળી, દિવાળી, ઉતરાણ ને ગણેશ ઉત્સવ,
    ઉદાસ આવે છે અને ઉદાસ ચાલ્યા જાય છે.

    રંગોનો ઢગલો છે પણ પહેલાં જેવી ધુળેટી નથી,
    ઘરના ઉંબરે ઉભેલી આંખમાં તમારી રાહ જોવાય છે.

    ફટાકડા હવાઈ ગયા, પતંગ ફાટી ગઈ,
    બોમ્બ ફૂટતા નથી અહીં અને વાયરા ક્યાં વાય છે !

    આજે પણ એ અવાજો મને સંભળાય છે,
    તમે નથી પણ આ ફળિયું તો ગાય છે.

    સંદિપ ભાટીયા ( લીમખેડા ) તા – 22/7/2016

  3. યુગ પાલનપુરીની હૃદય સ્પર્શી ગઝલો
    ડૉ. મહેબૂબ દેસાઈ

    શૂન્ય પાલનપુરી અને ઓજસ પાલનપુરી જેવા પાલનપુરના જાણીતા શાયરોએ પોતાની ગઝલો દ્વારા ગુજરાતી સાહિત્યમાં પોતાનું નામ ઘાટા અક્ષરોમાં અંકિત કરેલ છે. ઓજસ પાલનપુર તો એક માત્ર શેર,
    “મારા ગયા પછી મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ
    આંગળી જળમાંથી નીકળી અને જગ્યા પૂરી ગઈ”
    થી આજે પણ જાણીતા છે. એવા પાલનપુરમાં વસતા એક અન્ય શાયર યુગ પાલનપુરી, પાલનપુર શહેર અંગે લખે છે,
    “દિલમાં ખુશ્બુ આંખમાં નૂર
    એ જ અમારું પાલનપુર”
    આમ તો યુગ પાલનપુરીનું મૂળ નામ ઈબ્રાહીમ કુરેશી છે. પણ તેમનું તખ્લુસ (ઉપનામ) તેમણે “યુગ પાલનપુરી” રાખ્યું છે. કારણ કે એ તખ્લુસની અંદર જીવે છે એક ધબકતો મઝહબી ઇન્સાન, જેની રચનોઓમાં ખુદાનો ખોફ અને ઇન્સાનિયતની સુગંધ પ્રસરેલી છે. હમણાં તેમનો ગઝલ સંગ્રહ “કુંજગલી” અનાયાસે મારા વાંચવામાં આવ્યો. ભાષાની મીઠાશ અને સરળતા સાથે વિચારોની મૌલિકતા સાચ્ચે જ ગમી જાય તેવા અનુભવ્યા.
    “સુખમાં છું છતાંય પરેશાન થાઉં છું
    સાચે જ સાચ એ ઘડી ઇન્સાન થાઉં છું
    હિન્દુ ન થાઉં ન મુસલમાન થાઉં છું
    બિન્દુ બની ને સિન્ધુનીય શાન થાઉં છું”
    સિંધુ સંસ્કૃતિ એ ભારતની સંસ્કૃતિના મૂળમાં પડેલી છે. તેની શાનને વાચા આપનાર આ નાનકડો શાયર ખુદાના ફરિશ્તાઓની ઉંચાઈઓ અને ગહેરાઈઓથી પણ વાકેફ છે.
    “છળ કપટથી દ્વેષથી જે દૂર થઇ ગયા
    કોણે કહ્યું કે એ જ બધા નૂર થઇ ગયા
    સહેલું નથી ઓ દોસ્ત મકબુલ થઇ જવું
    બાકી ઘણાંએ માણસો મશહુર થઇ ગયા”
    મશહૂર થવું અલગ વાત છે. અને મકબુલ થવું અલગ વાત છે. મકબુલ એટલે ખુદાનો એવો બંદો જે ખુદાને પ્રિય હોય અને જેની દુવા ખુદા કબુલ કરતા હોય.એટલે માત્ર છળ કપટ કે દ્વેષથી દૂર રહેનાર માનવી જ ખુદાના પ્યારા બંદા નથી બની શકતા. એ માટે તો એથી પણ વિશેષ પવિત્રતા, ઈબાદત અને નિસ્પૃહિતા જરૂરી છે. એકાગ્ર ઈબાદત જરૂરી છે. અને એટલે જ યુગ પાલનપુરી લખે છે,

    “સાફ દિલ રાખ તું ખુદા માટે
    કર દુવા તું પછી બધા માટે
    રંગ ને રાગ બે ઘડીના છે,
    એ નકામા છે આપણા માટે”
    રંગ અને રાગ અર્થાત દુનિયાની માયા અને મોહ ખુદાના બંદા માટે સાવ નકામા છે. કારણ કે તે તો માત્ર બે ઘડીના જ છે. છેલ્લા મુગલ સમ્રાટ અને મશહુર શાયર બહાદુર શાહ “ઝફર”નો આવો જ એક શેર ખુબ જાણીતો છે.
    “ઉમ્રે દરાજ માંગકર લાયે થે ચાર દિન
    દો આરઝુ મેં કટ ગયે દો ઇન્તઝાર મેં”
    ઇસ્લામમાં નમાઝને ઈબાદતનું ઉત્તમ માધ્યમ માનવામાં આવે છે. પણ નમાઝ પઢતા પૂર્વે દરેક મુસ્લિમેં સાચા નમાઝી થવું જરૂરી છે. યુગ પાલનપુરી એ અંગે શાયર લખે છે,
    “સાચા નમાઝી માણસ ક્યાં છે
    પ્રેમ પ્રકાશિત ફાનસ કયા છે
    સંત કબીર તુલસી મીરા,
    કલયુગના એ યાચક ક્યાં છે
    જેના થકી હું માનવ થાઉં
    એ સદગુણોની કાનસ ક્યાં છે”
    સાચા નામાંઝીનો સૌથી મોટો ગુણ અને લક્ષણ સૌ પ્રથમ સાચો અને સારો ઇન્સાન થવાનો છે. તે ભલાઈને પ્રાધાન્ય આપે છે. અને પોતાના દુશ્મનનું પણ બૂરું નથી ઇચ્છતો. “કર ભલા હો ભલા અંત ભલે કા ભલા” એ ઉક્તિને સાકાર કરતા પોતાના એક શેરમાં શાયર કહે છે,
    “આગ પાણીમાં લગાવીને તું વિખવાદ ન કર
    કર ભલું કોઈનું પણ કોઈને બરબાદ ન કર”
    આવો સારો ઇન્સાન જ સાચો નમાઝી થઇ શકે. અને આવા નમાઝીનો ખુદા સાથે એકાકાર થાય એ પળની કલ્પના કરતા યુગ પાલનપુરી કહે છે,
    “આંખ અલ્લાહથી મળી ગઈ છે.
    વેદનાઓ બધી ટળી ગઈ છે
    જ્યાં દુવા માંગીએ ખુદા નામે
    આશ દિલની બધી ફળી ગઈ છે”
    અને જેની આંખ ખુદા સાથે મળી જાય છે, તેના દીલોમાંથી ધર્મના ભેદોની દીવાલો આપો આપ ઓગળી જાય છે.
    “હૈયામાં જેના હરઘડી બેઠેલા રામ છે
    એના દિલે તો પ્રેમ છે, રાધે છે શ્યામ છે
    ભૂલી શકું કઈ રીતે રસખાનનું નામ
    મુસ્લિમ હતો છતાંયે દિલે કૃષ્ણનામ છે
    સળગે છે શાને હોળીઓ આપસમાં પ્રેમની
    ઉંચા હર એક ધર્મના અહિયા મુકામ છે
    ઈર્ષાનો છોડ વાવતા પહેલા વિચાર કર,
    એ તો કોઈ આ દેશના દુશ્મનનું કામ છે”

    આવા શાનદાર શાયર યુગ પાલનપુરીને તેમના વિચારોની ઊંચાઈ અને સરળતા માટે સલામ.

    • Hi:
      I don’t know if you have found the poem you are looking for. I had been searching for it for few months. Finally, I have found it.
      Here it is – PLEASE share it with others.
      Jayesh Shah

      સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ !

      રાજા રાણા અક્કડ શેંના ? વિસાત શી તમ રાજ્ય તણી
      કઈ સત્તા પર કૂદકા મારો ? લાખ કોટિના ભલે ધણી
      લાખ તો મૂઠી રાખ બરાબર ક્રોડ છોડશે સરવાળે
      સત્તા સૂકા ઘાસ બરાબર બળી આસપાસે બાળે
      ચક્રવર્તી મહારાજ ચાલિયા કાળચક્રની ફેરીએ
      સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ

      ક્યાં છે રાજ્યરાજન આગળનાં દિવ્ય કહું જે દેવસ્થાન
      શોધ્યાં ન મળે સ્થાનદશા કે ન મળે શોધ્યાં નામનિશાન
      લેવો દાખલો ઈરાનનો જે પૂર્વ પ્રજામાં પામ્યું માન
      ચોગમ જેની ધજા ઊડી રહી રૂમ શામ ને હિન્દુસ્તાન
      હાલ વ્હીલું વેરાન ખંડિયેર શોક સાડી શું પહેરી એ
      સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ

      ક્યાં જમશેદ ફરેદુન ખુશરો ક્યાં અરદેશર બાબેગાન
      રૂસ્તમ જેવા શૂરવીર ક્યાં નહિ તુજને મુજને તેનું ભાન
      ખબર નહિ યુનાની સિકંદર કે રૂમી સીઝર ક્યાં ગૂમ
      અવનિ કે આકાશ કહે નહિ ભલે ભવ સારો મારો બૂમ
      હશે કહિંક તો હાથ જોડી ઊભા કિરતાર કચેરીએ
      સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ

      રામ કૃષ્ણ નરસિંહ પરશુરામ દશ અવતાર થયા અલોપ
      વિક્રમ જેવા વીર રાજનો ખમે કાળનો કેવો કોપ
      ક્યાં મહમદ ગઝની ક્યાં અકબર રજપુત વીર શિવાજી ક્યાં
      રાજપાટના ધણી ધુરંધર આજ યુદ્ધની બાજી ક્યાં
      રાજમહેલમાં ઢોર ફરે ને કબર તો કૂતરે ઘેરી એ
      સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ

      ક્યાં નેપોલિયન ચીલઝડપિયો જીત્યા પૂરવ પશ્ચિમ ખંડ
      અતિલોભનો ભોગ બિચારો અંતે વલખા મારે પંડ
      સુણ્યાં પરાક્રમ એવાં બહુ બહુ સ્વપનાં કે સાચે ઈતિહાસ
      નહિ સમજાતું નિશ્ચયપૂર્વક ઊડી ગયા જ્યાં શ્વાસોચ્છ્વાસ
      વિજયરૂપી એ સડો શું લાગ્યો વિજયવાયુ બહુ ઝેરી એ
      સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ

      ક્યાં ગઈ ફૂટડી ક્લિયોપેટ્રા ક્યાં છે એન્ટની સહેલાણી
      જંતુ ખાય કે વળગે જાળાં ભમરા કીટ કહે કહાણી
      કબર ગીધડાં ખણે ખોતરે શિયાળ સમાધિ પર બેસે
      સંત શરમથી નીચું જુએ મહારાજા કોને કહેશે
      રાજ્યપતિ રજકણથી નાનો છે આયુષ આખેરીએ
      સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ

      દીઠાં સ્મારકસ્થાન ઘણાંએ કીર્તિકોટ આકાશ ચડ્યા
      ખરતાં ખરતાં પથ્થર બાકી ચૂના માટીએ જકડ્યા
      દિલ્હી આગ્રા કનોજ કાશી ઉજ્જૈન ઉજ્જ્વળતા નાસી
      રૂમ શામ ને ઈરાન ઉજ્જડ રડે ગળામાં લઈ ફાંસી
      તવારીખનાં ચિહ્ન ન જાણે કાંઈ જાણે બધી મશ્કરી એ
      સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ

      દીઠાં અયોધ્યા બેટ દ્વારિકા નાથદ્વાર ને હરદ્વારી
      ઘરને આંગણે સુરત દેખતાં છાતી ધબકે છે મારી
      ગુર્જરગિરિ સૌરાષ્ટ્ર હાલ શાં હાય કાળના કાળા કેર
      દખ્ખણને દુઃખમાં દેખી શત્રુ આંખ વિષે પણ આવે ફેર
      હજી જોવી શી બાકી નિશાની રહી રે વિનાશ કેરી એ
      સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ

      કોટી ગણાં તુંથી મોટા તે ખોટા પડી ગયા વિસરાઈ
      શી તારી સત્તા રે રાજા સિંહ સમીપ ચકલી તું ભાઈ
      રજકણ તું હિમાલય પાસે વાયુ વાય જરી જોર થકી
      ઈશ્વર જાણે ઊડી જશે ક્યા શોધ્યો મળવાનો ન નકી
      શક્તિ વહેમ સત્તા પડછાયો હા છાયા રૂપેરી એ
      સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ

      દ્રવ્ય મટોડું હિંમત કુમતિ ડહાપણ કાદવનું ડહોળું
      માનપાન પાણી પરપોટો કુળ અભિમાન કહું પોલું
      આગળ પાછળ જોને રાજા સત્તાધિશ કે કોટિપતિ
      રંક ગમે એવો દરદી પણ મરશે નહિ તે તારી વતી
      ભૂલાઈ જવું મરવે એ બહુ દુઃખ સર્જ્યું કાળ નમેરી
      એ સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ

      કુલીન કુળમાં કજાત પુત્રો પ્રગટ દિસે આ દુનિયામાં
      બળિયા વંશજ જુઓ બાયલા રોગી નિરોગીની જગ્યામાં
      સૃષ્ટિનિયમ ફરતું ચક્કર એ નીચેથી ઊપર ચઢતું
      ચઢે તે થકી બમણે વેગે પૃથ્વી પર પટકાઈ પડતું
      શી કહું કાળ અજબ બલિહારી વિદુરમુખી તુજ લહેરી એ
      સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ

      -બહેરામજી મલબારી

  4. ” તને નીરખી નયનભરી વાટે, મન મારૂ મળી ગયુ. ઉગતા સુરજની સોનેરી સંગાથે, મન મારૂ મળી ગયું. નમણા નયન નીરખવા કાજે, મન મારૂ મળી ગયું. તારા મઘમઘતા ઉરના શ્વાસે , મન મારૂ મળી ગયુ. છલકાયો સાગર થઇ ભીના કીનારે, મન મારૂ મળી ગયું.”

  5. ખુબજ સુંદર કવિતા છે ..મનને ગમતી કવિતા છે

    ” ઉનાળા” પર કવિતા ….

    “મંદ મંદ મલકાતો ને
    સુસવાટા મારતો ઉનાળો
    ને આંબાની ડાળી પર જુલાની જેમ
    હિલોળા લેતો ઉનાળો
    શીતળતાની મીઠી મીઠી લહેર
    કેવો લહેરાવતો ઉનાળો
    ઠંડી ધરાને એ શેક્તો
    ને લ્હાય લ્હાય કરતો ઉનાળો
    અવિરત એક્લો એક્લો તપી તપી ને
    દાજેલો દાજ કાઢ્તો ઉનાળો
    તોય લાગે અએ રંગીન મિજાજી
    એથી તો ગુમસુમ રહેતો ઉનાળો
    મન ગમતી ઠંડાઈની ટાઢ્ક થતાં
    મન મોહક લાગે ઉનાળો ”

    કવિ : જાન
    મલેક્પુર (વડ)
    તા: વડનગર જી .મહેસાણા
    મો.૯૯૨૪૬૧૦૧૨૪
    posted 1 min ago by “
    posted 1 min ago by ” Reply

    કવિ -જાન
    ગામ :મલેક્પુર તા.વડ્નગર જિ.મહેસાણા
    પી: ૩૮૪૩૫૫ મો.૯૯૨૪૬૧૦૧૨૪

    કવિતા

    ” વાયરા ”

    ” વાવરા રે લાગ્યા હવે વસંત કેરા વાયરા,
    ને આંબલિયાની ડાળી પર જામશે મધુર ડાયરા .

    કોકિલ કંઠે મધુર ગીતો ગાશે કોયલડીઓ ,
    ને ટેંહુક ટેંહુક કરતા રણકી ઉઠ્શે મોરલિયાના રણકારા.

    અને વળી ફુલો તો વસંતની ખુશ્બુભરી,
    આ ધરા ને મહેકાવી ઉઠશે જરા.

    ને પેલા મજાના વ્રુક્ષો તો જાંજર પહેરી ,
    થન થન કરતાં જરૂર નાચી ઉઠશે ખરા .

    વાવરા રે લાગ્યા હવે વસંત કેરા વાયરા,
    હાં રે હવે માનવીયાંના મન રહેશે ઉમંગ ભર્યા .”

    કવિ : જાન

    • કવિતા

      ” વાયરા ”

      ” વાવવા રે લાગ્યા હવે વસંત કેરા વાયરા,
      ને આંબલિયાની ડાળી પર જામશે મધુર ડાયરા .

      કોકિલ કંઠે મધુર ગીતો ગાશે કોયલડીઓ ,
      ને ટેંહુક ટેંહુક કરતા રણકી ઉઠ્શે મોરલિયાના રણકારા.

      અને વળી ફુલો તો વસંતની ખુશ્બુભરી,
      આ ધરા ને મહેકાવી ઉઠશે જરા.

      ને પેલા મજાના વ્રુક્ષો તો જાંજર પહેરી ,
      થન થન કરતાં જરૂર નાચી ઉઠશે ખરા .

      વાવરા રે લાગ્યા હવે વસંત કેરા વાયરા,
      હાં રે હવે માનવીયાંના મન રહેશે ઉમંગ ભર્યા .”

      કવિ : જાન

  6. There is much surprise this kind of simply just released sorts
    are listed below: uggs estimates boots and shoes
    mayfair boot styles girls java Highkoo Microsof corporation 5450 fight-style exceptional.

    5L models of the “Iridescence” allowance box, even with well-designed counterfeit bright Jiuzun base,
    so how the cut apparent just appropriate bright reflects “Iridescence” the cradle of the neon,
    for that account of Hennessy cheap ugg boots Salon goes
    for the a great deal of admirable style. The unique qualities
    in the sheepskin mean which they will maintain feet warm in perhaps the
    coldest of weather, but that when you use them in summer they will not overheat your foot.

  7. ગુજરાતી સાહિત્યને આગળ વધારવાનો આપનો પ્રયાસ ખરેખરે પ્રંસનીય છે.આપના આ કાર્યને આવકારૂ છુ.વધુમાં જણાવવાનો કે કવિ વિશેનો પરિચય કંયા મોકલવાનો છે ?કારણ કે એમા એ વિશે કશુ જણાવ્યુ નથી.તો આપ શ્રી મને આપનુ ઇ મેઇલ આપશો.તો હું મારો પરિચય અને મારી ગઝલ મોકલી શકુ.

    -કલ્પેશ સોલંકી “કલ્પ”
    અમદાવાદ

  8. સંસારી નું જીવન એવું જાન્જવા ના નીર જેવું
    સંસાર નો છે આ રસ્સ એવો જેને પીધો એ પણ દુખી
    ને નાં પીધો એ પંણ દુખી ,
    જેને જીવી જાણ્યું “રાજા ”
    એણે જ સબબ રસ્સ પીધો ને પીવરાવેયો

  9. dilipbhai namashkar iam in karahi since 1947 but was born at surendranagar gujrat. my mother tonge is gujrati and i lovr my gujrati. iam graduate with gujrati litrecher today i read kavilok and deeply impressed.you have printed very nice litrecher, pl accept my good-wishes i regularle read indian newspapers on line.after partison in 1980 i last wisited gujrat.we in karachi wish best luck to all gujrati in india thanks.

  10. dilipbhai namashkar iam in karahi since 1947 but was born at surendranagar gujrat. my mother tonge is gujrati and i lovr my gujrati. iam graduate with gujrati litrecher today i read kavilok and deeply impressed.you have printed very nice litrecher, pl accept my good-wishes i regularle read indian newspapers on line.after partison in a980 i last wisited gujrat.we in karachi wish best luck to all gujrati in india thanks.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s