રીતે વહાલ કંઈ કરાય ?…. ~ કૃષ્ણ દવે

ખાંગા થઈને તુટી પડેલાં મેઘને બે શબ્દો….

આ રીતે વહાલ કંઈ કરાય ?

ઊભરાયું હોય હેત
ટપલીક બે મારીએ
પણ સીધો કાંઈ ધુંબો મરાય?

ઓચિંતા આવીને
ધાબા લઞ ઊછળીને
કરવાનુ આવુ તોફાન ?

શેરિયુંમા તરતી
ઇ કાગળની હોડિયુંનું
થોડુંક તો રાખવુંતું ધ્યાન ?

ગામ આખું આવે
ભાઇ નદીયું માં નહાવા
પણ નદીયું થી ગામમાં ગરાય ?

આ રીતે વહાલ કંઇ કરાય?

એવુ તો કેવુ વરસાવ્યુ
પળભરમા તો આંખ્યુ પણ
ઓવરફલો થાય ?

ધસમસવું સારું,
પણ આટલું તો નહીં જ
જેમા છેવટ એક ડૂમો રહી જાય.

ખેતર, અબોલ જીવ
શ્વાસ ચૂકી જાય
એવો ભીનો કાંઈ ચીંટીયો ભરાય ?

આ રીતે વહાલ કંઈ કરાય ?….
~ કૃષ્ણ દવે

કવિ શ્રી સૌમ્ય જોશીની અદભુત રચના ”કુતરા કેરી વાત”…!!

સૌમ્ય જોશી અદભુત રચના ”કુતરા કેરી વાત” એક નવા અંદાજમાં..!! માણો માત્ર 4મિનિટના વિડીઓમાં..

મહાભારત : એક માથાકૂટ છે Mahabharat- Ek Mathakoot- Krushna Dave

જે કરવાનાં હતાં જ નહી એ કામ કર્યાની માથાકૂટ છે,
મોરપિચ્છને હડસેલીને મુકુટ ધર્યાની માથાકૂટ છે. – કૃષ્ણ

રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થાતું,
ઈચ્છાને આધીન રહી આ નહી મર્યાની માથાકૂટ છે. – ભીષ્મ

સમજણની નજરેયથી ના સમજે તો સમજી લેવાનું
પુત્રમોહમાં આંખોએ અંધાર વર્યાની માથાકૂટ છે. – ધૃતરાષ્ટ્ર

આંખો પર પાટા બાંધો એ દ્રષ્ટિનું અપમાન જ છેને
આમ જુઓ તો હકીકતોથી રોજ ડર્યાની માથાકૂટ છે. – ગાંધારી

નહીંતર એવી કંઈ મા છે જે વ્હાલ નદીમાં તરતું મૂકે ?
કુંવારા સપનાએ સૂરજ સહેજ સ્મર્યાની માથાકૂટ છે. – કુંતી

નથી જાણતા એમ નથી પણ કોઈ પૂછે તો એ બોલે છે,
જીવન બીજું કશું નથી, આ ભેદ ભર્યાની માથાકૂટ છે. – સહદેવ

ખેંચાતા વસ્ત્રોના કંઠે માંડ આટલા શબ્દો નીકળ્યાં,
હોય અંધના અંધ, એટલા વેણ ઝર્યાની માથાકૂટ છે. – દ્રૌપદી

સો સો હાથીનું બળ પણ લાચાર બની ચિત્કારી ઉઠ્યું,
વચનોમાં બાંધી બાંધી આ પળ ઉતર્યાની માથાકૂટ છે. – ભીમ

કવચ અને કુંડળની સાથે જીવ ઉતરડી પણ આપું કે ?
હોવું એ તો અકસ્માત છે, તેજ ખર્યાની માથાકૂટ છે. – કર્ણ

તાકેલો નિશ્ચય ધ્રૂજે તો એને તો કહેવું જ પડેને,
હા અથવા ના ની વચ્ચોવચ આમ ફર્યાની માથાકૂટ છે. – અર્જુન

અંગૂઠો ખોયાનો અમને રંજ હજુયે છે જ નહિં બસ
ખોટી મૂરત સામે સાચા થઈ ઊભર્યાની માથાકૂટ છે. – એકલવ્ય

છેક સાતમા કોઠામાં ઘેરાયેલા સાહસને લાગ્યું,
માના કોઠામાંથી હોંકારા ઉચર્યાની માથાકૂટ છે. – અભિમન્યુ

મૃત્યુ સામે કપટ હારતુ લાગ્યું ત્યારે સમજાયેલું,
કેવળ પાસામાં જ અમારો જીવ ઠર્યાની માથાકૂટ છે. – શકુનિ

નરોકુંજરો વા ની વચ્ચે ભાંગી પડતી એ પળ બોલી
વિદ્યા વેચી વેચી સામે પાર તર્યાની માથાકૂટ છે. – દ્રોણ

થાકી હારી આંસુના તળિયે બેઠા ત્યાં તો સંભળાયું,
ધર્મ જાણવા છતાં અધર્મે રહી ઉછર્યાની માથાકૂટ છે. – દુર્યોધન

અંતહીન અંધારે મારગ ઘુવડ જેમ ભટકવું એ તો,
અર્ધા જીવતા રાખી અર્ધા પ્રાણ હર્યાની માથાકૂટ છે. – અશ્વત્થામા

ક્યાં છે ને કેવું છે એ હું સમજાવું પણ કેવી રીતે ?
સત્ય એટલે મુટ્ટીમાંથી રેત સર્યાની માથાકૂટ છે. – યુધિષ્ઠિ

મહાકવિ તો કહેવાયા પણ સાચું કહું આ વ્યથાકથામાં,
ઓતપ્રોત થઈ ઊંડે ને ઊંડે વિચર્યાની માથાકૂટ છે. – વેદવ્યાસ

– કૃષ્ણ દવે

ઉગાડે એમ કદી ઉગવાનું નહીં Krushna Dave

ઉગાડે એમ કદી ઉગવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન,
નિરાંતે બેસી જે ભરચક પીવે ને એને પાલવે આ લીલાં ગુમાન,
રોકે કદાચ કોઈ ટોકે કદાચ તોય મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

આપણે તો એનીયે સમજણ શું રાખવી આ મસ્તીમાં ખરવું કે ફાલવું,
આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે ગમ્મે તે મોસમમાં મ્હાલવું,
અરે હસવું જો આવે હસવું બેફામ અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું ? ધરવાનું આપણું જ ધ્યાન,
પથ્થર ને માટીના ભૂંસી ભૂંસીને ભેદ કરવાનું લીલું તોફાન,
દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં…

– કૃષ્ણ દવે

મજા આવે છે જે કામ માં

મજા આવે છે જે કામ માં….

મજા આવે છે જે કામ માં તેમા સમયનો બગાડ છે
ના, હું નથી કહેતો, કહે વડીલો સલાહકાર છે

આ કર અને આ ના કર, તે કરીશ તો ફાયદો શું?
તું કંઇ સમજતો જ નથી કેમ આટલો ગમાર છે?

લોકો ક્યાં નીકળી ગયા પણ તુ ત્યાં નો ત્યાં જ છે
તારે કંઇ કરવુ જ નથી ? આખરે શું વિચાર છે?

કંટાળી ગયો છુ સાંભળી સાંભળીને એક જ વાત
શું મન માં મારા આવે, તે બધુ જ બેકાર છે ?

હું બિચારો ફુટબોલ જેવો ને જુઓ સામે બે બે ટીમ
મન ફાવે તેમ મારે લાત, મે ખાધી કેટલીય વાર છે

બસ હવે તો ઘણુ થયુ, મક્કમ કર્યુ છે મારુ મન
મન આપ્યુ છે ઇશ્વરે જેમાં શ્રઘ્ઘા રાખવી અપાર છે

સાચુ જીવન જીવવુ છે મોઇઝ તો જાત પર વિશ્વાસ કર
લોકોને જોઇ જોઇ ને જીવવામાં શું સાર છે ?

મોઈઝ હિરાણી…

…..પાછો મળુ

સંભાવનાઓના મેળામાં ખોવાઇને પાછો મળુ
આગ લગાડી આગમાં બળીને પાછો મળુ

વાદળોમાં પથરાઇ જઇ હું આમતેમ ફરુ
ખૂબ વરસી વરસાદમાં, જળ ટીપાં મા મળુ

ઉપદેશો-સલાહ-સુચનોમાં જકડાઇ ખૂબ ચુકયો છુ
જો આવીને કરે તુ મુકત તો પાછો મુજને મળુ

ઘેરા ઘેરા જંગલો ને કેવા કેવા રસ્તા છે ! !
પણ પથદશૅક તુ મારો છે હું શીદને પાછો વળુ

ખુદા તારા પ્રેમની પરિભાષા કદાચ એ જ હશે
કે ખોવાઇ જઇ ને મુજમાં હું, તુજ માં પાછો મળુ

જીવનને ફકત ઘસડયા જ શુ કામ કરવુ મોઇઝ
કઇંક તો કરુ કે મયૉ પછી સિતારામાં ઝળહળુ

મોઈઝ હિરાણી…

બીપીન શાહ

ખૂબસૂરત ફૂલોની સોડ, આ કબર છે,
લથબથ સોડમથી સૌ કાં બેખબર છે…

ઘણાં સૂતા અહી રાતના દિદાર બદલી,
મોઢું ફેરવી લેનારાઓની આ કસર છે…

હતું કે જરૂર આવીશ મારી મઝાર પર,
જોઇલે આ આંખો હજી ટગર મગર છે…

આખરી ફૂલ તારું હાથોહાથ સ્વિકારત,
કિન્તુ,બંધ મુઠ્ઠીને પણ કાતિલ અસર છે…

સોડ છોડાવી હમણાં ઊભો થાઉં પણ,
મારી આ જાગીર પર સૌની નજર છે…

Bipin shah
9867224121
Mumbai

તમારી ‘ના’ માં ‘હા’નો જવાબ મળી ગયો,
ખબર નહિ શું અનુભવ ખરાબ મળી ગયો…

પોતાનેજ શણગારી મેં જાતે ,નવોઢાની જેમ,
જાણે મનમિત રાણીને નવાબ મળી ગયો…

ઢેલના વર્તનમાં અચાનક ફરક પડી ગયો,
જોબનવંતો મોર તે પણ બેતાબ મળી ગયો…

રેતીના ઢગલા પર ફરકાવી સાઠીકડાની ધજા,
દરિયો થાય આતુર જાણે ખિતાબ મળી ગયો…

વસંત બેસતાજ બાગે એક સરવૈયું કઢાવિયું,
વૃક્ષને ખૂટતાં પાન, બધો હિસાબ મળી ગયો….

Bipin shah
9867224121

આંખો  માં  થોડો  ગુમાન  ભરી દે , થોડો  જામ મૂકી  દે
એકપણ આંસુ  ના ટપકાવ ,પલક આમ ને આમ મૂકી દે.

નહિ  પૂછ  વજૂદ  નું  કારણ  ફક્ત  સરનામું  આપવું  છે,
મથાળું રાખું છું  કોરું જરા થામ,મનગમતું  નામ  મૂકી  દે.

ટપકા   જેવડી  જીંદગી નું  લખાણ  ક્યાં  લાંબુ  હોય છે,
વાક્ય અધુરુ ના મૂક, દરેક મૉડ પર તું પૂર્ણવિરામ મૂકી દે.

સંવેદના  આમ જ  લુટાઈ  જતી,  સરેઆમ  રસ્તા  પર ,
નસીબ ને બહાર ફેંક, હથેળી ખોલ ને ખુલ્લી આમ મૂકી દે

મોજુદગી ભલે મહેરાબ   કોઈની  જીંદગી  બદલી  શકે,
આહટ  આવતાં પેલા સૂફી   હાજરી નો  પૈગામ  મૂકી દે

Bipin shah
9867224121

હો વણકર વીર મેઘમાયો

હો વણકર વીર મેઘમાયો

કવિતા :: .. તા .૩૦/૦૯/૨૦૧૪

હો વણકર વીર મેઘમાયો ..હા એ તો અમારો લાડકવાયો ;
સહુનો પ્યારો .. પ્યારો ને , તેના માત પિતાનો વીર જાયો
હો વણકર વીર મેઘમાયો ….
પાણીના બુંદકાજે , પાટણ ધરામાં આપ્યું મહાબલિદાન:
એ વીર થઈ ,શુરવીર થઈ માયો શહીદ થઈ હોમાયો
હો વણકર વીર મેઘમાયો ….
બત્રીસ લક્ષણો થઈ અવતર્યો , ને ચૌદલોક પુજાયો
જન જન જેની રે પુજાઓ કરે , દેવો રુદયમાં હરખાયો
હો વણકર વીર મેઘમાયો ….
અરે સિધ્ધરાજ પણ જેના વખાણ કરે, રુદિયામાં આનંદ ધરે
એવો અમ વણકર નરબંકો વીર અરે મહાવીર કહેવાયો
હો વણકર વીર મેઘમાયો ….
ધન્ય ધન્ય પાટણની ગુર્જર ગિરાને પતિત પાવન કરી
અરે આ લોક ને પરલોકમાં માયો દેવ થઈ ઓળખાયો

કવિ : “ જાન “
જાદવ નરેશકુમાર મોતીલાલ
મુ.પો. મલેક્પુર –વડ
તા . વડનગર , જિ. મહેસાણા
પી; ૩૮૪૩૫૫ મો. ૯૯૨૪૬૧૦૧૨૪

:- કવિતા :- ૦૧/૧૦/૨૦૧૪
પાટણનગર

ઉત્તર ગુજરાતમાં
આવેલું પાટણનગર
જેમાં વીર માયા નામનો વણકર
પાટણ નગરને ઉગારી
સુખી સમ્રુધ્ધ કર્યુ નગર
પ્રજા જીવ કાજે
તાર્યુ આ આખુય પાટણનગર
સાત સાત દિવસ ઢંઢૅરો પીટાવ્યો સિધ્ધરાજે
બત્રીસ લક્ષણો
એક વણકર દિકરો માયો આવ્યો આગળ
ને આપ્યું મહાબલિદાન
ને સિધ્ધરાજ જયસિંહનું સપનું થયુ સાકાર
એ જ બતાવે છે
પાટણનગરની થઈ સુખીસમ્રુધ્ધિ ની લહર

કવિ : “ જાન “
જાદવ નરેશકુમાર મોતીલાલ
મુ.પો. મલેક્પુર –વડ
તા . વડનગર , જિ. મહેસાણા
પી; ૩૮૪૩૫૫ મો. ૯૯૨૪૬૧૦૧૨૪

:- કવિતા :-
છવાયો …
છવાયો … છવાયો … છવાયો રે
રાજવી રુદયમાં હર્ષોલ્લાસ છવાયો
છવાયો … છવાયો રે છવાયો ..
માયાની સમાધિના આગમનથી
લોક રુદયમાં હર્ષોલ્લાસ ઉજવાયો
ઉજવાયો… ઉજવાયો રે ઉજવાયો ..
છલકાયો …છલકાયો .. છલકાયો રે
નાદ–ગાજ સાથે હર્ષોલ્લાસ છલકાયો
છલકાયો …છલકાયો ..છલકાયો રે
આજેય માયા સાતમ ઉજવે છે લોક
જેનો રુદયમાં આનંદ ના સમાયો
સમાયો … સમાયો .. સમાયો રે

:- કવિતા :-
હો અમે છીએ વણકર …..
હો અમે છીએ વણકર …. હા અમે છીએ વણકર
હાથ પગના સથવારે વણીએ અમે કાપડ
હો અમે છીએ વણકર … હા અમે છીએ વણકર…
રૂમાલ , પસેડી , ગરણાં વગેરે
અદ્દભુત કારીગરીથી સજાવીએ જી રે કાપડ
હો અમે છીએ વણકર … હા અમે છીએ વણકર …
એક એક બુંદ પસીનાનું પાડી અમે , રંગ બે રંગી બનાવીએ મજાનું કાપડ
હો અમે છીએ વણકર … હા અમે છીએ વણકર …
સુતરના તારથી એક એક તારને સાંધી
અવનવી રંગ બે રંગ પાડીએ ચોક્ડી
હો અમે છીએ વણકર … હા અમે છીએ વણકર …
ગામ ગામ , ને શહેર શહેર જઈ , ફરીને
વેચીએ કાપડ , ને કરીએ દિનભર ક્માણી
હો અમે છીએ વણકર … હા અમે છીએ વણકર …
અરે મહેનત પુરૂષાર્થના પુજારી અમે વણકર
છીએ અમે વણકર ને લોક કેમ કહે પછાત
હો અમે છીએ વણકર … હા અમે છીએ વણકર …
અમારા વણકરનું પહેરે, સહુ કાપડ
ને ધન્ય અનુભવીએ જાતિ અમારી વણકરને
હો અમે છીએ વણકર … હા અમે છીએ વણકર …

કવિ : “ જાન “
જાદવ નરેશકુમાર મોતીલાલ
મુ.પો. મલેક્પુર –વડ
તા . વડનગર , જિ. મહેસાણા
પી; ૩૮૪૩૫૫ મો. ૯૯૨૪૬૧૦૧૨૪

સપના માં આવીને ……..

સપના માં આવીને ……..
આજ સપના માં આવી ને કોઈ કહેતું હતું
મનની વાત એ જાણી લેતું હતું.
વાત માં ન હતો બહુ મોટો દમ
પણ કોણ જાણે મન હરી લેતું હતું
સપના માં આવીને ……..
ખારાશ પણ આ સાગર માં જાણે
લોટો પાણી મળી જતું હતું
સ્વાર્થના આ સંસાર માં જાણે
નિસ્વાર્થ વાત કરી જતું હતું.
સપના માં આવીને ……..
ભાંગી જવાની સ્થિતિ માં કહેતું હતું
તે શબ્દ શરીર માં ઉર્જા ભરતા હતા.
જયારે પણ બાજી હરી જવાની તૈયારી માં હોઉં
પણ એના શબ્દો પડે બાજી પલટાઈ જતી હતી.
સપના માં આવીને ……..
સામે પડકાર હતો હિમાલય જેવડો
જીલી ગયો તેને વહેતા પ્રવાહની જેમ
જાણે આવી ને અને શું કહું ?
જીવન આખું એમ જ રહ્યું …
સપના માં આવીને ……..
જીવનના પાના હતા એક સામટા
પણ ગોખાય ગયા પલ વારમાં .
તે મારા માટે અશાર્યા હતું
કેમ કે કોઈના ખભા પર મારું મસ્તક હતું
સપના માં આવીને ……..
ડાંખરા સાવન (સાવલ)
(02)
ક્યાં કરું મેં ક્યાં કરું

કહા ખો ગયા યે મેરા સપના
યહા ખો ગયે સબ અપને
ક્યાં કરું મેં યહા જીકે
કહા ચલે ગયે સબ અપને
ક્યાં કરું મેં ક્યાં કરું મેં ક્યાં કરું
તુજે કેસે ભૂલ પાઉંગા
ઇસ દુનિયામે કેસે પાઉંગા
કહા ચલી ગય છોડ કે મુજે
અબ હો ગઈ ઇન્તજાર કી સબ હદ પાર
ક્યાં કરું મેં ક્યાં કરું મેં ક્યાં કરું
તુજ કો અપના બનાને કી લગન હે
તુજ કો નફરત કી અગન કયું હે
મેરે દિલ કી હર ધડકન
નામ તેરા બોલતી હે
ક્યાં કરું મેં ક્યાં કરું મેં ક્યાં કરું
છોડ દુંગા એ બંધન સારે
બોલ દુંગા સારે જગ કો
તું હી હે તો મેરી શ્વાસે
તેરે બીના તેરે બીના તેરે બીના
ક્યાં કરું મેં ક્યાં કરું મેં ક્યાં કરું
તુજે ભૂલ ને કી બાત છોડ દે
સોચ પા ને કી બાત
પાઉંગા તુજ કો મેં પાઉંગા
પર કેસે કુચ તો બતાવ કી
ક્યાં કરું મેં ક્યાં કરું મેં ક્યાં કરું

ડાંખરા સાવન (સાવલ)
03
હજારો છે ભારત માં

હજારો છે ભારતમા કે જે દેશ માટે જીવે છે.
પણ છે આનાથી બમણા જે રાજકારણ માં રમે છે.
એ જ વિકાસ અવરોધક છે. ભારત માટે ધાતક છે.
જાણે છે એ બોલતા નથી,ને બોલે છે એ જાણતા નથી.
હર કામના પૈસા માંગે છે, ભારતમાંના નારા બલાવે છે.
ભારતીય સંસ્કૃતિ વિસરી ગયા, પસ્સીમી રંગે રંગાયા છે.
પણ ક્યાં જાણે છે એવો પસ્સીમી સૂર્ય સદા આથમે છે.
અહી ભણેલો સદા વેચાય છે, ગણેલો હમેશા પસ્તાય છે..
એ નથી જાણતા કે એ દેશ માટે કેટલો ઉપયોગી છે.
ચુંટણી માટે વોટ માંગે છે, વિકાસ નું એક વર્ષ બગાડે છે.
અંદરો અંદર ઝગડે છે, વિદેશ સતા હરખાય છે.
એકસો એકવીસે શું બગાડું, તમારું હવે વિકાસ ની હરીફાઈ કરો.
કહેવું છે તો ઘણું બધું પણ મર્યાદા એ રોક્યો છે
માફ કરજો ભારત માના સાચા સપૂતો તમને મારા સલામ છે

O4
યહા હર દિન સોનેરી સુરજ નિકલતા હે

યહા હર દિન સોનેરી સુરજ નિકલતા હે ,હર કોઈ ઈતિહાસ લીખ જાતા હે
અપને જીવન કી હર કમાઈ ,દેશ કો અર્પણ કર જાતે હે
અપને જીવન કી સારી સફળતા ,ભારત કો અર્પણ કર જાતે હે
યહા હર દિન ……………………………..
સોતે હે વો મરતે હે , બેઠે હે વો અળસી હે
યહા જો જાગ જાતે હે , વો ઉડને લગતે હે ઔર
ભારત કો જગસીર મોર બના જાતે હે
યહા હર દિન ……………………………..
તુમ કયું ગાતે હો અપની દર્દ ભરી કહાની ,નજર ડાલો ઇસ ઈતિહાસ પે
જો દુખી હે વો ખડા હુઆ હે અપને પેરો પે
આખરી દમ તક હિમત ઔર ધેંર્ય સે
લિખા અપના ઈતિહાસ ઔર ,સુખી બન કર ચલે ગયે
યહા હર દિન ……………………………
હર ગીત લીખું વતન કે લિયે ,હર કરમ હે ભારત કે નામ
સાવન કહે જીલો હર પલ ભારત કે નામ,મુક્ત હો જાવ દેશ ભક્તો કે ઋણો સે
સફળ બનો બનો તુમ્હારે જીવન મેં ,ઈતિહાસ લીખલો અપને નામ કા
ઔર પ્રેમ સે બોલો જય ભારત જય હિન્દ

Dankhara savan (saval) Mohanbhai
village :bela(bhvnagar)
current live surat
birth date 12/12/1994
mo.no. 9624515540
b.com with c.s