હું ગુજરાતી નંબર વન- અમીન પીપાડવાલા (“અંગત” ગુજરાતવી)

ગીત : હું ગુજરાતી નંબર વન

હું ગુજરાતી નંબર વન,
મારી અદા સુપર વન,
દેશ-દુનિયામાં વાગે,
મારો ડંકો ટન..ટન..ટન..

બિઝનેસમાં હું પાવરફુલ,
કરી દઉ સૌના દાંડિયા ગૂલ,
પ્હોળી છાતી રાખીને,
હું ધંધો કરી જાણું છું,

નથી મને કોઇ ટેન્સન!!
પૈસો કમાઉ ધન…ધન…ધન…
હું ગુજરાતી નંબર વન…

ગુજરાતનો હું બળિયો છું,
સરવૈયામાં પાકો છું,
જોટો જડે નહિ મારો,
એટલો છું હું પાવરધો,

બેસણું હોય કે ગરબા નવ!!
સહુ માં ભાગ પહેલા લઉં,
આયખાનું હું જીવનભર,
કરુ ઉપયોગ ઝન…ઝન…ઝન…
હું ગુજરાતી નંબર વન…

વિશ્વના ફલક ઉપર,
મારો ડંકો વાગે છે,
જાત ભાતના લોકો પણ,
સલાહ મારી માંગે છે,

ભણવામાં હું નંબર વન,
પીધો છે મેં કસુંબીનો રંગ,
ભૂત-ભવ ની છોડી ચિંતા,
હું તાકુ તીર સન…સન…સન…
હું ગુજરાતી નંબર વન….

મકસદ પાછળ રેડુ જાન,
ધર્મોનું કરુ પહેલા સમ્માન,
પંજાબી હોય કે મહારાષ્ટ્રીયન,
પણ, સહુને ગણું હું એક સમાન,

દેશમાં જન-જન હોય ભલે,
પણ, સહુના હૈયે એકતા છે,
યુ.કે હોય, કે હોય જાપાન,
સૌ ભારતને કરે છે શિશ નમન,
હું… ગુજરાતી… નંબર વન….(૩)

અમીન પીપાડવાલા (“અંગત” ગુજરાતવી)