બંધાણી …. – કેતન મોટલા “રઘુવંશી”

બંધાણી ….

ગીત ગઝલનો બંધાણી …
હું ગીત ગઝલનો બંધાણી ,
સાંજ ઢળે ને શબદ શબદને
લે’તો માણી માણી …. ૦ ગીત ગઝલનો બંધાણી …

ગીતો ,ગઝલો ,શેર- શાયરી ,
માણું રોજ કવિતા.,
પાને પાનું ભીંજવી નાખે ,
જાણે વહે સરિતા .
પંક્તિઓમાં પ્રાસ મળે તો ,
થા’તો પાણી પાણી ….. ૦ ગીત ગઝલનો બંધાણી …

શબ્દ સમૂળા સ્પર્શ કરે ,
અર્થો આપે આલિંગન ,
રોમરોમ નાચી ઉઠું ,
મહેકે છે મારું તનમન .
નરસૈયાનું કીર્તન ગાઉ ,
ગાઉ કબીર વાણી …….૦ ગીત ગઝલનો બંધાણી …

– કેતન મોટલા “રઘુવંશી”
(મુ. ભાટિયા , જી. જામનગર , મો. ૯૪૨૯૧૧૯૭૬૦ )

“હૃદયમાં તમારા જરા અમને રાખો….”

“હૃદયમાં તમારા જરા અમને રાખો….”

ના માગું હજારો ના માગું હું લાખો ,
મફતમાં મને હું જ વેચું છું આખો
છું મીઠો મધુરો જરા અમને ચાખો.
હૃદયમાં તમારા જરા અમને રાખો.

ઉઠાવો ઉઠાવો બહુ સસ્તો થયો છું ,
હું માણસ મજાનો અમસ્તો થયો છું ,
વિનયમાં તમારા જરા અમને રાખો,
હૃદયમાં તમારા જરા અમને રાખો.

આ ગીતો અમારા અધૂરા અધૂરા ,
કદી બાજે ઢોલક કદી તાનપુરા ,
લય માં તમારા જરા અમને રાખો,
હૃદયમાં તમારા જરા અમને રાખો .

શિકારી ના હાથે ઘવાયો છું એવો ,
દુખી છું ને દિલથી દુભાયો છું એવો ,
પ્રણયમાં તમારા જરા અમને રાખો ,
હૃદયમાં તમારા જરા અમને રાખો.

અમારા અમોને હરાવી ગયા છે ,
કોઈ આસું મગરના બતાવી ગયા છે ,
વિજયમાં તમારા જરા અમને રાખો ,
હૃદયમાં તમારા જરા અમને રાખો.

# કેતન મોટલા “રઘુવંશી” #

“સૌની માફક …

દિવસે દિવસે થોડો થોડો મરી રહ્યો છું,
હું મારા પડછાયાઓ થી ડરી રહ્યો છું.

ઇરછાઓ ને સપનાઓ ની યાદી ઘણેરી,
લોન ની માફક હપ્તે હપ્તે ભરી રહ્યો છું.

મંદિર મસ્જીદ ફરી ફરીને ચરણો થાક્યા ,
હું મારી માંહે ને માંહે ફરી રહ્યો છૂ.

ભીતરનો ખાલીપો ક્યાં જઈ પુરવો બંધુ ,
અંતરના અંતરને પૂરો કરી રહ્યો છું.

દેવ બનીને ઉચે આસન બેઠો કિન્તુ ,
સૌની માફક ના કરવાનું કરી રહ્યો છું.

$$$$ કેતન મોટલા “રઘુવંશી” $$$$$

છોરીએ છેતર્યો મને

છોરીએ છેતર્યો મને ….
બોલાવું તો ના બોલે , નજરો રાખે નીચે .
પ્રેમનાં ઝરણાં ભરી મનોમન, એકલી એકલી સીચે.
છોરીએ ભર્યો મને …..૦ છોરીએ છેતર્યો મને ….

અંતરથી ચાહે છે અમને પણ હોઠો પર ના કબુલે ,
બહારથી કાંટા કરડાવે પણ માંહેથી મધમધ ખુલે ,
છોરીએ સંઘર્યો મને ….૦ છોરીએ છેતર્યો મને ….

મરાય નહિ જીવાય નહિ ઘાવ એવા આપે ,
ભવેભવ ભૂલાય નહિ લગાવ એવા આપે ,
છોરીએ વેતર્યો મને ….૦ છોરીએ છેતર્યો મને ….

૦ કેતન મોટલા ” રઘુવંશી “…

સખી આપણે તો ….

સખી આપણે તો ઓરતની જાત…
છાની રખાય નહિ , હૈયામાં માય નહિ ,
કોઈને કહેવાય નહિ વાત। … સખી આપણે તો। …

પગે બાંધી છે પાયલની બેડીઓ , ડોકમાં મંગળસુત્ર.
આખીયે જીંદગી જતન કરી રાખ્યાછે , માન માર્જાદના પુત્ર,
પીડાના નામનું ઓઢી પાનેતર , ફેરાઓ લીધા છે સાત … સખી આપણે તો। ..

અડધી છું દીકરી અડધી વહુ , એમ ટુકડે ટુકડે વહેંચે
ભરી સભામાં નાર પશુ બની હજુ , દ્રૌપદીના ચીર ખેંચે ,
પુનમનો ચાંદ અહી કોને દીઠો , કાયમ છે અંધારી રાત ….. સખી આપણે તો

કેતન મોટલા ” રઘુવંશી”

બંધાણી ….

બંધાણી ….

ગીત ગઝલનો બંધાણી …
હું ગીત ગઝલનો બંધાણી ,
સાંજ ઢળે ને શબદ શબદને
લે’તો માણી માણી …. ૦ ગીત ગઝલનો બંધાણી …

ગીતો ,ગઝલો ,શેર- શાયરી ,
માણું રોજ કવિતા.,
પાને પાનું ભીંજવી નાખે ,
જાણે વહે સરિતા .
પંક્તિઓમાં પ્રાસ મળે તો ,
થા’તો પાણી પાણી ….. ૦ ગીત ગઝલનો બંધાણી …

શબ્દ સમૂળા સ્પર્શ કરે ,
અર્થો આપે આલિંગન ,
રોમરોમ નાચી ઉઠું ,
મહેકે છે મારું તનમન .
નરસૈયાનું કીર્તન ગાઉ ,
ગાઉ કબીર વાણી …….૦ ગીત ગઝલનો બંધાણી …

૦ કેતન મોટલા “રઘુવંશી ” (મુ. ભાટિયા , જી. જામનગર , મો. ૯૪૨૯૧૧૯૭૬૦ )

” એ જ સમજાતું નથી ….”

” એ જ સમજાતું નથી ….”

કોણ ડાહ્યો કોણ ઘેલો એ જ સમજાતું નથી .
કોણ ગુરુ કોણ ચેલો એ જ સમજાતું નથી .

આંખના પલકારમાં લાખને લૂટાવતો ,
રાખમાં ક્યારે ભળેલો એ જ સમજાતું નથી .

સત્ય કેવળ સત્ય છે એ વાતને જાણી છતાં ,
જૂઠને સોળે ચડેલો એ જ સમજાતું નથી .

શબ્દમાં તું મોન માં તું ધરા તું વ્યોમમાં ,
સર્વ માંહે ક્યાં રહેલો એ જ સમજાતું નથી .

આંખ દેખે કાન સુને પણ હૃદય તો બંધ છે,
“રઘુવંશી” જીવતો કે મરેલો એ જ સમજાતું નથી .

કેતન મોટલા “રઘુવંશી”

લાશ ચાલે છે- કેતન મોટલા “રઘુવંશી”

લાશ ચાલે છે.

અહા ! હજુ યે મારા શ્વાસ ચાલે છે .
અમારી માંહે કશું ખાસ ચાલે છે .

આમ તો હું યે ક્યાં એકલો ચાલુ છું,
નીચે ધરતી ને ઉપર આકાશ ચાલે છે .

મારે ક્યાં ગણતરી કરવી છે દુખોની,
અહી તો માત્ર વેદના જ સરેરાશ ચાલે છે.

શિયાળે ઠંડી ને ઉનાળે ગરમી હોય કિન્તુ,
અમારે તો ચોમાસું જ બારેમાસ ચાલે છે.

તમારે મન લાગતો જીવતો જાગતો ,
“રઘુવંશી” ને લાગે છે કે લાશ ચાલે છે.

કેતન મોટલા “રઘુવંશી “