ભરતગુંથણ કરતી પત્નીને – ઘનશ્યામ વઘાસીયા

ભરતગુંથણ કરતી પત્નીને-

ઝરુખે બેઠી ભરત ભરતી,
વધૂ મારી સારી સારી રે.
સોયમાં પરોવી દોરો,
ટેભા લેતી ખુશી ખુશી રે.
મોરલા ભરે, ચકલી ભરે,
ટહુકા એના ગહેંકે ગહેકે રે.
તબલા ભરે, ઢોલક ભરે,
તાલ એના વાગે વાગે રે.
શરણાઇ ભરે, વીણા ભરે,
સૂર એના મ્હેંકે મ્હેંકે રે.
ભરત એની દીકરી સારુ,
દીકરી તો રાજી રાજી રે.
‘શ્યામ’ સરીખો વર એનો,
એ જોઇ, રાજી રાજી રે.

-ઘનશ્યામ વઘાસીયા.
૧૮.૦૮.૨૦૧૦,૯.૦૦ રાત્રિ
http://ghanshyam69.wordpress.com/