હા જાણ છે મને,
દર્દ હસતા હોય છે,
ધીમે સાદે,
એકાંતમાં રડતા હોય છે.
મસ્તીમાંના વાવાઝોડામાં
કે
વેદનાના સન્નાટામાં
સુખ તરસતાં હોય છે
હા જાણ છે મને,
હું પણ છું મસ્ત
હસતો
રમતો
“પસ્તી” માં ફરતો
જનક દેસાઈ
——————————–
પ્રેમની સીડી પર
અંતરપટના પડદા પર
વ્હાલના વહેણમાં
મનના માળિયામાં,
ના ચડવું
ના ઉતરવું
બસ વસવું
પછી
ના કોઈ સવાલ
ના કોઈ જવાબ
ના કોઈ અક્ષર
ફક્ત્
પ્રીત નું પાનેતર
વિશ્વાસ નું ચણતર
બસ આપણું ઘડતર….
જનક દેસાઈ (૧૧/૦૮/૨૦૧૧)
——————————–
ઊંચાઈ ને કોણ પામે ?
હાથ તો તારે બે છે, એક ઝાલે બીજાને,
અન્યને આધારિત થઇને, કોઈ કશું ના પામે.
એક બાજુ ખાઈ હોય અને સામે પર્વત ઉંચો
તલવારની ધાર પર ચાલી, ઊંચાઈને તું પામે
હોય કોઈ પળ એવી પણ, લાગણી સંગ તું ચાલે
મિત્રતાનો હાથ ઝાલીને, વાવાઝોડાને થામે
એકલતામાં એક નથી તું, કોણ કોને જાણે
મનના જ્યારે મેળ મળે, પર્વત નમતું માને…….
જનક દેસાઈ