હો વણકર વીર મેઘમાયો

હો વણકર વીર મેઘમાયો

કવિતા :: .. તા .૩૦/૦૯/૨૦૧૪

હો વણકર વીર મેઘમાયો ..હા એ તો અમારો લાડકવાયો ;
સહુનો પ્યારો .. પ્યારો ને , તેના માત પિતાનો વીર જાયો
હો વણકર વીર મેઘમાયો ….
પાણીના બુંદકાજે , પાટણ ધરામાં આપ્યું મહાબલિદાન:
એ વીર થઈ ,શુરવીર થઈ માયો શહીદ થઈ હોમાયો
હો વણકર વીર મેઘમાયો ….
બત્રીસ લક્ષણો થઈ અવતર્યો , ને ચૌદલોક પુજાયો
જન જન જેની રે પુજાઓ કરે , દેવો રુદયમાં હરખાયો
હો વણકર વીર મેઘમાયો ….
અરે સિધ્ધરાજ પણ જેના વખાણ કરે, રુદિયામાં આનંદ ધરે
એવો અમ વણકર નરબંકો વીર અરે મહાવીર કહેવાયો
હો વણકર વીર મેઘમાયો ….
ધન્ય ધન્ય પાટણની ગુર્જર ગિરાને પતિત પાવન કરી
અરે આ લોક ને પરલોકમાં માયો દેવ થઈ ઓળખાયો

કવિ : “ જાન “
જાદવ નરેશકુમાર મોતીલાલ
મુ.પો. મલેક્પુર –વડ
તા . વડનગર , જિ. મહેસાણા
પી; ૩૮૪૩૫૫ મો. ૯૯૨૪૬૧૦૧૨૪

:- કવિતા :- ૦૧/૧૦/૨૦૧૪
પાટણનગર

ઉત્તર ગુજરાતમાં
આવેલું પાટણનગર
જેમાં વીર માયા નામનો વણકર
પાટણ નગરને ઉગારી
સુખી સમ્રુધ્ધ કર્યુ નગર
પ્રજા જીવ કાજે
તાર્યુ આ આખુય પાટણનગર
સાત સાત દિવસ ઢંઢૅરો પીટાવ્યો સિધ્ધરાજે
બત્રીસ લક્ષણો
એક વણકર દિકરો માયો આવ્યો આગળ
ને આપ્યું મહાબલિદાન
ને સિધ્ધરાજ જયસિંહનું સપનું થયુ સાકાર
એ જ બતાવે છે
પાટણનગરની થઈ સુખીસમ્રુધ્ધિ ની લહર

કવિ : “ જાન “
જાદવ નરેશકુમાર મોતીલાલ
મુ.પો. મલેક્પુર –વડ
તા . વડનગર , જિ. મહેસાણા
પી; ૩૮૪૩૫૫ મો. ૯૯૨૪૬૧૦૧૨૪

:- કવિતા :-
છવાયો …
છવાયો … છવાયો … છવાયો રે
રાજવી રુદયમાં હર્ષોલ્લાસ છવાયો
છવાયો … છવાયો રે છવાયો ..
માયાની સમાધિના આગમનથી
લોક રુદયમાં હર્ષોલ્લાસ ઉજવાયો
ઉજવાયો… ઉજવાયો રે ઉજવાયો ..
છલકાયો …છલકાયો .. છલકાયો રે
નાદ–ગાજ સાથે હર્ષોલ્લાસ છલકાયો
છલકાયો …છલકાયો ..છલકાયો રે
આજેય માયા સાતમ ઉજવે છે લોક
જેનો રુદયમાં આનંદ ના સમાયો
સમાયો … સમાયો .. સમાયો રે

:- કવિતા :-
હો અમે છીએ વણકર …..
હો અમે છીએ વણકર …. હા અમે છીએ વણકર
હાથ પગના સથવારે વણીએ અમે કાપડ
હો અમે છીએ વણકર … હા અમે છીએ વણકર…
રૂમાલ , પસેડી , ગરણાં વગેરે
અદ્દભુત કારીગરીથી સજાવીએ જી રે કાપડ
હો અમે છીએ વણકર … હા અમે છીએ વણકર …
એક એક બુંદ પસીનાનું પાડી અમે , રંગ બે રંગી બનાવીએ મજાનું કાપડ
હો અમે છીએ વણકર … હા અમે છીએ વણકર …
સુતરના તારથી એક એક તારને સાંધી
અવનવી રંગ બે રંગ પાડીએ ચોક્ડી
હો અમે છીએ વણકર … હા અમે છીએ વણકર …
ગામ ગામ , ને શહેર શહેર જઈ , ફરીને
વેચીએ કાપડ , ને કરીએ દિનભર ક્માણી
હો અમે છીએ વણકર … હા અમે છીએ વણકર …
અરે મહેનત પુરૂષાર્થના પુજારી અમે વણકર
છીએ અમે વણકર ને લોક કેમ કહે પછાત
હો અમે છીએ વણકર … હા અમે છીએ વણકર …
અમારા વણકરનું પહેરે, સહુ કાપડ
ને ધન્ય અનુભવીએ જાતિ અમારી વણકરને
હો અમે છીએ વણકર … હા અમે છીએ વણકર …

કવિ : “ જાન “
જાદવ નરેશકુમાર મોતીલાલ
મુ.પો. મલેક્પુર –વડ
તા . વડનગર , જિ. મહેસાણા
પી; ૩૮૪૩૫૫ મો. ૯૯૨૪૬૧૦૧૨૪

Advertisements