એક ગઝલ
શબ્દો ખોળી ખોળી ચીપી ચીપીને ઉતારુ એક ગઝલ,
હરેક વાર થાય હજુ વધુ સુન્દર જોઇએ એક ગઝલ.
વૃન્દાવન વિચારોના અટકી જાય કાગળ પેન થકી અહી,
કોણ કહે છે કોઇની ચોરેલી છે આ એક ગઝલ ?
ચાન્દ ખિડકીથી પ્રવેશવા રાત ભર ઝૂરતો રહ્યો,
ઉપરવટ કેમ જાય પીઠ ને ટેકે બેઠી છે એક ગઝલ ?
લે હવે તને રંગીન ધનૂષના રંગે રંગી લઉ,
શા કાજે રોજ પડછાયાના રંગમા રંગાય તું ગઝલ ?
સપ્તરંગી સમ્બન્ધો રોજ ઉતરે પત્રો મહી અવનવા,
કેમ જાણે કેમ એકાદ બે પૂરતી વિહરી જાય ગઝલ ?
વરસીને વર્ષાએ ધરાને ત્રૂપ્ત ઘણી કરી જળથી,
આગોશમાં પેસી બન્ધ બારણે ઠુંઠવાય એક ગઝલ….
ડો. રાજેશ પ્રજાપતિ