અઢળક ઢળિયો રે શામળિયો- દિનેશ કોઠારી (Dinesh Kothari)

દિનેશ કોઠારી

         

અઢળક ઢળિયો રે શામળિયો

          

‘અઢળક ઢળિયો રે શામળિયો’

ચપટી તાંદુલ વેર્યા ત્યાં તો મબલખ મોલે લળિયો!

    

ખુલ્લાં ખાલીખમ ખેતર તે

આજ ઝૂમતાં ડૂંડે,

લુખ્ખી જે લયલીન હવા તે

ગુંજન કરતી હૂડે,

જર્જર શુષ્ક ધરાને ફરીથી જોબન-અવસર મળિયો!

            

ઊંચે આભ નીચે જલથલમાં

આ તે કશી નવાઈ,

જ્યાં જ્યાં નજર ફરે તે સઘળું

સાવ ગયું પલટાઈ,

ભેંકાર હતો જે ભૂત હુંય તે દેવલોકમાં ભળિયો!

             

દિનેશ કોઠારી