પ્રેમ – ધવલ સોની

પ્રેમ

હું એક એવા પ્રેમની કલ્પના કરી શકુ છું..
કે જ્યાં ઝરણાની જેમ વહેતી નદી હોય…
જ્યાં બાગમાં બોલી શક્તા ફૂલો હોય…
જ્યાં ચંચળ પતંગિયા જેવો પવન હોય…
જ્યાં લહેરાતા હાસ્યની સુગંધ હોય…
હું બેઠી હોય શરમાઈને શાંત એકલી,
ને છતાં મારા શ્વાસો કોઇની સાથે અથડાતા હોય….
જ્યાં મૌનની અલગ જ ભાષા હોય…
ને જ્યાં તમે ના હોવા છતા તમારો સ્વપ્નપ્રેમ હંમેશા હાજર હોય..
એ પ્રેમમાં હું ખોવાતી જાઉં મારી કલ્પના થકી ધીરેધીરે ને ભુલતી જાઉં મારા ખુદના અસ્તિત્વને…તનમનથી ભીંજાતી જાઉં એ અલૌકિક આંનંદમાં…..
ને હું બની જાઉ તારા હ્રદયનું ફૂલ કાયમ માટે…..!

ધવલ સોની