મારે આંગણિયે મંજરીઓ મૉરી ના.. નંદકુમાર પાઠક (nandkumar pathak)

નંદકુમાર પાઠક

          

મારે આંગણિયે મંજરીઓ મૉરી ના.. 

        

મારે આંગણિયે મંજરીઓ મૉરી ના મૉરી ના.

       

રૂપનો  દરબાર  ભરી  બેઠો  વસંતરાજ

નાચી રહી લહેરીઓ રીઝવતી રંગરાજ

એ તો જોતી’તી તોય જરી ડોલી ના ડોલી ના… મારે..

           

ફૂલ ફૂલની વાત સુણી ડોલે વસંતરાજ

રમવાને  રંગ  ફાગ  તેડે  એ  રંગરાજ   

એણે હૈયાની વાત જરી ખોલી ના ખોલી ના… મારે..

           

રેલાયો રંગ ચઢ્યો ધરતીને અંગ રે

લહેરાતાં રૂપને  ભીંજવતો જાય એ

હો એણે ઘૂંઘટની પાળ જરી તોડી ના તોડી ના… મારે..

           

નંદકુમાર પાઠક

જન્મ: જાન્યુઆરી 25, 1915  

     

     

Advertisements