સમુદ્રનાં પ્રશ્નો- પરેશ મેહતા “પરમ”

સમુદ્રનાં પ્રશ્નો

પ્રથમ તો દેવ દાનવોએ મન્થ્યો,
રત્નો, માણેકો ને અમૃત કળસ જુત્વ્યો,
શું કહું મારી વ્યથા આપને ,
પીવા ઝેહરનો ગુટો એ ના મુક્યો,
મને સમુદ્ર ગણો છો કે સુદ્ર ?

તમ પર ફેકું પથ્થર, તો અપમાન લાગે ,
મેં તો અસંખ્ય જીલ્યા રામનાં ,
શું મનએ જરાય ના વાગે ?
મને સમુદ્ર ગણો છો કે સુદ્ર ?

મારી પાસે ૯૯૯ નદીઓનાં ખાતા ,
કેટલાયના પાપ ને અસ્થી ધોવાતા ,
ફાયદો શું આ જમાકારીનો જ્યાં ,
રોકડેથી પુણ્ય ને ઉધારમાં પાપ વેચાતા.
શું મને સમજો છો વિના વ્યાજની બેંક ?
મને સમુદ્ર ગણો છો કે સુદ્ર ?

સમજનારા ચેતી જજો, બચી હોય થોડી શરમ ,
સુનામી ને પુર તણા, મારા રસ્તા નહીતો “પરમ”.

પરેશ મેહતા “પરમ”

આત્મ- મન – પરેશ મહેતા “પરમ”

આત્મ- મન

અનંત અગણિત છે મનનું આકાશ
દુખ માં અંધકાર ને સુખ માં ઉજાસ

મનના મહેલ માં મહાલતો રહ્યો
જીન્દીગીભર ઊંઘ માં ચાલતો રહ્યો

મનને મનાવે તે બધા માનવ
બાકી બધા માયાવી દાનવ

મનના રોગ ની નથી દવા કે મલમ
ફક્ત આત્મચિંતન જરૂરી નહીતો પુનર્જન્મ

પળે પળે તરસાવતું ને લલચાવતું
કઠપુતલી ની જેમ મને નચાવતું

“પરમ” નો ચીધો માર્ગ હવે પ્રભુ
મમ આત્મસાત વહાવ તું.

પરેશ મહેતા “પરમ”