બે અછાંદસ કાવ્યો – પલ્લવી શાહ

1.
જયારે ઋતુ નવું નામ બદલી ,નવા કપડા પહેરી પોતાનો
ઉત્સવ ઉજવે છે ત્યારે ઋતુની સાથે ચાલતા વ્રુક્ષો ,આકાશ ,સમુંદર ,
વાદળો અને હવા પણ નવા કપડાં પહેરી ઋતુઓના ઉસ્તાવમાં ભાગ લે છે .
આ ઉત્સવ નવી નવી વાર્તાઓ સંભળાવે છે .
વાર્તાઓ ના પાત્રો- પર્ણો ,ફૂલો ,ફળો,,પતંગિયા ,ભમરા ,વ્રુક્ષ, નદી ,ઝરણા, સમુદ્ર ,ગગન
વગેરે સુંદર અભિનય દ્વારા બદલાતી ઋતુઓની ઉજવણી કરે છે .એ લોકો મને
વસંતની ,વરસાદની ઠંડીની અને પાનખરની વાર્તા સમજાવે છે અને હું પણ
મારી જાતને ઋતુ બનાવી દરેકે દરેક ઉત્સવની ઉજવણી કરું છું અને મારી જાતને પર્ણમાં ,
ફૂલોમાં ,સમુન્દરમાં અને ગગનમાં સમાવી લવું છું
આમંત્રણ છે આપને આમારા આ ઉત્સવમાં ભાગ લેવાનું .
આવશોને ?

2.
મને મારા તારા પ્રત્યેક શ્વાસે તારો ધબકાર સંભળાય છે .
લાગે છે કે મારા ધબકારમાં તારા ધબકારા મળી ગયા છે .
છતાં પણ હું તને પામી નથી . તું મારાથી બહુ દુર છે .
ક્યાં તારું ઘર અને ક્યાં મારું ઘર ,
તારા ઘરના આંગણા મારે સજાવવા છે .
તું મારા ઘેર કોઈ પણ ઘડીએ આવી પહુચશે , એ
આશાથી હું મારા ઘરનું આંગણું શણગારેલું જ રાખું છું.
તારા ધબકારા મારામાં છે ,પણ મિલન ક્યાં છે ?
શું મારા હદયના ધબકારા તારા હદયમાં ભળ્યા છે ?તારા હદયમાં ,
જો મારો ધબકાર હોત તો તું મારાથી આટલો દુર હોત ?
તારી સખી

પલ્લવી શાહ

આ માનવી મારે ચીતરવો શી રીતે ? – પલ્લવી શાહ

નિસાસાની લીપી લખવી સહેલી નથી.
જીવન જીવવાની માણસમાં કોઈ આશા ઓછી નથી.
ચીતરવા બેથી છું આજ આ આખા માણસને.
આ રહી પેન મારા હાથમાં પણ ચીતરવા જતાં માણસને
અક્ષરો પણ ધ્રુજે છે અને લખવા જતાં અક્ષરો માણસના નામના
લીસોટા ચિતરાય છે.
નથી વરતું અમરત્વ ફૂલને તો આ માણસની ક્યાં વાત કરું?
મને લાગે છે કે માણસ ખુદ એક નિસાસો છે.
સુખમાં પણ નિસાસો નાખતો માણસ દુઃખ શી રીતે ઝીલવાનો?
આખી ઝીંદગી રડતો માણસ દુઃખમાં શું હસવાનો?
અધુરું આયખું અને અધુરો માનવી,
નિસાસાની જિંદગી જીવતો માનવી,
આ માનવી મારે ચીતરવો શી રીતે ?

-પલ્લવી શાહ