સવારી નીકળી – પાર્થ આર્ય

આજ તારી યાદના સહરા મહીં, મુજ ફૂલોની આ સવારી નીકળી,
બા-અદબ,બા મુલાઇજા, હોંશિયાર લો દિવાનાની સવારી નીકળી

ફુલ શા હાથે લગાવી તે મને, ચોટ તારી એ કરારી નીકળી,
સાવ છેલ્લા શ્વાસ સુધી સાચવી, એ જીંદગી યે રે ! તમારી નીકળી,

હો સુબહનો સુર્ય કે બુઝતી શમા, યાદ તારી એકધારી નીકળી,
જીંદગીનું નામ બીજું હા પતન, લાશ મારી સાવ સારી નીકળી,

પાર્થ આર્ય