માછલીએ ઝાડ પર માળો બાંધ્યો…બ્રહ્મ ચમાર

ગીત: માછલીએ ઝાડ પર માળો બાંધ્યો…

માછલીએ ઝાડ પર માળો બાંધ્યો ને પેલો દરિયો ભરાઈ ગયો રીશે.
પેલો દરિયો ભરાઈ ગયો રીશે.

પાણીમાં રહીને કંટાળી ગઈ હવે નવું નવું કરવાની ઇચ્છા,
એટલે તો એ ઊડવા લાગીને ફફડાવા લાગી એનાં પીચ્છાં.
દરિયો તો સાવ એને નાનો લાગ્યો, હવે ઊડે છે નવી નવી રીતે,
માછલીએ ઝાડ પર માળો બાંધ્યો ને પેલો દરિયો ભરાઈ ગયો રીશે.

કિનારા સાથે એની દુશ્મની એવી ને મોજાંની સાથે કેવી પ્રીત,
એને તો બધુ જ ભુલાઈ ગયું એટલે તો ગાતી ‘તી નવાં નવાં ગીત.
ઊડવાનું ક્યારેક એ ભૂલી જતી ‘તી, ખારા પાણીમાં તરવાની બીકે,
માછલીએ ઝાડ પર માળો બાંધ્યો ને પેલો દરિયો ભરાઈ ગયો રીશે.

બ્રહ્મ ચમાર