તારા તરફ ખેંચાણ લૈ આવ્યું મને,
વાતાવરણ એકાંત લૈ આવ્યું મને.
વિચારમાં ડૂબી જતાં અંધારથી,
ખેંચી તરત બેભાન લૈ આવ્યું મને.
ખીલી ઉઠે મૌસમ અહીં ચારે દિસે,
બસ જિંદગી વૈરાગ લૈ આવ્યું મને.
લ્યો, સ્વર્ગના દ્વારો ખુલ્યાં પળવારમાં,
તારા ચરણ હે નાથ લૈ આવ્યું મને.
તારો ભરત ખુદ ‘દાસ’ થૈ બેઠો હવે,
ભીતર અનામી નામ લૈ આવ્યું મને.
ભરત વાળા ‘દાસ ભરતજી’
જન્મ: જૂન 1, 1973
ભાવનગર