હરિ વસે છે હરિના જનમાં – મીરાંબાઈ

હરિ વસે છે હરિના જનમાં,

            શું કરશો જઈ વનમાં… ટેક

ભેખ ધરીને તમે શીદ ભટકો છો,

            પ્રભુ નથી વન કે અરણ્યમાં;

કાશીએ જાઓ ભલે ગંગામાં ન્હાવો,

            પ્રભુ નથી પાણી કે પવનમાં… હરિ..

જોગ કરો ભલે જગન કરાવો,

            પ્રભુ નથી વ્યોમ કે હવનમાં;

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર,

             હરિ વસે છે હરિના જનમાં… હરિ..

                                                    

મીરાંબાઈ