તારી ને મારી વાત

ક્ષણોને પત્રમાં લખાય નહી, છે તારી ને મારી વાત
જમાનાભરનો થશે ઇતિહાસ,છે તારી ને મારી વાત

વહેતી સંવેદના બધી અંતરોના માપમાં મપાય નહી
સૌંદર્યના શમણાઓ થી પર,છે તારી ને મારી વાત

આભ તણો લંબાતો પ્રેમ નરી નજરે દેખાય નહી
પાતાળ જેટલી ઊંડાઈ ત્યાં,છે તારી ને મારી વાત

ગ્રંથમાં નહિ લખાય ગઝલ કે કવિતામાં સમાય નહી
હા! મહાગ્રંથોમાં થશે સમાવેશ, છે તારી ને મારી વાત

ફૂલોના ઢગલા કે અનેક ઉધાનોમાં પણ માય નહી
જઇ આખા ચંદન વનમાં મહેકે,છે તારી ને મારી વાત

હાર જીતની ખાલી પોકળ સમજણથી સમજાય નહી
શંકાથી તે કદીયે નહી બંધાય, છે તારી ને મારી વાત

રેખા પટેલ (વિનોદિની )