કેટલીક કવિતાઓ – લક્ષ્મીકાંત એમ. ઠક્કર

કવિકર્મ /કવિ
કવિનો પ્રયાસ હોય છે, હમેશાં સંગીન કો’ તંતુ,
જોડી આપવાનો તમારી પોતાની જાત સાથે!
સવાલ તો મૂળ હોતો હોય છે-તમારી ભીતરના,
કેન્દ્ર-બિંદુના કૌવતને સહી ઉજાગર કરવાનો,
મનપસંદ રંગોના આકાશમાં ઉડવાનું મળે !.
એવું સદભાગી પંખી તો કોઈકજ હોતું હોય છે!
ઊંચી ઉડાન જેવી પાંખો બધા પાસે નથી હોતી.
કવિ તો કલ્પનાના ‘જીવંત’ રંગો પૂરીજ લે છે,-
કવિ કેટલો સક્ષમ ! સંવેદના તેનું સાધન-તત્વ ,
શબ્દ-સંજીવની-તત્વ, તેને સદા વર્તે જીવન-સત્વ
————————————–
હું ! ને, મારું કેન્દ્ર !
“એને” શોધતા શોધતા અચાનક હુંજ મુજને જડી ગયો છું .
મુજમાં સ્થિર થઇ ખુદનાજ મર્મસ્થાને કેન્દ્રમાં,ઠરી ગયો છું.
આ”હું”, “હું છું” ના મોજાં…ધ્વનિ-આંદોલનોના ગેબી નાદ,
ઊછળ્યા કરે છે,ગૂંજ્યા કરે છે ભીતર, વારંવાર ,લગાતાર .
આ ગૂંજ…આ ઘૂમરાવ,…આ ઘંટારવ….ઓમકાર વળે કરાર,
ચકરાવે ચઢી ગયો છું આ ગોળ ગોળ ચક્કર ચક્કર વમળ ,
ઊંડે…ઓર… ઊંડે…આ વમળમાં…વમળ…તેમાં વમળ…,
અહંના વળ ,જાણે ‘બ્લેક હોલ ‘નું તળ, જાણે એ સ્થિર પળ.

‘…અને પછી, ‘આ’ કે ‘તે’ ?ના વિકલ્પ પણ આગળ પાછળ,
મનની અંદર બંધાતી રહે, પળ-પળ , ‘હું’,’મારું’ની સાંકળ,
તણખલા જ્યમ તણાયા કરું દિશાહીન સાવ વિકળ આકળ ,
ફૂલો ,રંગો સુગંધો ને શીતળતા, કોમલ કળી પર ઝાકળ,

કોણ જાણે આ લાંબી જીવન યાત્રા થાશે સફળ કે વિફળ?
નિજમાં ઠરવું,કંઈ મળ્યું કે ના મળ્યું, શામાટે થાવું વિહ્વળ?
પરમ આનંદની અનુભૂતિ,પછી કરવી શેની સખળ ડખળ?
જોતા રહેવું, ગુજરતી પળ પછીની પળ, થઇ શાંત સરળ.
——————————————-
એ !
અવ્યક્ત છેક જ નથી એ! હમેશા આસપાસ છે,વિશાળ !
સૂરજ, ચાંદ,તારા,વાદળ એ, કોણ રચે આવી માયાજાળ?
જરીક ઉપર-તળે કરે એમાં, કોની તાકાત છે?કે મજાલ?
“હું ઘણું બધું કરું છું”મહાભ્રમની જ તો છે બબાલ!
ધારેલું આપણુંજ થાય, એવું ક્યાં ગૃહિત ધર્યું છે?
‘થયું તે, ને, થાય તે જ ખરું’,એ સમજમાં ભર્યું છે!
આવે તોય ઠીક,ન આવે તોય ભલે! એની મરજી!
એજ અમારી પસંદ છે હવે, હોય જે એની મરજી!
ફરિયાદ કે માન મલાજાની ક્યાં છે કોઈ હસરત?
એટલે જ મન નિશ્ચલ, છે નિશ્ચિન્ત , હોઈ સમથળ!
—————————————-
એકત્વનો એહસાસ !

સમયના શબને સુંઘતું ભાળું છું
“એકલતા”નું ગીધપક્ષી નિહાળું છું!
મૌનના એ ચરમ શિખરે બિરાજું છું,
સમય કે ગીધ? હું શું છું? વિમાસું છું
હું ફક્ત દૃષ્ટા માત્ર છું, એ પ્રમાણું છું,
હિમાલયના ચરમ શિખરે એ માણું છું
જામી ગયાનો એહસાસ હાંવી, હું જ છું
નિજ ઓળખની અનુભૂતિ એજ જાણું છું.
નિર્મળ નિસર્ગની લીલા એમ વખાણું છું
જાણે બરફની શ્વેત શીલા તે હું જ છું!
શ્વેત નિર્મળ નિરામય સમગ્ર હું જ છું,
વાતાવરણની શીતળ તાઝગી હું જ છું.
———————————-

‘મારું મધ લાગે મને મીઠું રે!’ એનું સત્વ અમૃત સરીખું રે!
સંજીવની-ચેતન છાંટ્યું રે, હોંશ,ઉમંગે ચમકી આંખ્યું રે.!

“टुकड़े टुकड़े दिन बीता , धज्जी धज्जी रात मिली,
जिसका जितना आँचल था,उतनी ही सौगात*मिली!”*
જે લતા મંગેશકરે એક ગીતમાં ગાયું પણ છે. *’ઝીંદગી પ્યારકા ગીત…. હૈ..’
ASTU…
,-La’Kant….”KAINK’ 4-4-11, Mumbai…