પ્રતિબિંબ- વંદના જેઠલોજા

ઉઘડ્યા નયનો અને પ્રતિબિંબ ઝીલાયું,
મનથી આંખો સુધી સમગ્ર વિશ્વ ફેલાયું.

પાંચીકા રમતા જાણે જીવન સમજાયું,
પહેલા ચડ્યું ઉપર પછી નીચે જ ઠેલાયું.

કર્મનો માર્ગ હોય છે હંમેસા કઠીન,
ખોટી શાયબીમાં કા મન આ ભારમાંયું.

શુષ્ક પર્ણમાં પણ હોય છે મધુર સંગીત,
નવરાશની ઘડીમાં જે ધીમેથી સંભળાયું.

માનવતાના મઘમઘતા ફૂલોના બગીચેથી,
વિશ્વાસનું એક ગુલાબ જાણે કરમાયું..

“વંદના” જયારે ફરી વળ્યા વિશ્વ,
સ્નેહ સિવાયનું સઘળું ઉલેચાયું.
ઉઘડેલા નયનમાં પ્રતિબિંબ ઝીલાયું….

વંદના જેઠલોજા

અક્ષરો વંચાતા નથી… વંદના જેઠલોજા

કોરા કાગળ પર અક્ષરો અંકાતા નથી,
વાંચવાને ચાહું તોયે વંચાતા નથી.

બે ઘડીની મસ્તી, અર્ધ ડૂબેલ કસ્તી,
પવનના જોકાને મારાથી રોકતા નથી.

ઝાકળબુંદની વચ્ચે હોય ફોરમની હસ્તી,
તોયે કળીઓના પાન ભીંજાતા નથી.

નસીબ આવી જાય છે મારગમાં હંમેસા,
વિધાતાના લેખ રબરથી ભુંસાતા નથી.

“વંદના” ખરો જામ્યો છે ખેલ આજે,
દ્રષ્ટિના આંસુ નયનથી લુંછાતા નથી.
મારા અક્ષરો આજ મુજથી વંચાતા નથી…

-વંદના જેઠલોજા

મન તો ચાહે – વંદના જેઠલોજા

મન તો ચાહે…!!!

મેઘ ધનુષ્યના સપ્ત રંગો હતાં આસપાસ,
છતાં આ ખાલીપો શોધે ઉજ્જવળ પ્રકાશ.

ચમનમાં હતી ફૂલોની અનેરી સુવાસ,
છોડે છે આ મન તો માટીની ભીનાશ.

આકાશના તારાઓની હતી મોહક ઉજાશ,
મન તો ઈચ્છે ચાંદનીનો પ્રવાસ.

સાગરની લહેરોમાં પણ હતી ફિકાશ,
સંભારે છે નિત સરિતાની મધુરાશ.

પ્રભાતના રંગોની રંગોળી હતી ખાસ,
છતાં મન તો ચાહે સંધ્યાનો વિલાસ.

જીવનને આંબી જતો અપ્રતિમ વિકાસ,
પણ “વંદના” ચાહે બસ મનની મીઠાશ.

વંદના પી. જેઠલોજા
૦૧.૦૫.૨૦૧૧
(ગુજરાતીમાં ટાઈપ કરવા બદલ રક્ષિત દવેનો આભાર)

“MAN TO CHAHE”

Meghdhanusya na sapt rango hata aspas,
Chhata aa khalipo sodhe ujaval prakas.

Chaman ma hati phuloni aneri suvas,
chhode chhe aa man to matini bhinas.

Akash na tarao ni hati mohak ujas,
man to Ichchhe chandni no pravas.

Sagar ni lahero ma pan hati fikas,
sambhare chhe nit sarita ni madhuras.

Prabhat na rangoni rangoli hati khas,
chhata man to chahe sandhya no vilas.

Jivanne aambi jato apratim vikas,
pan “VANDANA” chahe bas man ni mithas……

VANDANA P. JETHLOJA

કેટલીક કવિતાઓ – વંદના જેઠલોજા

જીવન સંધ્યા

સંધ્યા ખીલે છે ને જીવન ખીલી ઉઠે છે,
ચેતનાનું ઝરણું જાણે હ્રદય માહી વહે છે.

આભની નીરવતા ધીમેથી કઇંક કહે છે,
મનની શૂન્યતામાં પણ કોઈક આવી રહે છે.

પંખીઓનો કલરવ સંગીત બની હસે છે.
ગમની આ પળમાં પણ ખુશીના અશ્રુ વહે છે.

સંધ્યાના આ રંગો જીવન માહી ખીલે છે,
બેરંગ જિંદગીનું આ ચિત્ર આજ ખસે છે.

જીવન ની ઢળતી સંધ્યા અમુલ્ય બની રહે છે,
સંધ્યા ખીલે છે ને બસ જીવન ખીલી ઉઠે છે.

– વંદના

“JIVAN SANDHYA”

Sandhya khile chhe ne jivan khili uthe chhe,
chetnanu jaranu jane hraday maahi vahe chhe.

Aabhni niravta dhimek thi kaink kahe chhe,
manni sunyata ma pan koik aavi rahe chhe.

Pankhiyo no kalrav sangit bani hase chhe,
gam ni aa palma pan khusina anshu vahe chhe.

Sandhya na aa rango jivan mahi khile chhe,
berang jindginu chitra aaj khase chhe.

Jivanni dhalti sandhya amulya bani rahe chhe,
Sandhy khile chhe ne bas jivan khili uthe chhe………

@vandana@

આસ્થા

શું હજુ પણ એમ થઇ શકે છે ?
મન તો પહોંચી ગયું ક્યારનું, આ તન શું જઈ શકે છે ?

આંસુ ભીંજવે છે આંખો સાથે પાંપણ
તેથી દ્રષ્ટિ પવિત્ર થઇ શકે છે ?

ગંગાના નીર પણ થાક્યા ધોઈ પાપોને,
કોઈ તેને પોતાનું પુણ્ય દઈ શકે છે ?

મંદિર છે આરસનું ને હીરાથી મઢયા છે દેવને,
તેથી શું “ઈશ્વર” દર્શન દઈ શકે છે ?

સત્ય મોટું ખબર છે અસત્ય બોલનારને,
તેથી તેઓ સત્યવાદી થઇ શકે છે ?

ફર્યો તીર્થો ને ઉથલાવ્યા ધર્મ પુસ્તકો,
તેથી આત્મજ્ઞાન તે લઇ શકે છે ?

-વંદના

“ASTHA”
Shu haju pan em thai shake chhe?
Man to pahonchi gayu kyarnu,
Aa tan shu jai sake chhe?
Anshu bhinjve chhe ankho sathe papnne,
tethi drasti pavitra thai shake chhe?
Ganga na nir pan thakya dhoy papone,
koi tene potanu punya dai shake chhe?
Mandir chhe arash nu ne hirathi madhya chhe devne,
tethi chhu ISVAR darsan dai shake chhe?
Saty motu khabar chhe asaty bolnarne,
tethi teo satyvadi thay shake chhe?
Faryo tirtho ne uthlavya dharm pustako,
tethi atmgyan te lay shake chhe?
Shu haju pan em thai shake chhe?
@vandana@

સંગાથ

જાવું છે દુર લગી, અંતરના એક તારે,
ભીજાવું સ્નેહ થકી, બસ તુજ સથવારે.

લાગ્યો છે મોહ મને, આજ તુજ સંગનો,
આંખોમાં ડૂબી અને પહોંચી જાવું છે કિનારે.

ચાલું છું ધીરે સાંભળવા તુજ પગરવને,
થાક્યા વિના આવી આવી જાઉં છું આરે.

“હું ક્યાં છું ખબર નથી મને, આજે,
ખોવાઈ ગઈ છું બુસ “તુજ” દીદારે દીદારે.

દુર દેખી મંઝીલ, મીઠી ના લાગે આજે,
મળી ગઈ મંઝીલ તુજ વિચારે વિચારે.

“Sangath”
javu chhe dur lagi, antar na ak tare,
bhinjavu snah thaki, bas tuj sathvare.
lagyo chhe moh mane aaj tuj sangano,
aakhoma dubi ane pahochi jav chhe kinare.
chalu chhu dhire sambhadva tuj pagaravne,
thakya vina aavi aavi jav chhu aare.
“hu” kya chhu khabar nathi mane, aaje
khovai chhu bas “tuj” didare,didare.
dur dekhai manjil, mithina lage aaje,
mali gai manjil tuj vichare vichare…….
@vandana p. jethaloja@

અસ્તિત્વ

જીવન જ્યોત જગાવી મુજ મનમાં,
લાગણીઓનો સંચાર કર્યો આ તનમાં.

કઈ દીશ જાવું મારે સુઝે ના,
એકલી રહી ગઈ ભર ઉપવનમાં.

ચલાવે છે ઝાલી હાથ કોઈક,
એકાંતના આ અગાધ રણમાં.

અસ્તિત્વને ફંફોસવા જાગી હતી કોઈ ‘દી,
અન્યના અભિપ્રાય રૂપી જુઠા બહાનામાં.

અંતે મળ્યું એ સત્ય રૂપી અસ્તિત્વ,
પોતાની જ દ્રષ્ટી જોઇને દર્પણમાં.

એક જ વંદના છે તુને હે ! ઈશ્વર !
ખોવાઈ જાવું છે બસ મુજ મનમાં.

વંદના પી. જેઠલોજા

“ASTITV”
Jivanjyot jagavi muj manma,
Lagnino sanchar kryo aa tanma.
kai dish javu marj sujena,
Ekli rahi gai bhar upvanma.
chalaveche jali hath koik,
Ekantna aa agadh ranma.
“ASTITV”ne famfodva jagi hati koikdi,
Anyna abhipray rupi jutha bharam ma.
Ante malyu ea satya rupi astita,
Potani j drasti joine darpan ma.
Ekaj “vandana”che tune he! ESVAR,
Khovay javu che bas muj manma……

*vandana P. jethloja*
(અંગ્રેજીનું ગુજરાતીમાં લિવ્યંતર કરી લખનાર: રક્ષિત દવે)
આ લિવ્યંતર માટે રક્ષિત અરવિંદરાય દવેનો કવિલોક આભાર માને છે.